બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Congress protesting Inflation gujarat junagadh bhuj ahmedabad
ADVERTISEMENT
આગામી વિધાનસભા ચૂંટણીઓ સંભવિત વહેલા આવે તેવી શક્યતા વચ્ચે રાજકીય પક્ષ સક્રિય થયા છે. ભુજમાં ભાજપ દ્વારા વિવિધ જાહેર માર્ગો પર ભાજપના પક્ષ ચિન્હ કમળનું ચિત્ર બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે ભાજપ બાદ કોંગ્રેસ પણ સક્રિય બની છે અને વર્તમાન સમયમાં મોંઘવારી વધતા વિવિધ રીતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગાડામાં બેસીને વિરોધ કરી રહ્યા છ ેઅને નેતાઓ ઊંટ લારીમાં બેસીને વિરોધ કરી રહ્યા છ ે. જ્યારે રાજ્યના અનેક શહેરોમાં કોંગ્રેસ કમળના ચિત્રની આસપાસ સિલિન્ડરના ચિત્ર લગાવી રહી છે.
ભૂજમાં કોંગ્રેસે કમળના ચિત્રની આસપાસ સિલિન્ડરના ચિત્ર લગાવાયા
ભાજપ દ્વારા શહેરભરમાં જ્યાં કમળ ચિત્રિત કર્યા છે, તેની નજીક જ ભુજ કોંગ્રેસ દ્વારા ગેસ સિલિન્ડરનું ચિત્ર બનાવી ભાવ વધારો થયો હોવાનું સાથે મોંઘવારી માટે ભાજપ જવાબદાર છે તે રીતે દર્શાવવામાં આવ્યું છે. હાલ તો રાજકીય પક્ષની આ ચિત્ર સ્પર્ધાથી ભુજ શહેરમાં ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો લોકો માટે કુતૂહલ સર્જી રહ્યું છે. આ પ્રકારે ચિત્રણ બનાવવાથી મોંઘવારી ઘટશે કે શું તે જોવું રહ્યું.
ADVERTISEMENT

જૂનાગઢમાં 'કમળના નિશાન નીચે 350ના સિલિન્ડરના 1050 કરનાર' એવું લખાણ લખ્યું
જૂનાગઢમાં ભાજપે પોતાના પ્રચાર માટે કમળો દોર્યા છે. તો કોંગ્રેસ દ્વારા કમળનો અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે કમળના નિશાન નીચે ગેસ સિલિન્ડરના ભાવ લખી વિરોધ નોંધાવ્યો હતો. કમળના નિશાન નીચે 350ના સિલિન્ડરના 1050 કરનાર એવું લખાણ લખ્યું છે. જૂનાગઢમાં હાલ જાહેર મિલ્કત પર પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે.
ADVERTISEMENT

મહેસાણામાં કોંગ્રેસ નેતાઓએ ઊંટ લારીમાં બેસીને યોજી રેલી
મહેસાણામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુદ્ધમાં રેલી યોજવામાં આવી છે. રસોઇ ગેસ અને પેટ્રોલ ડીઝલના ભાવ વિરુદ્ધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસના કાર્યકરોએ ઊંટ લારીમાં બેસી રેલી યોજી હતી. કમરતોડ ભાવ વધારા અને મોંઘવારીના વિરુદ્ધમાં રેલી યોજવામાં આવી.3
ADVERTISEMENT

અમદાવાદમાં જગદીશ ઠાકોરે ગાડામાં બેસીને નોંધાવ્યો વિરોધ, પોલીસ કોંગ્રેસ કાર્યકરોને ઉઠાવીને લઈ ગઈ
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં દેખાવ કરવામાં આવ્યો હતો. પેટ્રોલ-ડીઝલ, ગેસના ભાવવધારા મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ગાડામાં બેસી વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોને પોલીસ ઉઠાવીને લઈ ગઈ હતી.
ADVERTISEMENT

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસે પ્રદેશ કાર્યાલયથી મોંઘવારીની નનામી કાઢીને પૂતળાદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ વિરોધ પ્રદર્શન યોજાય તે પહેલાં જ કોંગ્રેસ કાર્યાલયમાં પોલીસ ત્રાટકી હતી અને સર્ચ કરી પૂતળા અને નનામી લઈ ગયા હતા. જેના પગલે પોલીસ અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ પ્રભારી રઘુ શર્મા સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસની ઝપાઝપી થઈ હતી.
ADVERTISEMENT
ભાજપ સરકાર ડરી ગઈ છેઃ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર
કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસે બપોરથી જ કોંગ્રેસ કાર્યાલયની અંદર આવી અને સર્ચ ઓપરેશન કર્યું હતું. મોંઘવારીની નનામી ન નીકળે અને વિરોધ ન કરે તે માટે પ્રયાસ કર્યા હતા. ત્યારે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સરકાર પર આક્ષેપ કર્યા હતા, તેમણે કહ્યું કે, જે ઘટના બની છે તે મામલે અમે પોલીસ ફરિયાદ કરીશું. અમારી લીગલ સેલની ટીમ કામ કરી રહી છે. જામનગરમાં પણ યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓને માર માર્યો હોવાને લઇ અમે ફરિયાદ કરીશું. યુવક કોંગ્રેસના કાર્યક્રમની પરમિશન ન આપી. બસ, ગાડીઓવાળાને પોલીસે બોલાવી અને ધમકાવ્યા હતા. નરેન્દ્ર મોદી ગુજરાતથી હવે ડરી ગયા છે. ૧૦૦ કિમી દુર રહેતા લોકોને ઘરની બહાર પોલીસ ગોઠવાઈ ગઈ. બે દિવસ આવ્યા ત્યારે કોઈ કાર્યક્રમ ન હોવા છતાં નજરકેદ કરવામાં આવ્યા. આજે અમારા પ્રદેશ કાર્યાલયમાં કાર્યક્રમ હતો. ૧૧ વાગે પોલીસ આવીને કાર્યાલયના રૂમ ચેક કર્યા. અમે બેઠા હતા ત્યારે પોલીસે ધમકાવ્યા. અધિકારીઓને પૂછતાં તેઓ પાસે જવાબ ન હતો. ભાજપ સરકાર ડરી ગઈ છે. દિલ્લીમાં બેઠેલા લોકોને પણ પુછીશું. અમે ડરીશું નહિ. ભાજપની જોહુકમીથી ડરીશું નહિ.
કોંગ્રેસકાળમાં 50 પૈસાનો વધારો થતો તો ભાજપના વિરોધ કરવા નિકળતુંઃ કોંગ્રેસ
એક બાજી ભાજપના ચિહ્ન તેની નજીકમાં કોંગ્રેસ દ્વારા ગેસની બોટલ દોરીને વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. આ અંગે કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 50 પૈસા જેવો નજીવો ભાવ વધારો થતો છતા ભાજપ નેતાઓના ટોળેટોળા વિરોધ કરવા નિકળી જતા, પરંતુ આજે ગેસ સિલિન્ડર 1000 આસપાસ પહોંચી ગયું છે અને પેટ્રોલ 100 પર પહોંચી ગયું છે. ભૂજની તમામ બિલ્ડિંગ પર કમળનું સિમ્બોલ દોરીને પ્રજાને મુર્ખ બનાવી રહ્યા છે. 27 વર્ષથી ગુજરાતની પ્રજાને મુર્ખ બનાવવામાં આવી રહી છે. જેથી હવે કોંગ્રેસે એક નવતર પ્રયોગ શરૂ કર્યો તેનાથી લોકોને એક સંદેશ જશે. કોંગ્રેસ હજુ ઉગ્ર લડત લડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.