ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ચૂંટણી 2019 / Congress filed petitions Supreme Court Election Commission Gujarat Rajya Sabha bypolls
ADVERTISEMENT
રાજ્યસભાની 2 બેઠક પર આગામી 5 જુલાઈના રોજ પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે EC દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. જેને કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યુ છે. મળતી માહિતી મુજબ રાજ્યસભાની પેટાચૂંટણી પર અલગ-અલગ નોટિફિકેશન દ્વારા ચૂંટણી યોજાઈ શકે છે. અલગ-અલગ નોટિફિકેશન હોવાથી દરેક ધારાસભ્ય બંને સીટ માટે મતદાન કરી શકે છે. ત્યારે આ સ્થિતિમાં ગુજરાતમાં ભાજપ બંને બેઠક જીતી શકે છે. કોંગ્રેસની 1 બેઠક જીતવાની આશા પર પાણી ફરી શકે છે. આથી ECની નોટિફિકેશન સામે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પિટીશન દાખલ કરી છે. જો કે, આગામી 2 દિવસમાં સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી હાથ ધરી શકે છે.
ADVERTISEMENT
મહત્વનું છે કે,રાજ્યસભાની બે બેઠકો માટેની પેટાચૂંટણીમાં ECના નવા નોટિફિકેશન મુજબ જીત માટે 1 ઉમેદવારને 88 મત જોઈએ. ત્યારે ગુજરાતમાં હાલમાં 175 ધારાસભ્ય રાજ્યસભામા મતદારો છે. આથી બન્ને સીટની ચૂંટણી અલગ થાય તો 175 ધારાસભ્યો અલગ મત આપી શકે. જો કે 88 મતની સાપેક્ષે ભાજપ પાસે 100 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. જ્યારે કોંગ્રેસ પાસે 88 મતની સાપેક્ષે 71 ધારાસભ્યો છે. આ રીતે બંને બેઠકોમાં ભાજપ 88 ધારાસભ્યોનો ઉપયોગ કરી શકે. આમ, ભાજપ પાસે વધુ ધારાસભ્યો હોવાથી બંને બેઠકો ભાજપ જીતી શકે છે.
રાજ્યસભાના નોટિફિકેશન બાદ નેતા વિપક્ષ દિલ્હી પહોંચ્યા
રાજ્યસભાના નોટિફિકેશન બાદ ગુજરાતના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હી પહોંચ્યા છે. રાજ્યસભાના નોટિફિકેશન મુજબ ગુજરાતમાં કોંગ્રસના ઉમેદવારની જીતવાની શક્યતા નથી. ત્યારે આ નોટિફિકેશનને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. પરેશ ધાનાણી દિલ્હીમાં હાઈકમાન્ડને મળીને નોટિફિકેશનને સુપ્રીમ કોર્ટમાં પડકારવા અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. મહત્વનું છે કે આ અગાઉ જ કોંગ્રેસે નોટિફિકેશનને કોર્ટમાં પડકારવા અંગે જણાવ્યું હતું. ચૂંટણીપંચ દ્વારા અલગ અલગ નોટિફિકેશનને લઇને પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું હતું.
""मत का मूल्य, हो गया शून्य""
— Paresh Dhanani (@paresh_dhanani) June 16, 2019
अमित शाह और स्म्रुति जी RS और LS चुनाव एक साथ लडे-जीते एवं दोनो के नतिजे भी एक ही दिन आए।
दोनो की एक ही कैटेगरी की RS सीटे एक साथ एवं एक ही नोटिफीकेशन से ख़ाली करवाई गई।
अब चुनाव आयोग द्रारा दोनो सीटो पर एक ही दिन अलग चुनाव क्यो करवाया जा रहा है.? pic.twitter.com/DqiF3pcvZs
ADVERTISEMENT
1 બેઠક જીતવાની કોંગ્રેસની આશા પર ફરી શકે છે પાણી
જોકે ભાજપ બન્ને બેઠકો પર જીત મેળવવાના તમામ પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે હવે રાજ્યસભાની ચૂંટણીમાં અનોખો વળાંક સામે આવ્યો છે. 1 બેઠક જીતવાની કોંગ્રેસની આશા પર પાણી ફરી શકે છે. રાજ્યસભાની પેટાચૂંટણી પર અલગ-અલગ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અલગ-અલગ નોટિફિકેશન હોવાથી દરેક ધારાસભ્ય બંને સીટ માટે મતદાન કરી શકે છે. આ સ્થિતિમાં ગુજરાતમાં ભાજપ બંને બેઠક જીતી શકે છે.
ADVERTISEMENT

ભાજપનો નવો રાજકીય દાવ
ભાજપનો ભગવો દેશમાં લહેરાવ્યો છે ત્યારે હવે ગુજરાતની બંને બેઠકો મેળવવા ભાજપ નવો રાજકીય દાવ ખેલશે. રાજ્યસભાની એક જ બેઠકની ચૂંટણી યોજવા હાલ ભાજપની ગણતરી છે. વળી ભાજપ પાસે સંખ્યા બળ પણ હોવાથી એક બેઠક હસ્તગત કરી લેશે. જ્યારે બીજી બેઠક માટે બે મહિના બાદ ચૂંટણી કરાવીને ભાજપ બીજી બેઠક પણ કબજે કરવા માગે છે. તો બીજી તરફ રાજ્યસભામાં ગુજરાતના નેતાઓને રાજ્યસભામાં લઈ જવાની કવાયત પણ ચાલી રહી છે. ગોરધન ઝડફિયા અને પાટીદાર આગેવાન સી.કે.પટેલનું નામ પણ આ મામલે ચર્ચાઈ રહ્યું છે. બીજી બાજુ ગૃહમંત્રી અમિત શાહની બેઠક પર વિદેશ મંત્રી એસ.જયશંકરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.
ADVERTISEMENT

મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિક્રિયા
રાજ્યસભા ચુંટણી મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. રૂપાણીએ જણાવ્યુ હતું કે, ભાજપ બન્ને બેઠક માટે ઉમેદવાર ઉભા રાખશે. કોગ્રેસ કોર્ટમાં જઇ માત્ર ફાંફાં મારે છે. રાજ્યસભાની બન્ને બેઠક ભાજપ જીતશે.
ADVERTISEMENT
ગુજરાતની 2 બેઠકો માટે યોજાશે પેટાચૂંટણી
અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના રાજીનામા બાદ રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકની ચૂંટણી પાંચમી જુલાઇએ યોજાશે. આ બે બેઠકો માટે જૂન સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. જ્યારે 5 જુલાઈના રોજ સવારે 9 થી 4 વાગ્યા સુધી મતદાન થશે. ત્યારબાદ 5 જુલાઇના રોજ સાંજે પાંચ વાગ્યાથી મતગણતરી શરૂ થશે.
મહત્વનું છે કે, ગુજરાતમાંથી રાજ્યસભાની અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની બંને બેઠકો ભાજપ પાસે હતી. પરંતુ લોકસભાની ચૂંટણીમાં બન્ને વિજેતા થતા તેઓએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતું. એવામાં બે બેઠકો માટે ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ભાજપ બન્ને બેઠક અંકે કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે.
ADVERTISEMENT

સંકળાયેલા મુદ્દાઓ