બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Congress can't afford Saurashtra government, Rahul Gandhi's camp in Dwarka's Chintan Shibir for 3 days

વિધાનસભા ચૂંટણી 2022 / કોંગ્રેસ માટે સૌરાષ્ટ્ર સરકે એ લગારે'ય પરવડે તેમ નથી, દ્વારકાની ચિંતન શિબિરમાં 3 દિવસ રાહુલ ગાંધીના ધામા

Published By: Mehul

Last Updated: 10:27 PM, 14 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની કવાયત શરુ થઇ છે ત્યારે, રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ સૂચક છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકામાં  પ્રદેશ કોંગ્રેસની ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેશે

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવશે દેવભૂમિ દ્વારિકા 
  • ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિર 22 થી 25 ફેબ્રુ.એ 
  • વિધાનસભા -2022ની તૈયારીના ભાગરૂપ શિબિર 

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂટણીઓ ચાલી રહી છે ત્યારે, ઉત્તરપ્રદેશમાં બીજા ચરણનું મતદાન પૂર્ણ થયું છે. પંજાબમાં 20ની     ફેબ્રુઆરીએ મતદાન છે. અને ઉતર પ્રદેશના હજુ પાંચ ચરણનું મતદાન બાકી છે ત્યારે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનાં ગુજરાત પ્રવાસનો તખ્તો ગોઠવાઈ ગયો છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની કવાયત શરુ થઇ છે ત્યારે, રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ સૂચક છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી   દ્વારકામાં   પ્રદેશ કોંગ્રેસની ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેશે. પ્રદેશ કોંગ્રેસની આ શિબિર 22થી 25 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. ત્રણ દિવસ ચાલનારી ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી ત્રણે-ત્રણ દિવસ ઉપસ્થિત રહી શકે છે. 

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત કોંગ્રેસ 

ગુજરાત કોંગ્રેસે છેલ્લા પાંચ વર્ષમાં કેટલાય વહેણ જોઈ લીધા છે. ગુજરાત વિધાનસભા 2017 ની ચૂંટણીમાં પ્રતિદ્વંદી ભાજપને માત્ર 99 બેઠકના 'ડબલ ડીજીટ'માં સમેટી     નાખવામાં કોંગ્રેસનો મોટો ફાળો હતો. કહો કે, સૌરાષ્ટ્રમાં ભાજપના સુપડા સાફ થઇ ગયા હતા. ભાજપના વિજયોત્સવમાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને 'સુપડા સાફ' થયા હોવા અંગે પ્રશ્ન પૂછતા તેઓ પણ દિગ્મૂઢ થઇ ગયા હતા. આ વખતે સૌરાષ્ટ્રમાં બેઠકો નાં જીતી શકવાનો રંજ તેઓના ચહેરા પર સ્પષ્ઠ કળાતો હતો. રાજ્ય સભા ચૂંટણી વખતે શંકર સિંહ પહેલા કેટલાક સીટીંગ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને જતા રહ્યા હતા. ત્યાર બાદ ફરીથી કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ગયા. માર્ચ -2020માં 3 ધારાસભ્યો અને ત્યાર બાદ વધુ પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાતા ઓક્ટોબરમાં 8 બેઠકો પર વિધાનસભા ચૂટણીઓ આવી. જેમાં તમામ પાટલી બદલું જીતી ગયા હતા. એક માત્ર લીબડી બેઠક પરનાં ઉમેદવાર કિરીટસિંહ જીતુભા રાણા જુના ભાજપાઈ છે તેઓને ટીકીટ અપાતા તેઓ જીતી ગયા હતા. જે હાલમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી છે.

'કોંગ્રેસ તારા વળતા પાણી'- 1990 પછી ક્રમશ; 

1990 પછી ગુજરાતમાં કોન્ગ્રેસના વળતા પાણી એવા શરુ થયા કે તળિયું ધીમે-ધીમે દેખાવા લાગ્યું. માધવસિંહ, અમર સિંહ, ઝીણાભાઈ દરજી, અને પાછળથી ચીમનભાઈ પટેલ (જનતાદળ -ગુજરાત )નાં સમયથી જ એક બીજાને હરાવવા-હંફાવવાની રમત શરુ થઇ. આટલું ઓછું હોય તેમ શંકરસિંહ ની એન્ટ્રી 1996 -1997 માં થઇ. ભાજપમાં 'ગજ'નહિ વાગવાની ગંધ આવતા જ 'બાપુ' સક્રિય થયા. રાજપા બની,મુખ્યમંત્રી બન્યા. એ ત્રણ ચાર વર્ષમાં તો સુરેશ મહેતા, દિલીપ પરીખ, કેશુભાઈ અને બાદમાં નરેન્દ્ર મોદી રાજ્યની ધૂરા સંભાળી ચુક્યા હતા.

શા માટે રાજા રણછોડની ભૂમિ દ્વારિકા ? 

વાત કોંગ્રેસની પડતી અને રાહુલના દ્વારકા આગમનની છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારો સિવાય કોંગ્રેસનું કોઈ હાલ પુરતું પ્રભુત્વ નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી,કે મહાનગર પાલિકાની ચૂંટણીઓમાં ભારે રકાસ થયો છે. સુરત-રાજકોટ જેવા મહાનગરમાં મહાપાલિકામાં રીતસર 'નામું' નખાઇ ગયું. હવે બધો દારોમદાર નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પર છે. દ્વારકામાં શિબિરનું મોટું કારણ, દ્વારકા ગુજરાતની આશ્થાનું કેન્દ્ર છે અને સમુદ્રી તટનાં એટલે જાફરાબાદ, અમરેલી, રાજુલા કોડીનાર,વેરાવળ,માંગરોળ,જુનાગઢ , કેશોદ જામનગર જેવા પંથકથી નજીક પણ છે એટલે ઉત્તર ગુજરાત તો ઠાકોર સંભાળી લેશે. પણ સૌરાષ્ટ્ર સરકે તો બધું સરકી જાય તેવો ઘાટ હોવાથી શિબિર દ્વારકામાં અને રાહુલ ગાંધીની ઉપસ્થિતિ પણ ત્રણ દિવસ રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Vtv Exclusive કોંગ્રેસ ગુજરાત ચિંતન શિબિર દ્વારકા રાહુલ ગાંધી વિધાનસભા ચૂંટણી 2022 Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ