બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અમદાવાદ / Congress Brainstorming for Gujarat Elections

ઉમેદવાર પસંદગી / ગુજરાત ઇલેક્શન માટે કોંગ્રેસનું મનોમંથન, જાણો અમદાવાદની બેઠકના કોણ-કોણ છે સંભવિત ઉમેદવારો

Dinesh

Last Updated: 04:36 PM, 4 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ઇલેક્શન માટે કોંગ્રેસનું મનોમંથન; સ્ક્રિનીંગ કમિટીએ પેનલ બનાવી CECને સોંપી યાદી, અમદાવાદમાં ચાર ધારાસભ્ય થઈ શકે છે રિપીટ

  • ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવાર પંસદગી માટે મંથન 
  • સ્ક્રિનીંગ કમિટીએ પેનલ બનાવી CEC સોંપી યાદી 
  • અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લા માટે મંથન 


ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજીકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. જેમાં આમ આદમી પાર્ટીએ તો કેટલાક ઉમેદવારોની યાદીઓ જાહેર કરી દીધી છે તો ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે. તમામ રાજકીય પક્ષો સોફે બાજી માટે તૈયાર થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસે કેટલીક બેઠકો માટે મંથન પણ કરી લીધો છે. ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગી માટે મંથન થયું છે. જે મંથન પછી CECને કેટલાક ઉમેદવારોની યાદી સોંપવામાં પણ આવી છે.

કોંગ્રેસમાં ઉમેદવાર પંસદગી માટે મંથન 
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવાર પંસદગી માટે મંથન કરવામાં આવ્યું છે. જેમાં સ્ક્રિનીંગ કમિટીએ પેનલ બનાવી CECને યાદી સોંપાઈ છે. અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લા માટે મંથન થયું છે. અમદાવાદ શહેર અને જિલ્લાની કોંગ્રેસ ઉમેદવારની પેનલ તૈયાર કરવામાં આવી છે. જેમાં ઉમેદવાર પસંદગી પર આખરી મ્હોર CECની બેઠકમાં લાગશે. તમને જણાવી દઈએ કે, વિગતો અનુસાર અમદાવાદમાં ચાર ધારાસભ્ય રિપીટ થાય તેવી સંભવનાઓ સેવાઈ રહી છે. કોંગ્રેસ દ્વારા સંભવિત ઉમેદવાર સાથે ટેલિફોન વાતચીત કરવામાં આવી છે. તેવી પણ વિગતો મળે છે કે, ભાજપની જાહેરાત બાદ જ કોંગ્રસ ઉમેદવારો જાહેર કરશે. 

અમદાવાદ શહેર અને જિલ્લામાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારના નામની યાદી

 

બેઠક કોંગ્રેસના સંભવિત ઉમેદવાર 
જલપુર  રાજેશ પટેલ અને હાજી મિર્જા (કાઉન્સિલર) 
ઘાટલોડિયા કનુભાઇ પટેલ (કનુ કબડ્ડી)અને મુકેશ પંચાલ 
અમરાઇવાડી  ઘમભાઇ પટેલ 
દરિયાપુર ગ્યાસુદીન શેખ (રીપીટ)
જમાલપુર  ઇમરાન ખેડાવાલા (રિપીટ)
બાપુનગર  હિંમતસિંહ પટેલ
દાણીલીમડા   શૈલેષ પરમાર 
નરોડા મેઘરાજ ડોડવાણી અથવા કામિનીબહેન ઝા (ચાલુ કાઉન્સિલર) 
નિકોલ  રણજીતસિંહ બારડ અને વિષ્ણભાઇ વિનોદ દેસાઇ 
ઠક્કરબાપાનગર   જે ડે પટેલ, મદનલાલ જેસ્વાલ અને વિજય બારોટ 
વટવા  ગીતા પટેલ, પાયલબહેન પટેલ, નરેન્દ્રસિંહ ઠાકોર, બળવંત ગઢવી
એલિસબ્રિજ  ભીખુભાઇ દવે અને રશ્મીભાઇ સુથાર
અસારવા  રાજશ્રી કેસરી (કાઉન્સિલર) વિપુલ પરમાર, બાબુ રૂપાલા 
મણીનગર વિમલ શાહ અને રાજેશ સોની, ડોલી દવે 
નારણપુરા  રમણભાઇ પટેલ, સોનલબહેન પટેલ, જગજીવન સોલંકી 
સાબરમતી   દિનેસસિંહ મહિડા, બળદેવ પંચાલ, મોહનભાઇ દેસાઇ 
વિરમગામ  લાખાભાઇ ભરવાડ (રિપીટ)
ધંધુકા  રાજેશ ગોહિલ (રિપીટ)
સાણંદ  પંકજસિંહ વાઘેલા અને કાંતિભાઇ પટેલ (કોળી) 
દસ્ક્રોઇ  ઉમેશ ઝાલા 
ધોળકા  અશોકભાઇ રાઠોડ અને જસુભાઇ સોલંકી

રાહુલ ગાંધી ગુજરાત આવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો અંતે ગઇકાલે જાહેર કરી દેવાઇ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. ત્યારે હવે ગુજરાતમાં કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. જે માટે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓના આંટા ફેરા શરૂ થઈ જશે. અશોક ગહેલોત, રઘુશર્મા ગુજરાતમાં પ્રચાર માટે આવશે તેવું જાણવા મળી રહ્યું છે.  હવેથી રાજ્યમાં વિવિધ પક્ષના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે. આથી નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં હવે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં પ્રચાર માટે આવી શકે છે. કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરવા માટે વાયનાડના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતમાં ચારથી છ જનસભા કરે તેવી શક્યતા વર્તાઈ રહી છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ