બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / ભારત / complete this work before 31st March, otherwise face trouble

તમારા કામનું / ITR અપડેટથી લઈને FASTag KYC સુધી..31મી માર્ચ પહેલા પૂરા કરી લેજો આ કામ, નહીં તો કરવો પડશે મુશ્કેલીનો સામનો

Megha

Last Updated: 08:27 AM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણાકીય વર્ષ 31 માર્ચ 2024 ના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. આ પહેલા કેટલાક મહત્વપૂર્ણ કાર્યો છે જે સમયસર પૂર્ણ કરવા જરૂરી છે. ચાલો જાણીએ કે 31 માર્ચ પહેલા કયા કયા કામ પૂરા કરવા પડશે.

થોડા દિવસોમાં, નાણાકીય વર્ષ 2023-24 પણ માર્ચ મહિનાની સાથે સમાપ્ત થશે. એવાં હવે આગામી 10 દિવસમાં તમારે કેટલાક મહત્વપૂર્ણ કામ પૂરા કરવાના રહેશે નહીં તો આવનાર એપ્રિલ મહિનામાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. 

આ નાણાકીય વર્ષ 31 માર્ચ 2024 ના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. પરંતુ આ પહેલા, કેટલાક મહત્વપૂર્ણ કાર્યો છે જે સમયસર પૂર્ણ કરવા જરૂરી છે અન્યથા જો તમે તેમની સમયમર્યાદા ચૂકી જાઓ તો તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે કેટલાક કેસમાં તમારે દંડ પણ ભરવો પડી શકે છે.  એવામાં ચાલો તમને જણાવી દઈએ કે 31 માર્ચ પહેલા તમારે કયા કયા કામ પૂરા કરવા પડશે. 

ટેક્સમાં રાહત માટે આ બાબતોનું રાખો ધ્યાન,થશે બચત જ બચત | Keep these things  in mind for March ending/tax relief, savings will be savings

જણાવી દઈએ કે 31 માર્ચ પહેલા તમારે ફાસ્ટેગ કેવાયસી, અપડેટેડ આઈટીઆર, ટીડીએસ ફાઇલિંગ, જીએસટી કમ્પોઝિશન માટે અરજી કરવા જેવી મહત્વપૂર્ણ બાબતો કરવી પડશે. જો તમે આવું નહીં કરો તો તમારે નાણાકીય પરિણામ ભોગવવું પડી શકે છે.

FASTag KYC 
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ 'વન વ્હીકલ, વન FASTag' પહેલ માટે સમયમર્યાદા 31 માર્ચ, 2024 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો. હવે જો તમે FASTag KYC નહીં કરો તો 1 એપ્રિલથી તમારું ફાસ્ટેગ એકાઉન્ટ અને ડિવાઈસ અમાન્ય થઈ જશે.

ITR અપડેટ ફાઇલિંગ 
નાણાકીય વર્ષ 2020-21 (AY 2021-22) માટે અપડેટેડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2024 છે. આ દરમિયાન તેઓ ઋતં ફાઇલ કરી શકે છે જેઓ અગાઉ નાણાકીય વર્ષ માટે તેમનું રિટર્ન ભરવાનું ચૂકી ગયા હોય કે તેમની આવકના એક ભાગની જાણ કરવાનું ચૂકી ગયા હોય અથવા અગાઉ ફાઇલ કરતી વખતે ખોટી આવકની વિગતો પ્રદાન કરી હોય. 

કર બચાવવા માટે રોકાણ 
આવકવેરા રિટર્ન ભરવાનો સમયગાળો પણ એપ્રિલથી શરૂ થશે. જો તમે નાણાકીય વર્ષ 2023-24 માટે જૂની ટેક્સ સ્કીમમાં રિટર્ન ફાઇલ કરી રહ્યાં છો, તો તમે તમારા રોકાણ પર ટેક્સ છૂટનો દાવો પણ કરી શકો છો. તમે 31 માર્ચ પહેલા તેમાં રોકાણ કરીને આવકવેરો બચાવી શકો છો.

TDS ફાઇલિંગ
કરદાતાઓએ જાન્યુઆરી 2024 માટે વિવિધ કલમો હેઠળ મેળવેલી કર મુક્તિ માટે માર્ચમાં TDS ફાઇલિંગ પ્રમાણપત્ર બતાવવાનું રહેશે. જો કલમ 194-IA, 194-IB અને 194M હેઠળ કર કપાત કરવામાં આવી હોય, તો 30 માર્ચ પહેલા ચલણ સ્ટેટમેન્ટ ફાઇલ કરવાનું રહેશે.

GST કમ્પોઝિશન સ્કીમ
હાલના GST કરદાતાઓ નાણાકીય વર્ષ 2024-25 માટે GST કમ્પોઝિશન સ્કીમ માટે 31 માર્ચ સુધી અરજી કરી શકે છે. ચોક્કસ ટર્નઓવર ધરાવતા લાયક વ્યવસાય કરદાતાઓ આ યોજના માટે અરજી કરી શકે છે, જે વધુ સરળ કર માળખાની યોજના છે. આ માટે તેઓએ ફોર્મ CMP-02 ભરવાનું રહેશે. GST કરદાતાઓ જેમનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1.5 કરોડ છે તે આ યોજના હેઠળ અરજી કરી શકે છે. કેટલીક વિશેષ શ્રેણી હેઠળ તેની કિંમત 75 લાખ રૂપિયા રાખવામાં આવી છે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ