બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / Complete these 5 tasks by the end of March, otherwise be prepared to suffer losses!

તમારા કામનું / માર્ચના અંત સુધીમાં પૂર્ણ કરી લેજો આ 5 કામ, નહીં તો નુકસાન ભોગવવા રહેજો તૈયાર!

Megha

Last Updated: 12:29 PM, 9 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે 31 માર્ચ પહેલા આ કામ નહી કરો તો તમારે દંડ તરીકે મોટું નુકસાન થઈ શકે છે. તેમાં પીએમ વય વંદના યોજનાથી લઈને પાન આધાર લિંક સુધી ઘણા મહત્વપૂર્ણ કામ છે. જે તમારે 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરવા પડશે.

  • માર્ચ મહિનો આર્થિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વનો છે
  • પાનને આધાર સાથે લિંક કરવા માટે તમારી પાસે 31 માર્ચ સુધીનો સમય
  • ટેક્સ બચાવવા માંગો છો તો તમારી પાસે 31મી સુધી છેલ્લી તક 

Financial Works 31 Before March 2023 : માર્ચનો મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિને તમારે   પૈસા સાથે જોડાયેલા ઘણા કામ કરવાના છે.   જો તમે 31 માર્ચ પહેલા આ કામ નહી કરો તો તમારે  દંડ તરીકે મોટું નુકસાન થઈ શકે છે. તેમાં પીએમ વય વંદના યોજનાથી લઈને પાન આધાર લિંક સુધી   ઘણા મહત્વપૂર્ણ કામ છે.   જે તમારે 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરવા પડશે. જો તમે આ કામ નહી કરો તો તમને દંડ થઈ શકે છે. કારણ કે માર્ચ મહિનો આર્થિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વનો છે અને આ નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો છે.

જો તમે અત્યાર સુધી પાન-આધાર લિંક, પીએમ વય વંદના યોજના, ટેક્સ પ્લાનિંગ નથી કર્યું તો તમને ભારે દંડના રૂપમાં મોટું નુકસાન થઈ શકે છે. જણાવી દઈએ કે 31 માર્ચ   2023 ના રોજ કયા નાણાકીય કામની સમય મર્યાદા સમાપ્ત થઈ રહી છે.

પીએમ વય વંદના યોજના
જો તમે સરકારી યોજના પીએમ વય વંદના યોજનામાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો   તો આ તમારા માટે છેલ્લી તક છે. આ યોજના સીનિયર સિટીજન માટે ખૂબ જ ફાયદાકારક છે. જેમાં સરકાર તરફથી પેન્શન મળે છે. તમે આ સરકારી યોજનામાં 31 માર્ચ 2023 સુધી જ રોકાણ કરી શકો છો. હાલ સરકારે આ યોજના ચાલુ રાખવા માટે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. 

એસબીઆઈ સ્કીમમાં રોકાણ 
જો તમે એસબીઆઈની નવી એફડી સ્કીમ અમૃત કલશ યોજનામાં રોકાણ કરી વધુ વ્યાજનો લાભ લેવા માગો છો તો તમારી પાસે 31 માર્ચ સુધી તક છે. એસબીઆઈની આ સ્કીમમાં તમને 7.6 ટકાના દરે વ્યાજ મળશે. SBIની આ સ્કીમમાં તમે માત્ર 400 દિવસનું રોકાણ કરીને સારું વળતર મેળવી શકો છો.

પાનને આધાર સાથે લિંક કરો
પાનને આધાર સાથે લિંક કરવા માટે તમારી પાસે   31 માર્ચ સુધીનો સમય છે.  તેના માટે તમારે લેટ ફી ચૂકવવી પડશે, પરંતુ તમે તેને 31મી સુધીમાં લિંક નહી કરો તો તમે ઈન્કમટેક્સ નહી ભરી શકો. કારણ કે તમારો પાન નંબર 1 એપ્રિલથી નિષ્ક્રિય થઈ જશે.

ટેક્સ પ્લાનિંગની છેલ્લી તક
જો તમે આ નાણાકીય વર્ષમાં ટેક્સ બચાવવા માંગો છો તો તમારી પાસે 31મી સુધી છેલ્લી તક છે. આ પછી તમે કોઈપણ ટેક્સ બચત યોજનામાં રોકાણ કરીને કપાતનો લાભ લઈ શકશો નહીં. આ માટે તમે પીપીએફ, એનપીએસ, સુકન્યા સમૃદ્ધિ જેવી ઘણી યોજનાઓમાં સમય રહેતા પૈસા રોકી શકો છો. આ પછી તમે આ નાણાકીય વર્ષ માટે ટેક્સ છૂટનો લાભ લઈ શકશો નહીં.

મ્યુચ્યુઅલ ફંડ યોજના
જો તમે અત્યાર સુધી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં નોમિનેશન નથી કરાવ્યું તો તમારે આ કામ 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરવું જોઈએ. ફંડ હાઉસે તમામ રોકાણકારોને તેને અપડેટ કરવા કહ્યું છે. જો તમે નોમિનેશન નહીં કરો તો તમારો મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો ફ્રીઝ કરી દેવામાં આવશે, જેથી તમે આ કામ 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરી લો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ