ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Complaint against three usurers including Congress leader Jayendrasinh Parmar: Alleged torture even after charging Rs 9.95 crore fo
Last Updated: 05:19 PM, 22 January 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસે કડક કાર્યવાહિ હાથ ધરી છે. ત્યારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા લોકોએ પોલીસ મથકે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદમાં કરોડોની વ્યાજખોરીની ફરિયાદ નોંધાવવા પામી છે. વ્યાજખોરીમાં કોંગ્રેસના નેતા જયેન્દ્રસિંહ પરમારની પણ સંડોવણી બહાર આવતા તેમની સામે પણ આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદ નોંધી કાર્યવાહિ હાથ ધરી છે. ફરિયાદીના રૂપિયા જમીનમાં રોકાઈ જતા વ્યાજે પૈસા લીધા હતા. ત્યારે વ્યાજખોરોએ 10 થી 40 ટકા સુધીનું વ્યાજ વસૂલ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે પીડીતે રૂ.3.78 કરોડની સામે 9.95 કરોડ ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે 9.95 કરોડ ચૂકવવા છતા રૂ.3.36 કરોડની વ્યાજખોરો ઉઘરાણી કરી રહ્યા છે અને ફરિયાદીની મિલકત પચાવી લેવા ધમકી આપી રહ્યા છે.
ADVERTISEMENT
વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે
અમદાવાદ પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. જોકે હવે આવા વ્યાજખોરો સામે સામાન્ય જનતા પણ જાગૃત બની ફરિયાદ આપે તે માટે પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. મહત્વનું છે કે, રાજ્યમાં હાલ વ્યાજખોરો વિરુધ્ધ મેગાડ્રાઈવ ચાલી રહી છે. તો વળી અનેક માથાભારે વ્યાજખોરોના ડરને કારણે સામાન્ય માણસ પોલીસ ફરિયાદ આપતા પણ ભયભીત બને છે. જોકે અમદાવાદ પોલીસે હાલ જે પ્રયોગ હાથ ધર્યો છે તેનાથી વ્યાજખોરોનો ભોગ બનેલ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવી એટલે કે નામ છુપાવીને પણ વ્યાજખોરો વિરુધ્ધ ફરિયાદ આપી શકશે.
શું છે પોલીસનો નવતર પ્રયોગ ?
રાજ્યમાં વધતાં જતાં વ્યાજખોરોના ત્રાસને જોતાં આવા ઇસમો સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ પેટી મૂકવામાં આવી છે. મહત્વનું છે કે, ઘણા લોકો વ્યાજખોરોના ડરે પોલીસને ફરિયાદ કરવા જતા નથી. જેથી હવે કોઈ પણ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવી આ પેટીમાં વ્યાજખોર વિરુદ્ધ જે રજૂઆત હશે તે કરી શકશે.
પોલીસ સ્ટેશનની પેટીમાં ફરિયાદ આવ્યા પછી શું થશે ?
પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ આ નવતર પ્રયોગને લઈ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. જેથી ફરિયાદ પેટીમાં આવતી અરજીઓના નિકાલની જવાબદારી સિનિયર અધિકારીઓને સોંપાઈ છે. આ સાથે જો ફરિયાદમાં તથ્ય હશે તો પોલીસ તાત્કાલિક પગલાં લઈ વ્યાજખોરો વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.