બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Cold weather and Dehydration, keep drinking water and be dehydrated

પાણી / ઠંડીની સિઝનમાં ડિહાઇડ્રેશનથી બચવું છે? તો આજથી જ ફૉલો કરો આ ટિપ્સ

Pooja Khunti

Last Updated: 03:44 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DEHYDRATION: શિયાળામાં લોકો પાણીનું સેવન ખૂબજ ઓછા પ્રમાણમાં કરે છે. જેના કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.  સ્વાસ્થ્ય નિષ્ણાંત મુજબ, શરીરમાં પાણીની ઉણપનાં કારણે તમારાં શરીરમાં સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આ 3 ટિપ્સ ફોલો કરી તમે ડિહાઈડ્રેશનની સમસ્યાથી બચી શકો છો.

  • શિયાળામાં ભરપૂર માત્રામાં પાણીનું સેવન કરવું
  • પાણીની બોટલ સાથે રાખો 
  • કેફીન અને દારૂનું સેવન ટાળો 

લોકોને શિયાળાની ઋતુમાં પાણી પીવાની આદત  ખૂબજ ઓછી હોય છે.  જેના કારણે શરીર ડિહાઇડ્રેટ થવાં લાગે છે. ડિહાઇડ્રેટ એટકે કે શરીરમાં પાણીની ઉણપ થવી. શરીરમાં પાણીની ઉણપનાં કારણે, શરીરની અંદર રહેલ ઇલેક્ટ્રોલાઇટ્સ અસંતુલિત થવાં લાગે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંત મુજબ શિયાળામાં ભરપૂર માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ.  શિયાળાની ઋતુમાં ખૂબ જ ઓછી તરસ લાગે છે. જેના કારણે આપણે પાણી પીવાનું ભૂલી જતાં હોઈએ છીએ, તેનાં માટે માત્ર આ ટિપ્સ ફોલો કરવાથી તમે ડિહાઈડ્રેશનથી બચી શકો છો. 

રિમાઈન્ડર લગાવો 
દિવસમાં ઓછામાં ઓછું બે થી અઢી લિટર પાણી પીવું જોઈએ. શિયાળામાં ઓછો પરસેવો વળે છે. જેના કારણે તરસ પણ ખૂબ જ ઓછી લાગે છે.  પૂરતાં પ્રમાણમાં પાણીનું સેવન ન કરવાથી તમને ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.   તેનાથી બચવા માટે તમે તમારાં ફોનની મદદથી રિમાઈન્ડર સેટ કરી શકો છો. આવું કરવાનાં કારણે તમે થોડા-થોડા સમયે પાણીનું સેવન કરતા રહેશો. 

પાણીની બોટલ સાથે રાખો 
શિયાળાની ઋતુમાં, તમારે પાણીની બોટલ સાથે જ રાખવી જોઈએ.  તમે હુંફાળું પાણી પણ સાથે રાખી શકો છો.  ઘણાં લોકોને એવું લાગે છે કે તેમણે પાણી પીવા વારંવાર ઊઠવું પડશે, જેના કારણે તેઓ ઓછું પાણી પીતા હોય છે. તે માટે તમારી સાથે પાણીની બોટલ રાખો.  

કેફીન અને દારૂનું સેવન ટાળો 
શિયાળામાં લોકો ખુદને ગરમ રાખવા માટે, કોફીનું સેવન કરતાં હોય છે. વધુ પડતાં કોફીના સેવનનાં કારણે શરીરમાં કેફીનનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે શરીર ડિહાઇડ્રેટ થવાં લાગે છે. એવી જ રીતે શિયાળામાં વધુ પડતાં દારૂનાં સેવનના કારણે પણ ડિહાઈડ્રેશન થઈ શકે છે. તેથી આ બે વસ્તુઓનું સેવન ટાળો.  તેની જગ્યાએ તાજા શાકભાજી અને ફળ ખાવાથી ડિહાઈડ્રેશન ઓછું થાય છે. શિયાળામાં સંતરા, કાકડી, દાળમ અને નાસપતીનું સેવન કરવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ