ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / CM Yogi gives public warning to Owaishi He asked the CAA to stop inciting people

ઉત્તરપ્રદેશ / 'સાંભળીલો ઓવૈસી, CAA મુદ્દે જો લોકોને ભડકાવ્યા તો...', CM યોગીની ખુલ્લી ચેતવણી

Published By: Ronak

Last Updated: 09:01 PM, 23 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ઓવૈશીને ચેતવણી આપતા કહ્યું કે CAAને લઈ લોકોની ભાવના સાથે રમત રમે. સાથેજ કહ્યું જો પરિસ્થિતી બગડી તો સરકાર દ્વારા પણ કડક પગલા લેવાશે

ADVERTISEMENT

  • સીએમ યોગીએ ઓવૈશીને આપી જાહેર ચેતવણી 
  • CAAને લઈને લોકોની ભાવના ભડકાવાનું બંધ કરવા કહ્યું 
  • જો માહોલ બગડ્યો તો સરકાર કડક પગલા લેશે: સીએમ યોગી 

ઉત્તરપ્રદેશના કાનપુરમાં સીએમ યોગીએ ઓવૈસી પર આકરા પ્રહાર કર્યા છે. જેમા તેમણે કહ્યું કે હું એ વ્યક્તિને ચેતવણી આપી રહ્યો છું કે જે CAAને લઈને લોકોને ભડકાવી રહ્યો છે. સાથેજ તેમણે કહ્યું કે ઓવૈસી સપાના એજન્ટ બનીને લોકોની ભાવનાઓ ભડકાવાનું કામ કરી રહ્યા છે. પરંતુ હવે ઉત્તરપ્રદેશમાં પહેલાની જેમ તોફાન નહી થવા દઈએ. 

કડક પગલા લેવાની વાત 

સમગ્ર મામલે સીએમ યોગીએ એવું પણ કહ્યું કે હું ચાચાજાન અને અબ્બાજાનના એ અનુયાયિઓ સાવધાન થઈને સાંભળી લે કે જો લોકોની ભાવનાઓને ભડકાવામાં આવી અને માહોલ ખરાબ થયો તો સરકાર દ્વારા પણ સામે કડક પગલા લેવામાં આવશે. 

જેપી નડ્ડાએ આપ્યું મોટું નિવેદન 

અગાઉ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાજપ એક એવી પાર્ટી છે. જેમા કાર્યકર્તાઓને કામ કરવા માટે કોઈ ખાસ પરિવારમાં જન્મ નથી લેવો પડતો. ,કાનપુરમાં ક્ષેત્રીય કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા તેમણે કહ્યું કે ભાજપ એક એવી પાર્ટી છે જ્યા એક સામાન્ય કાર્યકર્તા પણ કાલે ઉઠીને પ્રદેશનું નેતૃત્વ કરી શકે છે. 

સરકારે કરેલા કામનો કર્યો ઉલ્લેખ 

એરપોર્ટ પર પહોચ્યા બાદ જેપી નડ્ડા કિદવઈ નગરમાં આવેલ બાબા નામદેવ ગુરુદ્વારા પહોચ્યા હતા. જ્યા તેઓ 15 મિનિટ રોકાયા હતા જે દરમિયાન તેમણે મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કામોનો ઉલ્લેખ કર્યો, જેમા તેમણે કતારપુર કોરિડોર ખોલાવાનો ઉલ્લેખ કર્યો સાથેજ અફઘાનિસ્તાનથી પવિત્ર ગુરુગ્રંથ સાહિબને ભારત પરત લાવવા સહિતના ઐતિહાસિક કામનો ઉલ્લેખ પણ કર્યો હતો.

મહામારીમાં ભાજપે લોકોને બચાવ્યા : સીએમ યોગી 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સીએમ યોગીએ કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે મહામારીમાં ભાજપ દ્વારા લોકોને બચવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા. ભાજપ કાર્યકરો પોતાના જીવના જોખમે કામ કરી રહ્યા હતા. સાથેજ તેમણે નિરાલા નગર રેલ્વે મેદાનમાં કાનપુર અને બુંદેલખંડ વિસ્તારના 22 હજાર બૂથના અધ્યક્ષો સાથે ચૂંટણીની તૈયારીને લઈને સમીક્ષા કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Asaduddin Owaisi CM Yogi Uttarpradesh Warning ઉત્તરપ્રદેશ ઔવેશી ચેતવણી મુખ્યમંત્રી યોગી CM Yogi Adityanath

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ