ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / CM Channy of Punjab reached to meet the former Chief Minister Captain

રાજકારણ / પંજાબના રાજકારણમાં નવાજૂનીના એંધાણ, CM ચન્ની અચાનક પૂ્ર્વ મુખ્યમંત્રી કેપ્ટનને મળવા પહોચ્યા

Published By: Ronak

Last Updated: 06:50 PM, 14 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના CM ચન્ની પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહને અચાનક મળવા પહોચ્યા. જેના કારણે પંજાબના રાજકારણમાં એકાએક ગરમાવો જોવા મળ્યો છે. સાથેજ અહીયા નવાજૂનીના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.

ADVERTISEMENT

  • પંજાબના CM ચન્ની પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટનને મળવા પહોચ્યા 
  • અચાનક સીએમ ચન્ની અમરિંદર સિંહના ફાર્મ હાઉસ પહોચ્યા 
  • પંજાબના રાજકારણમાં એકાએક ગરમાવો 

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અચાનક પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને મળવા તેમના ફાર્મહાઉસ પહોચ્યા છે. જોકે તેઓ શા માટે આ રીતે અચાનક કેપ્ટનને મળવા પહોચ્યા તે હજુ સુધી સામે નથી આવી શક્યું. 

CM ચન્ની પ્રત્યે અમરિંદરસિંહનું નરમ વલણ 

આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સરહદ પાસે BSFના જવાનોને ખાસ અધિકારો આપ્યા છે. જેને લઈને મુખ્યમંત્રી ચન્ની કેપ્ટન અમરિંદર સિંહને મળવા પહોચ્યા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. જેથી બંને નેતાઓ વચ્ચે આ મુદ્દે વાતચીત થઈ શકે છે. છેલ્લા ઘણા સમયથ કેપ્ટન અમરિંદર સિંહ ચર્ચામાં નથી આવ્યા પરંતુ CM ચન્ની તેમને મળવા પહોચ્યા બાદ તેઓ ચર્તાનું કેન્દ્ર બન્યા છે. 

સિદ્ધુ આજે હાઈકમાનને મળશે 

કેપ્ટન અમરિંદર સિંહે સિદ્ધુ પર હંમેશા આકરા પ્રહાર કર્યા છે. પરંતુ સીએમ ચન્ની સાથે તેમનું વલણ હંમેશા નરમ રહ્યું છે. આજે સિદ્ધુ રાજીનામું આપ્યા બાદ હાઈકમાન સાથે મુલાકાત લેવાના છે. જેથી આજે પાર્ટીમાં તેમના ભવિષ્યને લઈને પણ નિર્ણય લેવાઈ શકે છે. જો સિદ્ધુ તેમનું વલણ નહી સુધારે તો પાર્ટી દ્વારા હવે નવો પ્રદેશ અધ્યક્ષ પણ નીમવામાં આવી શકે છે. 

કેપ્ટન સાથેની મુલાકતને લઈ સવાલો વધ્યા 

ઉલ્લેખનીય છે કે કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેતી રાજીનામું આપ્યા બાદ તેમણે કોંગ્રેસ છોડી દીધું છે. સાથેજ તેમણે એવુ કહ્યુ હતું કે તેમનું ઘણું અપમાન થયું છે. જોકે સીએમ ચન્ની અચાનક તેમને મળવા પહોચ્યા છે. જેને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Captain Amrindar Singh Panjab charan sigh channi કેપ્ટન અમરિંદર સિંહ પંજાબ રાજકારણ સીએમ ચન્ની politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ