બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / clotting from covid shots is rare but potentially devastating new england journal of medicine study

સ્ટડી / ઓક્સફર્ડની વેક્સિનના કારણે થનારું બ્લડ ક્લોટિંગ બનશે ખૂબ જ ખતરનાક, સામે આવ્યો ચોંકાવનારો સ્ટડી

Published By: Bhushita

Last Updated: 07:37 AM, 13 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત અધ્યયનમાં વેક્સિનેશન બાદ ઈમ્યૂન થ્રોમ્બોસાઈટોપેનિયા થ્રોમ્બોસિસના પહેલા 2020 કેસનો સ્ટડી કરાયો. તેમાં જાણવા મળ્યું કે વીઆઈટીટીના કેસમાં મૃત્યુદર 22 ટકા છે.

  • ઓક્સફર્ડની વેક્સિનને લઈને સ્ટડી
  • સ્ટડીમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામ
  • વેક્સિનના કારણે થનારું બ્લડ ક્લોટિંગ બનશે ખતરનાક

 
ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકાની કોરોના રોધક વેક્સિનના કારણે લોહીમાં ગટ્ઠા જામવાના કેસ વધી રહ્યા હતા પણ તે હવે વધારે ઘાતક બની શકે છે. અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ આ વાતની પુષ્ટિ કરી છે. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત અધ્યયનમાં વેક્સિનેશન બાદ ઈમ્યૂન થ્રોમ્બોસાઈટોપેનિયા થ્રોમ્બોસિસના પહેલા 2020 કેસનો સ્ટડી કરાયો. તેમાં જાણવા મળ્યું કે વીઆઈટીટીના કેસમાં મૃત્યુદર 22 ટકા છે.  

ખૂબ જ ઓછા કેસમાં જોવા મળે છે ક્લોટિંગ
પ્લેટલેટ્સ ઓછા હોવા અને લોહીના ગટ્ઠા જામવાના કારણે મોતની શંકા વધે છે. જ્યારે ખૂબ જ ઓછા પ્લેટલેટ અને લોહીના ગટ્ઠા બને છે ત્યારે રક્ત સ્ત્રાવથી આ આશંકા 73 ટકા વધી જાય છે. ડો. પવોર્ડે કહ્યું કે આ વાત પર ભાર આપવો જરૂરી છે કે ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સિનને પ્રતિ આ પ્રકારની પ્રતિક્રિયા દુર્લભ છે.  તેઓએ કહ્યું કે 50 વર્ષથી ઉપરની ઉંમરની સ્થિતિમાં વેક્સિન લઈ ચૂકેલા લોકોમાં એકથી વધારે કેસ આવી શકે છે. પણ અધ્યયનમાં જોવા મળ્યું કે વીઆઈટીટી વિકસિત થતાં તે ખતરનાક બને છે. યુવાઓ અને સ્વસ્થ લોકોમાં તેની આશંકા ઓછી રહે છે અને સાથે મૃત્યુદર પણ વધારે રહે છે. વિશેષ કરીને ઓછા પ્લેટલેટ અને મસ્તિષ્કમાં લોહીનો સ્ત્રાવ થવાનું ઘાતક બની શકે છે.  


 
વેક્સિનનું ભારતમાં કોવિશિલ્ડ નામથી થઈ રહ્યું છે ઉત્પાદન
વીઆઈટીટી થ્રોમ્બોટિક સિન્ડ્રોમ છે જેનું જોડાણ કોરોના રોધી વેક્સિનેશન છે. ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયની વેક્સિન ભારતમાં કોવિશિલ્ડના નામથી બની રહી છે. લોહી રોગ વિશેષજ્ઞ  પર સમિતિએ કહ્યું કે છેલ્લા 4 અઠવાડિયાથી વીઆઈટીટીનો કોઈ કેસ સામે આવ્યો નથી. તેનાથી સંકેત મળે છે કે 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોને એક વૈકલ્પિક વેક્સિન આપવાના સંબંધમાં બ્રિટનની સંયુક્ત સમિતિના નિર્ણયે ખાસ ભૂમિકા અદા કરી છે. ડો. પવોર્ડે કહ્યું કે વીઆઈટીટી નવો સિન્ડ્રોમ છે અને તેના પ્રભાવ ઉપચાર માટે હજુ પણ કામ કરી રહ્યા છે. અધ્યયનથી કારગર સારવારમાં મદદ મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Clotting Coronavirus astrazeneca study vaccine કોરોના વાયરસ ક્લોટિંગ વેક્સિન સ્ટડી clotting from covid shots

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ