બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
HRA Rule: ઈનકમ ટેક્સ કેવી રીતે બચાવવું? આ પ્રશ્નનો જવાબ નોકરી કરતાં લોકો શોધતાં હોય છે. તેવામાં ઘણાં લોકો ભાડાનાં મકાનમાં રહેતાં હોય છે અને વાર્ષિક 1 લાખ કે તેથી વધુ રૂપિયા ભાડા પેટે ચૂકવતાં હોય છે. જો તમે પણ એવું કરી રહ્યાં હોવ તો ઈનકમ ટેક્સમાં HRA છૂટ વિશે માહિતી મેળવીને તમે 1 લાખ રૂપિયા સુધીનો ક્લેમ કરી શકો છો. અને જો ભાડું 1 લાખ રૂપિયાથી વધારે છે તો ટેક્સ છૂટ માટે મકાન માલિનાં પેન નંબરને જમા કરીને તમે આ છૂટ મેળવી શકો છો.
ADVERTISEMENT
શું છે HRA ?
હાઉસ રેંટ અલાઉંસ એક ભથ્થું છે જે એમ્પલ્યોર પોતાના એમ્પલોઈઝને ઘરનાં ભાડા પેટે આપે છે. લગભગ તમામ પ્રાઈવેટ અને સરકારી કર્મચારીઓને HRA મળે છે. આ CTCનો જ એક હિસ્સો છે. સારી વાત તો એ છે કે HRA નો સમાવેશ ટેક્સ છૂટમાં કરવામાં આવ્યો છે જેનો લાભ કર્મચારીઓને મળે છે. ટેક્સ અધિનિયમની કલમ 10 13(A) અંતર્ગત HRAની છૂટ મેળવી શકાય છે. HRA ક્લેમ કરવા માટે સેલેરીમાંથી માત્ર બેઝીક સેલેરી અને DAને જોડવામાં આવે છે.
એક લાખ સુધીનાં ભાડા પર પેનકાર્ડ વગર ક્લેમ
જો તમે ભાડા પર રહો છો અને વાર્ષિક 1 લાખ રૂપિયાનું ભાડું ચુકવો છો તો ભાડાની રેંટ રિસિપ્ટ જમા કરીને 1 લાખ રૂપિયા સુધીનું તમે ક્લેમ કરી શકો છો. પણ જો વાર્ષિક એક લાખ રૂપિયાથી એક રૂપિયો પણ વધારે છે જો ટેક્સ છૂટ માટે મકાન માલિકનાં પેનન નંબરને સબમિટ કરવું પડે છે. સાથે જ ટેક્સ વિભાગને પણ રેંટ એગ્રીમેંટ સબમિટ કરવું પડે છે. જ્યારે તમે મકાન માલિકનો પેન નંબર આપશો તો ભાડાની રાશિ મકાન માલિકની આવકમાં જોડાઈ જશે. અને પછી તેના પર નિયમ અનુસાર મકાન માલિકને ટેક્સ આપવાનું રહેશે.
ADVERTISEMENT
HRA કેલ્યુકેલેશનનો ફોર્મૂલો
માની લો કે તમારી બેઝીક સેલેરી પ્રતિ માસ 40000 રૂપિયા છે અને તમે દિલ્હીમાં રેંટ પર રહો છો જેનું મંથલી ભાડું 15000 રૂપિયાં છે. તો કંપની તમને દરમહિને આશરે 17000 રૂપિયા HRA આપે છે. હવે આ ગણિત પાછળ 3 નિયમો રહેલાં હોય છે. ઉદાહરણથી સમજીએ...
ADVERTISEMENT
HRA-17000 રૂપિયા
વાસ્તવિક ભાડાની ચૂકવણીમાં બેઝીક સેલેરીનાં 10% ઘટાડ્યાં બાદ બાકી રકમ = 15000-4000 રૂપિયા= 11000 રૂપિયા.
બેઝીક સેલેરીનાં 50%= 20000 રૂપિયાં
આ ફોર્મૂલાથી HRA 11000 રૂપિયા થશે અને બાકી પર ટેક્સ આપવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.