બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / civil war like situation in pakistan after attack on imran khan

BIG NEWS / ઈમરાન ખાન પર હુમલા બાદ પાકિસ્તાનમાં ભારેલો અગ્નિ: ગૃહયુદ્ધ જેવી હાલત થાય તો સેનાને સોંપાશે કમાન

Published By: Parth

Last Updated: 07:49 AM, 4 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં ઈમરાન ખાન પર હુમલા બાદ પરિસ્થિતિ વધુ બગડી, શરીફ સરકારનું ટેન્શન વધ્યું

  • પાકિસ્તાનમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર 
  • ઈમરાન ખાન પર જીવલેણ હુમલા બાદ સમર્થકો ભડક્યાં 
  • ગૃહયુદ્ધ જેવી હાલત થાય તો સેનાને સોંપાશે કમાન 

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર કરવામાં આવેલ હુમલા મામલે સમગ્ર દેશમાં પરિસ્થિતિ ભયંકર થઈ ગઈ છે. હજુ પરિસ્થિતિ ગૃહયુદ્ધ જેવી થઈ જાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.  

ઈમરાન ખાન પાકિસ્તાનની હાલની સરકાર તથા સેના બંને પર આકરા પ્રહારો કરી રહ્યા છે, તેમની સરકાર પાડવામાં આવી ત્યારથી જ તેઓ આક્રમક થઈ ગયા છે ત્યારે ગઇકાલે એક સભા દરમિયાન તેમના પર ફાયરિંગ કરીને હુમલો કરવામાં આવ્યો જેમાં ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. 

હવે આગળ શું? 
ઈમરાન ખાન પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા પોતાના માટે માહોલ તૈયાર કરવા માટે સતત આ પ્રકારની જનસભા કરી રહ્યા હતા પણ બાદમાં તેમના પર ચૂંટણી લડવા પર જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો જે બાદ પરિસ્થિતિ વધારે બગડી અને હવે આ પ્રકારે હુમલા બાદ તો પરિસ્થિતિ સરકારના હાથમાંથી નીકળતી હોય તેવું દેખાઈ રહ્યું છે. સૌથી મોટી આશંકા એ છે કે શું શાહબાઝ શરીફની સરકાર આ બગડતી પરિસ્થિતિને સંભાળી શકશે કે નહીં? 

શું સેનાને સોંપાશે કમાન? 
વર્તમાન પરિસ્થિતિને જોતાં એવું પણ બની શકે છે કે દેશની સત્તા સેના પોતાના હાથમાં લઈ લે. પાકિસ્તાનમાં માર્શલ લૉ લગાવવા જેવા ઉપાય અપનાવી શકાય છે કે અને થોડા સમય માટે સેના ફરીથી દેશ પર રાજ કરતી થઈ જશે.  

સંકળાયેલા મુદ્દાઓ

Civil War Imran khan pakistan ઈમરાન ખાન પાકિસ્તાન pakistan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ