ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
મહત્વનું છે કે કેન્દ્ર સરકારે ગઈ કાલે રાતે સત્તાવાર જાહેરાત કરીને ચીનની 59 જેટલી ઍપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેના બાદ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિઝિયાને કહ્યું કે તેમનો દેશ ભારતના આ પગલાથી ઘણો ચિંતિત છે અને તેમના આ પગલાંને વખોડે છે. તેઓ હાલની આ સ્થિતિની પુષ્ટિ કરી રહ્યાં છે અને તેના વિશે તાગ મેળવી રહ્યાં છે. આ જાણકારી ન્યૂઝ એજન્સી ANIએ મંગળવારે ટ્વિટ દ્વારા આપી છે.
ADVERTISEMENT
China is strongly concerned, verifying the situation: Chinese Foreign Ministry spokesperson Zhao Lijian on India banning Chinese apps (file pic) pic.twitter.com/XUbeZpSl6i
— ANI (@ANI) June 30, 2020
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે સરકારે ચીનને તગડો ઝટકો આપતા સોમવારે 59 ચીની ઍપ્સ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. જે ઍપ્સને બૅન કરાઈ છે તેમાં Tik Tok, UC Browser, WeChat, ShareIt અને Cam Scanner જેવી લોકપ્રિય ઍપ્સ પણ શામેલ છે.
સરકારે સોમવારે કરેલી જાહેરાતમાં લખ્યું હતું કે ઉપલબ્ધ સૂચનાના આધારે આ ઍપ્સ એ ગતિવિધિઓમાં લાગેલી છે જેનાથી ભારતની સંપ્રભુતા, અખંડતા, સુરક્ષા, રાજ્યની સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા માટે ખતરનાક છે.
ADVERTISEMENT
ભારતમાં ચીન ઍપ બૅન કરાયા બાદ ચીની કંપનીઓ તરફથી પ્રતિક્રિયા આવી રહી છે. ટિક ટૉકએ પોતાની સ્પષ્ટતા કહ્યું કે અમે કોઈ પણ પ્રકારના ડેટા ચીન સાથે શેર નથી કરતા. TikTok ઈન્ડિયાના પ્રમુખે કહ્યું કે અમે સંબંધિત સરકારી સ્ટેકહોલ્ડર્સ (હિતધારક)ની સાથે મળીને જવાબ આપવાની અને સ્પષ્ટીકરણ આપવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે ટિકટૉક ચીનની સરકાર સાથે કોઈ પણ પ્રકારે જાણકારી શૅર નથી કરતું.
— TikTok India (@TikTok_IN) June 30, 2020
ADVERTISEMENT
સરકાર તરફથી 59 ચીની ઍપને બંધ કરવાના આદેશ બાદ ગૂગલ અને ઍપલે પોતાના સ્ટોરથી આ ઍપ હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. TikTok ને ગૂગલ પ્લે સ્ટોર અને ઍપ સ્ટોરથી હટાવી દેવામાં આવી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ