ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ઉડતાની સાથે જ 85 સેકન્ડમાં ચીનનું માર્ચ 7A રોકેટ બ્લાસ્ટ, દ્રશ્યો ચોંકાવનારા

Video / ઉડતાની સાથે જ 85 સેકન્ડમાં ચીનનું માર્ચ 7A રોકેટ બ્લાસ્ટ, દ્રશ્યો ચોંકાવનારા

Published By: Pravin Joshi

Last Updated: 09:48 PM, 11 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનનું લોંગ માર્ચ 7A રોકેટ લોન્ચિંગના માત્ર 85 સેકન્ડમાં જ નષ્ટ થઈને ફેલ થઈ ગયું છે. આ રોકેટ સાથે મોકલવામાં આવેલો ChinaSat-4B સેટેલાઇટ પણ નાશ પામ્યો છે, જેનાથી ચીનના સ્પેસ મિશનને મોટો આંચકો લાગ્યો છે.

ADVERTISEMENT

ચીનનું 'લોંગ માર્ચ 7A' (Long March 7A) રોકેટ સોમવારે લોન્ચિંગની ગણતરીની સેકન્ડોમાં જ નિષ્ફળ ગયું હતું. ચીનના હેનાન પ્રાંતના વેનચાંગ સ્પેસ લોન્ચ સાઈટ પરથી રાત્રે 8:02 વાગ્યે આ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગની માત્ર 85 સેકન્ડ પછી રોકેટમાં તકનીકી ખામી સર્જાઈ હતી અને તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું. આ રોકેટ સાથે મોકલવામાં આવી રહેલો ChinaSat-4B સેટેલાઇટ પણ ભ્રમણકક્ષામાં પહોંચે તે પહેલાં જ નાશ પામ્યો હતો. ચીને આ ઘટના પાછળના સાચા કારણો જાણવા તપાસ શરૂ કરી દીધી છે.

ઘટના અને રોકેટની વિગતો

લોન્ચિંગના સામે આવેલા વિડીયોમાં જોવા મળ્યું હતું કે રોકેટ ઓછી ઊંચાઈ પર જ નષ્ટ થઈ ગયું હતું. માર્ચ 2020 માં તેની પ્રથમ ઉડાન નિષ્ફળ ગયા બાદ, લોંગ માર્ચ 7A ની આ બીજી નિષ્ફળતા છે. પ્રથમ નિષ્ફળતા બાદ આ રોકેટે એક ડઝનથી વધુ સફળ મિશન પૂરા કર્યા હતા. લોંગ માર્ચ 7A નો ઉપયોગ મુખ્યત્વે વધુ ઊંચાઈ ધરાવતી ભ્રમણકક્ષા (ઓર્બિટ) માં કોમ્યુનિકેશન સેટેલાઈટ મોકલવા માટે થાય છે.

ChinaSat-4B સેટેલાઇટનું કામ

ChinaSat-4B એ ChinaSat-4 સિરીઝનો સેટેલાઇટ છે. આ સિરીઝનો ChinaSat-4A વર્ષ 2024 માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રકારના સેટેલાઇટનો ઉપયોગ અવાજ, ડેટા, રેડિયો અને ટીવી જેવી સંચાર સેવાઓ પહોંચાડવા માટે થાય છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં જમીન પર નેટવર્ક પહોંચાડવું મુશ્કેલ હોય. જોકે ChinaSat-4B ના ચોક્કસ હેતુઓ અંગે ચીને તમામ વિગતો જાહેર કરી નહોતી.

ભવિષ્યના મિશન પર અસર

આ નિષ્ફળતાની તપાસ બાદ જ ખબર પડશે કે ખામી રોકેટમાં હતી, તેના સ્પેરપાર્ટ્સમાં, બનાવટમાં કે પછી લોન્ચ સાઈટથી જોડાયેલી હતી. જોકે, નિષ્ણાતોના મતે આનાથી ચીનના લો-અર્થ ઓર્બિટ વાળા અન્ય મિશનો પર ખાસ અસર પડશે નહીં.

આ પણ વાંચોઃ અમદાવાદ સહિત ગુજરાતમાં સોનાના ભાવમાં ફેરફાર! જાણો આજે શું છે 22K-24K ગોલ્ડનો ભાવ ?

Chang'e-7 મિશન સુરક્ષિત

ચીન હાલમાં તેના 'Chang'e-7' ચંદ્ર મિશનની તૈયારી કરી રહ્યું છે, જેને 2026 ના બીજા છિમાસિક ગાળામાં લોન્ચ કરવાનું આયોજન છે. આ મિશનનો હેતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર બરફ સ્વરૂપે રહેલા પાણીની શોધ કરવાનો છે. Chang'e-7 માટે 'લોંગ માર્ચ 5' રોકેટનો ઉપયોગ થવાનો છે, જે લોંગ માર્ચ 7A થી સાવ અલગ છે. તેથી આ નિષ્ફળતાની અસર Chang'e-7 મિશન પર પડે તેવી શક્યતા નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SpaceMission ChinaSpace LongMarch7A

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ