ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / China developed most powerful surveillance camera
ADVERTISEMENT
ADVERTISEMENT
ટાર્ગેટ ચીન દ્વારા તૈયાર કરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ઇન્ટેલિજન્સ કેમેરા 500 મેગા પિક્સલનો છે. આ ગુપ્તચર કેમેરા ભવિષ્યમાં રીયલ ટાઇમ ટ્રેકિંગ સિસ્ટમ અને ફેસિયલ રેકગ્નિશન ટેક્નોલોજીથી પણ સજ્જ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે, આ શક્તિશાળી ગુપ્તચર કેમેરા ભવિષ્યમાં ચીનની સેના, પોલીસ અને અન્ય સુરક્ષાદળો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.
અંતરિક્ષ કેમેરા જેટલો જ શક્તિશાળી છે આ સ્પાય કેમેરા
ADVERTISEMENT
500 મેગા પિક્સલવાળો આ કેમેરા એ કેમેરા જેટલો જ શક્તિશાળી છે, જેની મદદથી અવકાશમાં દૂરની આકાશગંગાઓનું નિરીક્ષણ કરવાનમાં આવે છે. બ્રિટિશ મીડિયા સંસ્થા 'ધ સન'ના અહેવાલ મુજબ આ કેમેરા માણસની આંખ કરતા પાંચ ગણો વધારે શક્તિશાળી છે. આ સર્વેલન્સ કેમેરાને ફૂદાન યુનિવર્સિટી અને ચંગચૂન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑપ્ટિક્સના વૈજ્ઞાનિકોએ ડિઝાઇન કર્યો છે.
ADVERTISEMENT
ચીનમાં દર 12 નાગરિક પર 24 કલાક નજર રાખે છે એક કેમેરા
સૌથી શક્તિશાળી સ્પાય કેમેરા બનાવનારા વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ કેમેરા હજારો લોકોની ભીડમાંથી પણ એક ટાર્ગેટ વ્યક્તિનો ફોટોગ્રાફ લેવામાં સક્ષમ છે. આનો અર્થ એ કે તે પહેલાથી અસ્તિત્વમાં રહેલી ચાઈનીઝ સર્વેલન્સ સિસ્ટમ માટે ઉપયોગી સાધન સાબિત થઈ શકે છે. ચીનમાં જાહેર સ્થળો પર પહેલેથી જ સર્વેલન્સ માટે 170 મિલિયન (17 કરોડ)થી પણ વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા ચીનના નાગરિકો પર 24 કલાક નજર રાખે છે. ચીનની વસ્તી અનુસાર, દર 12 વ્યક્તિ પર એક ઇન્ટેલિજન્સ કેમેરો મૂકવામાં આવ્યો છે.
ADVERTISEMENT
શાતિર અપરાધીની ચાલ જોઈને જ ઓળખી જાય છે આ સર્વેલન્સ સિસ્ટમ
સીસીટીવી સર્વેલન્સ પછી ચીન હવે પોતાના નાગરિકો પર નજર રાખવા માટે અન્ય કેટલીય ટેક્નિકના ઉપયોગ પર કામ કરી રહ્યું છે. આ શ્રેણીમાં ગયા વર્ષે ચીને નાગરિકોની ઓળખને ચકાસવા માટે એક નવું સર્વેલન્સ ટૂલ ગેટ રેકગ્નિશન તૈયાર કર્યું છે. આ ટૂલ એટલું અસરકારક છે કે, તે શાતિરમાં શાતિર અપરાધીની ચાલ જોઈને જ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દે છે. તેને છેતરવું લગભગ અશક્ય છે.
ADVERTISEMENT
આ ટેક્નિક એ સમગ્ર ચીનનાં નાગરિકો પર બાજનજર રાખવાની એક હાઇટેક પદ્ધતિ છે. તેને જાસૂસી માટે તૈયાર કરવામાં આવેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) પણ કહી શકાય. આ ગેટ ટેક્નિક 165 ફુટના અંતરથી પણ કોઈ વ્યક્તિને ઓળખવામાં સક્ષમ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો