ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતીઓને લઇ CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આપ્યો મુખ્ય સચિવને આ આદેશ

સૂચના / કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતીઓને લઇ CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આપ્યો મુખ્ય સચિવને આ આદેશ

Last Updated: 04:17 PM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓની કિર્ગિસ્તાનમાં સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા મુખ્ય સચિવ શ્રી રાજકુમારને વિદેશ મંત્રાલય સાથે પરામર્શ કરવા સુચના આપી

ADVERTISEMENT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓની કિર્ગિસ્તાનમાં સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા મુખ્ય સચિવ શ્રી રાજકુમારને વિદેશ મંત્રાલય સાથે પરામર્શ કરવા સુચના આપી છે. કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની વધી રહેલી ઘટનાને પગલે ગુજરાતના સુરત શહેર-જિલ્લાના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓના માતા-પિતાએ તેમના સંતાનોની સુરક્ષા-સલામતી માટે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં મુખ્ય સચિવ રાજકુમારને કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય સંકલન સાધવા જણાવ્યું છે. .

ભારતના ૧૭ હજાર જેટલા વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં ભણે છે

મુખ્ય સચિવ રાજકુમારે ભારત સરકારના વિદેશ મંત્રાલય અને કિર્ગિસ્તાનના રાજદૂતાવાસનો સંપર્ક કરીને આ વિદ્યાર્થીઓને સલામત વતન પરત લાવવાની વ્યવસ્થાઓની વિગતો મેળવી હતી.આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, કિર્ગિસ્તાનમાં મેડિકલ અને અન્ય ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત સહિત ભારતના ૧૭ હજાર જેટલા વિદ્યાર્થીઓ વસેલા છે.

બે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા

કિર્ગિસ્તાનમાં સ્થિત ભારતીય રાજદૂતાવાસ ત્યાંની યુનિવર્સિટીઝ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે તેઓ સતત સંપર્કમાં છે અને ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા તેમને જણાવાયું છે.એટલું જ નહીં, કિર્ગિસ્તાનમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ રાજદૂતાવાસનાં સંપર્કમાં રહીને તેમની વિગતો આપી શકે તે માટે બે હેલ્પલાઈન નંબર ૦૫૫૭૧૦૦૪૧ અને ૦૫૫૦૦૫૫૩૮ પણ ૨૪x7 કાર્યરત કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓના પરિવારોને વિનંતી કરવામાં આવી છે કે, કેટલાક તત્વો દ્વારા હુમલાઓ અંગે ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપે.

આ પણ વાંચોઃ કિર્ગિસ્તાનમાં ગુજરાતના 500થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા, ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર સાથે આપી જરૂરી સલાહ

એરલાઇન્સ ઓપરેશન્સ કાર્યરત

ત્યાંની પ્રવર્તમાન સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસીસ શરૂ થયા છે. એટલું જ નહીં, શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાના આરે હોવાથી વિદ્યાર્થીઓને વતન પરત આવવા એરલાઇન્સ ઓપરેશન્સ પણ કાર્યરત છે. રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી અને સુરક્ષા માટે ધ્યાન કેન્દ્રિત કરેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વહીવટી તંત્ર આ વિદ્યાર્થીઓની સલામતી માટે સંકલન કરી રહ્યું હોવાનું મુખ્ય સચિવે જણાવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Helpline Number kyrgyzstan Students
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ