બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Cheteshwar Pujara scored a brilliant double century in the Ranji Trophy match

સ્પોર્ટસ / સ્ટાર ગુજરાતી પ્લેયર ફૂલ ફૉર્મમાં: ડબલ સેન્ચુરી સાથે તોડી નાંખ્યા રેકોર્ડ્સ, ઈંગ્લેન્ડ સીરિઝ પહેલા કર્યો કમાલ

Priyakant

Last Updated: 03:30 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cheteshwar Pujara Latest News: આ શાનદાર ઇનિંગના આધારે સૌરાષ્ટ્રે તેનો પ્રથમ દાવ 578/4 રનના સ્કોર પર ડિકલેર કર્યો હતો, આ ખેલાડીએ રણજી ટ્રોફી મેચમાં શાનદાર બેવડી સદી ફટકારી

  • ઝારખંડ સામે રાજકોટમાં રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચ
  • ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફી મેચમાં ફટકારી શાનદાર બેવડી સદી 
  • સૌરાષ્ટ્ર તરફથી રમતા પૂજારાએ પ્રથમ દાવમાં અણનમ 243 રન બનાવ્યા

Cheteshwar Pujara : હાલમાં સ્ટાર ગુજરાતી પ્લેયર ફૂલ ફૉર્મમાં હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ટીમ ઈન્ડિયાનો અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા છેલ્લા કેટલાક સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. પૂજારાએ ભારત માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી હતી. પુજારા ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ મેચમાં 41 રન બનાવી શક્યો હતો. આ પછી પૂજારાને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ આંચકા છતાં ચેતેશ્વર પૂજારાએ હાર માની નથી અને તે ઘરેલુ ક્રિકેટમાં ઘણા રન બનાવી રહ્યો છે.

હવે પુજારાએ ઝારખંડ સામે રાજકોટમાં રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચમાં શાનદાર બેવડી સદી ફટકારી છે. સૌરાષ્ટ્ર તરફથી રમતા પૂજારાએ પ્રથમ દાવમાં અણનમ 243 રન બનાવ્યા હતા. આ દરમિયાન પૂજારાએ 356 બોલનો સામનો કર્યો અને 30 ફોર ફટકારી હતી. ચેતેશ્વર પુજારાની આ શાનદાર ઇનિંગના આધારે સૌરાષ્ટ્રે તેનો પ્રથમ દાવ 578/4 રનના સ્કોર પર ડિકલેર કર્યો હતો. ઝારખંડે તેની પ્રથમ ઇનિંગમાં 142 રન બનાવ્યા હતા, એટલે કે સૌરાષ્ટ્રને 436 રનની મોટી લીડ મળી છે.

લક્ષ્મણને પણ પૂજારાએ પાછળ છોડી દીધો 
પૂજારાએ આ ઇનિંગ દરમિયાન કેટલાક મોટા રેકોર્ડ બનાવ્યા. પુજારા હવે ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ચોથો ખેલાડી બની ગયો છે. પૂજારાએ VVS લક્ષ્મણને પાછળ છોડી દીધો, જેમણે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 19730 રન બનાવ્યા હતા. સુનીલ ગાવસ્કર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. સુનીલ ગાવસ્કરે 348 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 51.46ની એવરેજથી 25834 રન બનાવ્યા, જેમાં 81 સદી અને 105 અડધી સદી સામેલ છે. જ્યારે સચિને 310 ફર્સ્ટ ક્લાસ મેચ રમી અને 57.84ની એવરેજથી 25396 રન બનાવ્યા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સચિનના નામે 81 સદી અને 116 અડધી સદી નોંધાયેલી છે. આ મામલે રાહુલ દ્રવિડ 23794 રન સાથે ત્રીજા સ્થાને છે.

ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની 17મી બેવડી સદી 
પૂજારાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની આ 17મી બેવડી સદી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારવાના મામલે પૂજારા ઇંગ્લેન્ડના હર્બર્ટ સટક્લિફ અને માર્ક રામપ્રકાશ સાથે સંયુક્ત રીતે ચોથા ક્રમે છે.  સર ડોનાલ્ડ બ્રેડમેન 37 બેવડી સદી સાથે આ મામલે ટોચ પર છે. તેના પછી ઈંગ્લેન્ડના વોલી હેમન્ડનો નંબર આવે છે, જેણે 36 બેવડી સદી ફટકારી હતી. જ્યારે ઈલિયાસ હેનરી હેન્ડ્રેન 22 બેવડી સદી સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે.

વાંચો વધુ: મારે એને નહીં, ધોનીએ મને પૈસા આપવાના બાકી છે: 15 કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં માહીના મિત્રએ સામે આરોપ લગાવ્યા

કઈંક આવો છે પૂજારાનો રેકોર્ડ 
પૂજારાએ અત્યાર સુધી 258 ફર્સ્ટ ક્લાસ મેચમાં 19812 રન બનાવ્યા છે. પૂજારાએ આ દરમિયાન 61 સદી અને 77 અડધી સદી ફટકારી છે. પૂજારાની ટેસ્ટ કારકિર્દી ઘણી શાનદાર રહી છે. 35 વર્ષીય પૂજારાએ અત્યાર સુધી 103 ટેસ્ટ મેચમાં 43.60ની એવરેજથી 7195 રન બનાવ્યા છે. પૂજારાએ સદી ફટકારીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય ટીમે 25 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આવી સ્થિતિમાં એ જોવાનું રહેશે કે પસંદગીકારો પુજારને બીજી તક આપે છે કે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ