બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Dhoni owes me money: In the 15 crore rupees fraud case, Mahi's friend made allegations against him

સ્પોર્ટ્સ / મારે એને નહીં, ધોનીએ મને પૈસા આપવાના બાકી છે: 15 કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં માહીના મિત્રએ સામે આરોપ લગાવ્યા

Megha

Last Updated: 02:46 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેન્દ્ર સિંહ ધોનીએ હાલમાં જ મિહિર દિવાકર અને સૌમ્યા બિસ્વાસ પર 15 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો, હવે મિહિરે તેના પર લાગેલા આરોપોનો જવાબ આપ્યો છે.

  • ધોનીએ તેના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. 
  • મિહિર દિવાકરે  તેના પર લાગેલા આરોપોનો જવાબ આપ્યો છે. 
  • તેને બિઝનેસમાં નુકસાન પહોંચાડવા અને બદનામ કરવા માટે કરવામાં આવ્યું 

મહેન્દ્ર સિંહ ધોનીએ તેના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો અને હવે મિહિરે તેના પર લાગેલા આરોપોનો જવાબ આપ્યો છે. તેણે મીડિયાને પત્ર લખીને પોતાને નિર્દોષ જાહેર કર્યો છે. મિહિરે કહ્યું કે આ બધું તેને બદનામ કરવા અને બિઝનેસમાં નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવ્યું છે. એવું પણ લખવામાં આવ્યું છે કે તેના પર ધોનીનું કોઈ દેવું નથી પણ ધોનીએ એમને પૈસા આપવાના છે જે અર્કા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટમાંથી કમાયા છે. 

IPL જ નહીં આ સેક્ટર્સમાંથી પણ ખૂબ પૈસા કમાય છે ધોની: હોટલથી લઈને આકાશ સુધી  ફેલાયેલો છે બિઝનેસ, નેટવર્થ અબજોમાં | MS Dhoni business tycoon spread from  hotel to ...

જણાવી દઈએ કે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને વિકેટ-કીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ હાલમાં જ આર્કા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સૌમ્યા બિસ્વાસ પર 15 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. તેણે રાંચીના પોલીસ સ્ટેશનમાં ફોજદારી કેસ દાખલ કર્યો છે. મિહિર દિવાકર ધોનીનો નજીકનો મિત્ર રહ્યો છે અને તે ભૂતપૂર્વ અંડર-19 ખેલાડી પણ છે.

આ કેસમાં મિહિરે હવે તેના પર લાગેલા આરોપોનો જવાબ આપ્યો છે અને આ આરોપો પાછળ ધોનીનું ષડયંત્ર જણાવ્યું છે. એક અહેવાલ મુજબ મિહિરે પત્ર લખીને આ મામલે સ્પષ્ટતા આપતા કહ્યું કે આ બધું તેને બિઝનેસમાં નુકસાન પહોંચાડવા અને બદનામ કરવા માટે કરવામાં આવ્યું છે. તેણે સખત મહેનતથી એકેડમીનો વિસ્તાર કર્યો, જે ધોનીએ ખટકવા લાગ્યું હતું ધોની એક મોટું નામ હોવાને કારણે લોકો તેનો બિઝનેસ અને સામાજિક દરજ્જો બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Veteran cricketer Mahendra Singh Dhoni filed a case against Mihir Diwakar and Soumya Vishwas of Arka Sports and Management...

આ સિવાય મિહિર દિવાકરનું કહેવું છે કે તેના પર લાગેલા તમામ આરોપો ખોટા છે. તેણે દાવો કર્યો કે એમએસ ધોની અને તેની ટીમે તેની વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે. ધોની આનો કોઈ જવાબ નથી આપી રહ્યો. તેમનો આરોપ છે કે ધોની અને તેની ટીમે તેમની સાથે ગંભીર અન્યાય કર્યો છે, જે અપરાધની શ્રેણીમાં આવે છે. દિવાકરે મીડિયાને અપીલ કરી છે કે તેઓ અને તેમની પત્નીને ખોટા આરોપોથી હેરાન ન કરે. 

વધુ વાંચો: ધોનીએ પીધો હુક્કો? VIDEO વાયરલ થતાં લોકો ચોંકયા, કહ્યું માહી હવે પહેલા જેવો નથી રહ્યો

શું હતો મામલો? 
એક દિવસ પહેલા મિહિર દિવાકર અને સૌમ્યા વિશ્વાસ વિરુદ્ધ રાંચી કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં 15 કરોડની છેતરપિંડીનો ઉલ્લેખ છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મિહિર દિવાકરે વિશ્વભરમાં ક્રિકેટ એકેડમી ખોલવા માટે વર્ષ 2017માં મહેન્દ્ર સિંહ ધોની સાથે કરાર કર્યો હતો. પરંતુ દિવાકરે કરારમાં કરેલી શરતોનું પાલન કર્યું ન હતું. ધોનીના વકીલ દયાનંદ સિંહે કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2021ના રોજ અર્કા સ્પોર્ટ્સમાંથી ઓથોરાઈઝેશન લેટર પાછો ખેંચી લીધો હતો. ધોની દ્વારા તેને ઘણી કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ તે પછી પણ કોઈ ફાયદો થયો ન હતો. વકીલ દયાનંદના જણાવ્યા અનુસાર, અર્કા સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા મિહિર દિવાકર અને સૌમ્યાએ તેની સાથે છેતરપિંડી કરી છે અને તેના કારણે તેને 15 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ