બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / WATCH: MS Dhoni seen smoking hookah, viral video sets the internet on fire

MS Dhoni Video / ધોનીએ પીધો હુક્કો? VIDEO વાયરલ થતાં લોકો ચોંકયા, કહ્યું માહી હવે પહેલા જેવો નથી રહ્યો

Megha

Last Updated: 12:51 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના એક વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. વીડિયોમાં ધોની પાર્ટી દરમિયાન હુક્કો પીતા જોવા મળી રહ્યા છે.

  • એમએસ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 
  • વીડિયોમાં ધોની પાર્ટી દરમિયાન હુક્કો પીતા જોવા મળી રહ્યા છે. 
  • વીડિયો જોયા બાદ કેટલાક ફેન્સ ધોનીને ટ્રોલ કરવા લાગ્યા છે. 

પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ કોઈને કોઈ કારણોસર સમાચારમાં બનેલ રહે છે. દરેક લોકો જાણવા માંગે છે ધોનીના જીવનમાં શું ચાલી રહ્યું છે. ધોનીની માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેન ફોલોઈંગ છે. જોકે માહી સોશિયલ મીડિયા અને લાઈમલાઈટથી દૂર રહે છે, પરંતુ ક્યારેક તેનો કોઈ ફોટો કે વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થાય છે તો તે જંગલની આગની જેમ ફેલાઈ જાય છે. 

એવામાં હાલ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના એક વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. વાસ્તવમાં, આ વીડિયોમાં ધોની પાર્ટી દરમિયાન હુક્કો પીતા જોવા મળી રહ્યા છે. આટલું જ નહીં, આ દરમિયાન માહીએ એમના હાથમાં હુક્કો પકડ્યો છે અને ધુમાડો બહાર ઉડાવી રહ્યા છે. 

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન ધોનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ જોયા પછી ચાહકો હવે માહીને સવાલો પૂછી રહ્યા છે. વાયરલ વીડિયોમાં ધોની તેના લાંબા વાળના લુક સાથે સૂટમાં જોઈ શકાય છે. સાથે જ માહી હુક્કો પીતા જોઈ શકાય છે. આ વીડિયો જોયા બાદ કેટલાક ફેન્સ ધોનીને ટ્રોલ કરવા લાગ્યા છે.

ચાહકો આ વાયરલ વીડિયો પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને 'કેપ્ટન કૂલ'ની ટીકા કરી રહ્યા છે, ત્યારે ઘણા ચાહકો આ વીડિયોને લઈને ધોનીના સમર્થનમાં પણ જોવા મળી રહ્યા છે. આ વિડીયો હાલ વાયરલ થયો છે જો કે આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો તે જાણી શકાયું નથી. અને એમે આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતાં નથી. 

આ વીડિયો પર ધોનીના ઘણા ફેન્સનું કહેવું છે કે વીડિયોમાં જે વ્યક્તિ હુક્કા પીતા જોવા મળે છે તે ધોની નથી. તો કેટલાક ચાહકોનું માનવું છે કે જો ધોની વીડિયોમાં હોય તો પણ તે કોઈપણ પ્રકારના નશાની જાહેરાત નથી કરી રહ્યો, તે તેના અંગત જીવનનો એક ભાગ છે, જેને આટલી ગંભીરતાથી ન લેવો જોઈએ. કેટલાક ચાહકો તો એવું પણ કહે છે કે આ વીડિયો એટલા માટે બનાવવામાં આવ્યો છે કે જેથી ધોનીની ક્લીન ઈમેજને કલંકિત કરી શકાય.

વધુ વાંચો: ફ્લોપ શુભમન ગિલની જગ્યા લેવા તૈયાર છે સ્ટાર ગુજરાતી પ્લેયર! ફરી ફટકારી સેન્ચુરી

નોંધનીય છે કે ગત વર્ષે એક વાતચીતમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન જ્યોર્જ બેઈલીએ કહ્યું હતું કે ધોની યુવા ખેલાડીઓ સાથે બોન્ડ બનાવવા માટે હુક્કા સેશન કરે છે. જ્યોર્જ બેઈલી 2009 અને 2012માં માહીની કપ્તાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આઈપીએલનો ભાગ રહ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ