બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / Star Gujarati player Cheteshwar Pujara is ready to replace flop Shubman Gill! Scored a century again

ટેસ્ટ ક્રિકેટ / ફ્લોપ શુભમન ગિલની જગ્યા લેવા તૈયાર છે સ્ટાર ગુજરાતી પ્લેયર! ફરી ફટકારી સેન્ચુરી

Megha

Last Updated: 09:16 AM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણજી ટ્રોફી 2024માં સૌરાષ્ટ્ર ટીમ તરફથી રમતી વખતે આ ગુજરાતી ખેલાડીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીની 61મી સદી ફટકારી, તો ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી રમતા 19 વખત સદી ફટકારી છે.

  • ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રણજી ટ્રોફી શરૂ થઈ ગઈ છે. 
  • સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ તરફથી રમતી વખતે ચેતેશ્વર પૂજારાએ અદભૂત ઇનિંગ રમી. 
  • ટેસ્ટ ટીમમાં તેના સ્થાને આવેલ શુભમન ગિલ સતત ફ્લોપ થઈ રહ્યો છે. 

ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ એટલે કે રણજી ટ્રોફી શરૂ થઈ ગઈ છે, આ ટૂર્નામેન્ટ દ્વારા ચેતેશ્વર પૂજારા, રહાણે અને શૉ જેવા ખેલાડીઓ જોરદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા ઈચ્છશે. પૂજારાએ પણ કંઈક આવું જ કરવાનું શરૂ કરતાં તેના બેટથી ધૂમ મચાવી છે. 

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીની કારકિર્દીની 61મી સદી ફટકારી 
રણજી ટ્રોફી 2024માં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ તરફથી રમતી વખતે ચેતેશ્વર પૂજારાએ અદભૂત ઇનિંગ રમી હતી અને તેની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીની 61મી સદી ફટકારી હતી. તો ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી રમતા તેણે 19 વખત સદી ફટકારી છે. પૂજારાએ આ સદી ઝારખંડ ક્રિકેટ ટીમ સામે ફટકારી છે. ઝારખંડની ટીમ પ્રથમ દાવમાં માત્ર 142 રન બનાવી શકી હતી. જવાબમાં સૌરાષ્ટ્રની ટીમને સારી શરૂઆત મળી હતી. 

તેના સ્થાને આવેલ શુભમન ગિલ સતત ફ્લોપ થઈ રહ્યો છે
નોંધીનીય છે કે પૂજારા હાલમાં ભારતીય ટેસ્ટ ટીમની બહાર છે. આવી સ્થિતિમાં તેની આ ઇનિંગ ઘણી ખાસ છે. કારણ કે ભારતીય ટીમમાં તેના સ્થાને આવેલ શુભમન ગિલ સતત ફ્લોપ થઈ રહ્યો છે. એવામાં ભારતીય ટીમમાંથી બહાર રહેલા અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ફરી એકવાર સિલેક્ટર્સને બેટથી જવાબ આપ્યો છે કારણ કે આ ખેલાડીને સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નહતું. જો કે આવું જ પ્રદર્શન રહ્યું તો ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં ગિલની જગ્યા પર ફરી પૂજારાને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. 

કઇંક આવી રહી છે પૂજારાની ડોમેસ્ટિક ક્રિકેટ ટેસ્ટ કારકિર્દી 
પુજારા સૌરાષ્ટ્ર માટે ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને 162 બોલનો સામનો કરીને પોતાની સદી પૂરી કરી હતી. સૌરાષ્ટ્રના આ બેટ્સમેને અત્યાર સુધીમાં 258 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. તેની 426 ઇનિંગ્સમાં તેણે 50થી વધુની શાનદાર એવરેજ સાથે રન બનાવ્યા છે. તેના બેટથી અત્યાર સુધીમાં 19,500થી વધુ રન બનાવ્યા છે. પૂજારાએ અત્યાર સુધીમાં 61 સદી અને 77 અડધી સદી ફટકારી છે. તે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં પણ 44 વખત અણનમ રહ્યો છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 352 રન રહ્યો છે.

કેવી રહી પુજારાની ટેસ્ટ કારકિર્દી? 
પૂજારાએ પોતાની પ્રથમ ટેસ્ટ મેચ 2010માં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સામે રમી હતી. તેણે અત્યાર સુધીમાં 103 મેચ રમી છે. તેણે પોતાની 176 ઇનિંગ્સમાં 7,195 રન બનાવ્યા છે. આ ખેલાડીની સરેરાશ 43.61 છે અને તેણે 19 સદી અને 3 બેવડી સદી ફટકારી છે તો પોતાના બેટથી 35 અડધી સદી પણ ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 206 રન રહ્યો છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ 7 જૂન, 2023ના રોજ રમી હતી.

ચેતેશ્વર પૂજારાને ટીમ ઈન્ડિયામાંથી ક્યારે બહાર કરવામાં આવ્યો? 
ટીમ ઈન્ડિયામાંથી અચાનક આઉટ થઈ ગયેલા ચેતેશ્વર પુજારાએ વર્ષ 2023માં ટીમ ઈન્ડિયાએ બીજી WTC ફાઈનલ રમી હતી, જેમાં રોહિતની ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. આ જ મેચમાં પૂજારા સહિત અન્ય બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા, પરંતુ માત્ર પૂજારાને જ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તે ટીમ ઈન્ડિયા સાથે તેની છેલ્લી મેચ હતી.

વધુ વાંચો: હાર્દિક અને સૂર્યા ઘાયલ, સ્વસ્થ નહીં થાય તો કોણ કરશે T20માં ટીમની કેપ્ટનશીપ? કોનું પલડું ભારે?

શુભમન ગિલ ફ્લોપ રહ્યો છે 
ચેતેશ્વર પુજારા ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ તેના સ્થાને ત્રીજા નંબર પર શુભમન ગિલને તક આપવામાં આવી છે. ઓપનર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર ગિલે કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માને ત્રીજા નંબરે બેટિંગ કરવા કહ્યું હતું. ઓપનિંગમાં 2 સદી ફટકારનાર આ બેટ્સમેને છેલ્લી સાત ઇનિંગ્સમાં ત્રીજા નંબર પર રમતા 5 મેચની 8 ઇનિંગમાં માત્ર 166 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર રમતા શુભમન ગિલે 6, 10, 29 (અણનમ), 2, 26, 26 અને 10 રન બનાવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ