બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AFG Hardik and Surya injured, if not recovered, who will captain the team in T20

IND vs AFG / હાર્દિક અને સૂર્યા ઘાયલ, સ્વસ્થ નહીં થાય તો કોણ કરશે T20માં ટીમની કેપ્ટનશીપ? કોનું પલડું ભારે?

Megha

Last Updated: 08:27 AM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાન સામેની ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટનની પસંદગી એક મોટી સમસ્યા છે, હાર્દિક પંડ્યા અને સૂર્ય કુમાર યાદવ સંપૂર્ણ રીતે ફિટ નથી. તો હવે કોણ બનશે ટીમનો કેપ્ટન?

  • ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી20 સીરિઝ રમશે. 
  • અફઘાનિસ્તાન સામે ભારતીય ટીમનું નેતૃત્વ કોણ કરશે?
  • શું રોહિત શર્મા બનશે અફઘાનિસ્તાન સામેની ટી20 સિરીઝના કેપ્ટન? 

સાઉથ આફ્રિકા સામે ટી20, વનડે અને ટેસ્ટ સીરિઝ રમીને ટીમ ઈન્ડિયા હાલ ભારત પાછી ફરી છે. હવે ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી20 સીરિઝ રમશે અને એ બાદ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમશે. ભારત-અફઘાનિસ્તાન વચ્ચે ટી20 સીરિઝ 11 જાન્યુઆરીથી શરૂ થશે તો  ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ 25 જાન્યુઆરીથી રમવામાં આવશે. 

અફઘાનિસ્તાન સામે ભારતીય ટીમનું નેતૃત્વ કોણ કરશે?
હવે દરેક ક્રિકેટ ફેન્સના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે અફઘાનિસ્તાન સામે ભારતીય ટીમનું નેતૃત્વ કોણ કરશે? કારણ કે હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત છે. તેથી તે બંને અફઘાનિસ્તાન સામે રમે તેવી શક્યતા ઓછી છે. આ બંને ખેલાડીઓની ગેરહાજરીએ ટીમ સિલેક્ટર્સ માટે મૂંઝવણ ઊભી કરી છે. 

આગામી પાંચ મહિના ખૂબ જ મહત્વપૂર્ણ
સિલેક્ટર્સ માટે આગામી પાંચ મહિના ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ પણ રમવાનો છે. આવી સ્થિતિમાં હવે અફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની ટી20 કમાન કોને સોંપે એ નિર્ણય ખૂબ મહત્વનો છે. સિલેક્ટર્સ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કોઈ યુવા ખેલાડી ભારત પર દાવ લગાવે છે કે ફરી ટીમ ઈન્ડિયાના રેગ્યુલર કેપ્ટન રોહિત શર્માને કેપ્ટનશિપ સોંપે છે.  

શું રોહિત શર્મા બનશે ટી20 સિરીઝના કેપ્ટન? 
મળતી માહિતી મુજબ, આ નિર્ણય પસંદગીકારો માટે ખૂબ જ પડકારજનક સાબિત થવાનો છે, કારણ કે રોહિત શર્મા અને વિરાટ કોહલી પહેલા જ બોર્ડને કહી ચૂક્યા છે કે તેઓ T20 સીરિઝમાં હાજર રહેશે નહીં. બંને દિગ્ગજ બેટ્સમેનોએ 2022માં વર્લ્ડ કપ પછી એક પણ T20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી. જો રોહિત અફઘાનિસ્તાન સામે વાપસી કરશે તો ટીમ ઈન્ડિયા ચોક્કસપણે તેની કેપ્ટનશીપમાં રમશે પરંતુ રોહિતના પુનરાગમનની શક્યતાઓ નહિવત છે.

વધુ વાંચો: અટકળોનો અંત...! આ સ્ટાર ખેલાડી કરશે T20 વર્લ્ડકપમાં ભારતની કેપ્ટનશીપ, લાંબા સમય બાદ કરશે કમબેક

જો રોહિત શર્મા ટી20માં પાછા નહીં ફરે તો શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને શ્રેયસ ઐયરના નામ પર વિચાર કરવામાં આવી શકે છે. છેલ્લા T20 વર્લ્ડ કપ બાદથી હાર્દિક પંડ્યાએ મોટાભાગની મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે. T20 વર્લ્ડ કપ 2022 થી ભારતીય ટીમે કુલ 26 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન સિલેક્ટર્સ 3 વખત કેપ્ટન બદલ્યા.

T20 વર્લ્ડ કપ બાદ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જસપ્રીત બુમરાહને આયર્લેન્ડ પ્રવાસ પર કેપ્ટનશિપ આપવામાં આવી હતી. ત્યારપછી એશિયન ગેમ્સમાં ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન હતા, જ્યારે સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની સીરિઝ માટે કમાન સોંપવામાં આવી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ