બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / chennai super kings made big change ruturaj gaikwad will captain in place of mahendra singh dhoni in ipl 2024

BIG BREAKING / MS ધોનીએ ચેન્નાઇ સુપર કિંગ્સનું સુકાની પદ છોડ્યું, આ ખેલાડી બન્યો કેપ્ટન

Dinesh

Last Updated: 04:48 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Latest News: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ફ્રેન્ચાઈઝીએ એક મોટી જાહેરાત કરી છે કે, મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ કેપ્ટનશિપ કરશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. પરંતુ તેના એક દિવસ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ફ્રેન્ચાઈઝીએ એક મોટી જાહેરાત કરી છે. આ વખતે મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ કેપ્ટનશિપ કરતો જોવા મળશે.

ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ ટીમનો કપ્ટન
તમને જણાવી દઈએ કે 27 વર્ષીય સ્ટાર ઓપનર ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ ટીમનો ચોથા કેપ્ટન હશે. ધોની સિવાય આ પહેલા રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈના કેપ્ટનશીપ કરી ચુક્યા છે. ધોનીએ 212 મેચોમાં ચેન્નાઈ ટીમની કેપ્ટનશીપ કરી છે. જ્યારે જાડેજાએ 8 મેચમાં અને રૈનાએ 5 મેચમાં કેપ્ટનશિપ કરી હતી.

2022માં રવિન્દ્ર જાડેજા કેપ્ટન 
IPL 2022માં પણ ચેન્નાઈની ટીમે એક દિવસ પહેલા જ નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. ત્યાર બાદ રવિન્દ્ર જાડેજાને તેના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જાડેજાની કેપ્ટનશીપમાં ચેન્નાઈની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ત્યારબાદ જાડેજાના સ્થાને ધોનીએ સિઝનની વચ્ચે જ ફરીથી કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળવી પડી હતી.

ધોનીની કેપ્ટનશિપમાં 5 વખત ચેન્નાઈ ચેમ્પિયન
42 વર્ષીય ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ તે આઈપીએલમાં હજુ પણ રમે છે. તેમની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 5 વખત ચેમ્પિયન બની છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમે ગત સિઝન એટલે કે 2023માં પણ જીત મેળવી હતી. ત્યારબાદ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું.

વાંચવા જેવું: VIDEO : હાર્દિક પંડ્યાં ગળે ભેટવા આવ્યો તો રોહિતનું આવું હતું રિએક્શન, ફેન્સને થઈ ખૂબ ધરપત

ધાની કરતા ગાયવાડની ફી છે અડધી
ગાયકવાડે 2020ની સિઝનમાં IPLમાં ડેબ્યું કર્યું હતું. ત્યારથી તે IPLમાં 52 મેચ રમી ચૂક્યા છે. ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી ગાયકવાડને એક સિઝન માટે 6 કરોડ રૂપિયા ચૂકવી રહી છે. જ્યારે ધોનીને 12 કરોડ રૂપિયા મળી રહ્યા છે. આ રીતે આઈપીએલમાં ગાયકવાડની ફી ધોની કરતા અડધી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ