બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 VIDEO: This was Rohit reaction when Hardik Pandya came to hug him

IPL 2024 / VIDEO : હાર્દિક પંડ્યાં ગળે ભેટવા આવ્યો તો રોહિતનું આવું હતું રિએક્શન, ફેન્સને થઈ ખૂબ ધરપત

Megha

Last Updated: 08:49 AM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માની જગ્યાએ આ વખતે હાર્દિક પંડ્યાને MIનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને કેપ્ટન બન્યા બાદ હાર્દિક પહેલીવાર રોહિતને મળ્યો, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

IPL 2024 આવતીકાલ એટલે કે 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. જાણીતું છે કે પાંચ વખતની વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સ 24 માર્ચથી તેમનું અભિયાન શરૂ કરશે અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આગામી સિઝનમાં MIનું નેતૃત્વ કરશે. 

હવે એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે રોહિત શર્માની જગ્યાએ આ વખતે હાર્દિક પંડ્યાને MIનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિતની કપ્તાનીમાં મુંબઈએ પાંચ ટ્રોફી જીતી હતી. હાર્દિકને કેપ્ટન્સી મળવાથી MIના ઘણા ચાહકો નાખુશ છે. જોકે, હાર્દિકે કહ્યું હતું કે તે રોહિતને લઈને ચાહકોની ભાવનાઓનું સન્માન કરે છે. જરૂર પડ્યે રોહિત પાસેથી માર્ગદર્શન લેવાની પણ વાત કરી હતી. તે જ સમયે, 17મી સીઝનની શરૂઆત પહેલા, હાર્દિક અને રોહિતનો ગળે લગાવવાનો એક વીડિયો સામે આવ્યો છે.

જણાવી દઈએ કે રોહિત તાજેતરમાં જ MI કેમ્પમાં જોડાયો છે. હાર્દિક અને અન્ય ખેલાડીઓ છેલ્લા ઘણા દિવસોથી તૈયારીમાં વ્યસ્ત છે. મુંબઈનો કેપ્ટન બન્યા બાદ હાર્દિક પહેલીવાર રોહિતને મળ્યો છે. MIએ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં 45-33 લખ્યું. રોહિતની જર્સી નંબર 45 અને હાર્દિકનો 33 છે. વીડિયોમાં જોઈ શકાય છે કે MI ખેલાડીઓ ઉભા છે અને પછી હાર્દિકની નજર રોહિત પર પડે છે. તે તરત જ રોહિત તરફ જાય છે અને તેને ગળે લગાવે છે. આ પછી બંને થોડીવાર હસતા અને વાતો કરતા જોવા મળે છે.

હાર્દિકે 2015માં મુંબઈ તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તે IPL 2022 પહેલા ગુજરાત ટાઇટન્સનો ભાગ બન્યો હતો. જીટીમાં બે સીઝન પછી તે MI પાછો ફર્યો અને જાણીતું છે કે તેમની કપ્તાની હેઠળ, જીટીએ એક વખત ખિતાબ જીત્યો અને એક વખત રનર અપ રહી.  

વધુ વાંચો : ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટનું કર્યું એલાન, આ ધાકડ પ્લેયરને ટીમમાં લેવાયો

મુંબઈ ઈન્ડિયન્સ ટીમઃ 
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, દેવલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, શમ્સ મુલાની, નેહલ વાઢેરા, રોમારીયો શેફર્ડ, ગેરાલ્ડ કોએત્ઝી, શ્રેયસ ગોપાલ, નુવાન તુશારા, નમન ધીર, અંશુલ કંબોજ, મોહમ્મદ નબી, શિવાલિક શર્મા, લ્યુક વૂડ, ક્વેના મફાકા, જસપ્રિત બુમરાહ, કુમાર કાર્તિકેય, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ