બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Chennai-Delhi Rajdhani Express Smoke in Rajdhani Express Smoke in Chennai-Delhi Rajdhani Express

શ્વાસ ચઢી ગયા / ચેન્નાઈ-દિલ્હી રાજધાની એક્સપ્રેસમાં અચાનક નીકળવા લાગ્યો ધુમાડો, મચી ગઈ અફરાતરફરી

Pravin Joshi

Last Updated: 03:30 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નાઈ-દિલ્હી રાજધાની એક્સપ્રેસના બી-5 ડબ્બામાં પૈડાં પાસે ધુમાડો નીકળવા લાગતા હંગામો મચી ગયો હતો. અચાનક ધૂમાડો નિકળતા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો

  • ચેન્નાઈ-દિલ્હી રાજધાની એક્સપ્રેસમાંથી નિકળવા લાગ્યો ધૂમાડો
  • આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો 
  • કાવલી રેલ્વે સ્ટેશન પાસે લગભગ 20 મિનિટ સુધી ટ્રેન રોકી દેવાઈ

ચેન્નાઈ-દિલ્હી રાજધાની એક્સપ્રેસમાં ધુમાડાને કારણે રવિવારે આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ રવિવારે ટ્રેનના B-5 ડબ્બામાં પૈડાની નજીક ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેને જોઈને મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ધુમાડાના ગોટેગોટા નીકળવાના કારણે કાવલી રેલ્વે સ્ટેશન પાસે લગભગ 20 મિનિટ સુધી ટ્રેન રોકી દેવામાં આવી હતી. ચેન્નાઈ-દિલ્હી રાજધાની એક્સપ્રેસમાંથી નીકળતા ધુમાડાની તપાસ કર્યા બાદ રેલવે અધિકારીઓએ જણાવ્યું કે બ્રેક જામના કારણે ધુમાડો નીકળ્યો હતો. તેમણે જણાવ્યું કે ટ્રેનનું સમારકામ કર્યા બાદ ફરી યાત્રા શરૂ કરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. ચેન્નાઈ-દિલ્હી રાજધાની એક્સપ્રેસમાં ધુમાડાને કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે ધુમાડો બ્રેક જામને કારણે હતો. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. સમારકામ બાદ ટ્રેને ફરી મુસાફરી શરૂ કરી.

 

અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે

આ પહેલા પુણેથી જમ્મુ તાવી વચ્ચે ચાલતી જેલમ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેના કારણે મુસાફરોએ ચેઈન ખેંચીને ટ્રેન રોકી હતી. રેલવે અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આઉટર પર ટ્રેનને રોકીને ધુમાડાની તપાસ કરવામાં આવી હતી. ટ્રેનના ગાર્ડ અને લોકો પાયલટે કોચનું નિરીક્ષણ કર્યું અને જણાવ્યું કે ધુમાડો નીકળવાનું કારણ ડાયનેમો બેલ્ટની ગરમી હતી. આ પછી ડાયનેમોનો પટ્ટો હટાવીને બીજા કોચ સાથે કનેક્શન આપવામાં આવ્યું હતું અને તમામ બાબતો સામાન્ય થયા બાદ ટ્રેન દોડાવવામાં આવી હતી.આ ઉપરાંત અજમેરથી બ્રાંદ્રા જતી અજમેર-બાંદ્રા ટ્રેનમાં પણ બ્રેક લૉકના કારણે આગ લાગી હતી. જામ જે બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે રેલવે કર્મચારીઓએ મુસાફરોને બહાર લીધા હતા. મળતી માહિતી મુજબ આ ઘટના કિશનગઢ રેલવે સ્ટેશન પર બની હતી, જ્યાં લગભગ અડધા કલાક સુધી રિપેરિંગ કર્યા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ