ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / જેતપુરમાં જ GPCBની ઓફિસ, છતાંય ગેરકાયદે એકમો ભાદર નદીમાં ઠાલવી રહ્યાં છે જીવલેણ 'ઝેર'

નર્કના દ્વાર / જેતપુરમાં જ GPCBની ઓફિસ, છતાંય ગેરકાયદે એકમો ભાદર નદીમાં ઠાલવી રહ્યાં છે જીવલેણ 'ઝેર'

Published By: Vishal Khamar

Last Updated: 02:26 PM, 13 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના જેતપુરમાં કેમિકલ માફિયાઓ પર GPCB ની રહેમ નજર હોવાનું સામે આવ્યું છે. કેમિકલ માફિયાઓએ ભાદર નદીની દશા બેસાડી દીધી છે.

ADVERTISEMENT

અત્યારે શિયાળાની ઋતુમાં નથી વરસાદ પડ્યો કે નથી માવઠું થયું તેમ છતાં જેતપુરના કેરાળી ગામ પાસે ભાદર નદી એકાએક બે કાંઠે વહેવા લાગી છે અને નદી આખી સફેદ ફીણના ગોટેગોટાથી ભરાય જતા જાણે શિયાળાની ઋતુમાં કાશ્મીર સાથે કેરાળીમાં પણ બરફ પડ્યો હોય તેવો માહોલ સર્જાયો છે. આ પ્રદુષિત પાણીથી છુટકારો મળે તે માટે ખેડૂતો પ્રદુષણ બોર્ડ પાસે માંગ કરી રહ્યા છે.

ઔદ્યોગિક શહેર જેતપુર સાડી ઉદ્યોગ માટે જેટલું સુવિખ્યાત છે તેટલું જ પ્રદુષણ માટે કુખ્યાત છે. વરસાદી ઋતુમાં તો કેટલાય ગેરકાયદેસર સાડી ઉદ્યોગના એકમો દ્વારા તેમના કારખાનાનું પ્રદુષિત પાણી વરસાદી પાણી સાથે નદીમાં છોડી દેવામાં આવતું હોય છે. પરંતુ અત્યારે વરસાદી ઋતુ નથી કે નથી ક્યાંય માવઠું પડ્યું તેમ છતાં કેરાળી ગામ પાસેથી પસાર થતી ભાદર નદીમાં એકાએક પાણીનો પ્રવાહ વધી ગયો છે જેને કારણે ભાદર નદી ફીણના ગોટેગોટાથી છવાઈ ગઈ છે. જેમ કાશ્મીરમાં શિયાળામાં બરફ પડે છે તેમ કેરાળી ગામમાં બરફ પડ્યો હોય તેવો નદીમાં ફીણનો માહોલ સર્જાયો છે.

ભાદર નદીમાં પાણીના પ્રદુષણ અંગે નદી કાંઠાના ખેડૂતો તેમજ માલધારીઓ પોતાની વ્યથા ઠાલવતા જણાવે છે કે જેતપુરમાં ચાલતા સાડીઓના ગેરકાયદેસર યુનિટો દ્વારા કારખાનાનું પ્રદુષિત પાણી સીધુ નદીમાં છોડી દયે છે. જેમાં રબારીકા ગામ તો પ્રદુષિત પાણીનું એપિસેન્ટર બની ગયું છે રબારીકા ગામે ગેરકાયદેસર પ્રદુષિત પાણીના એકમો એવા ધોલાઈ ઘાટ, સોફર તેમજ પ્રોસેસ હાઉસ દ્વારા રીતસરનું પ્રદુષિત પાણી વોકળામાં છોડી દેવામાં આવે છે જે પાણી વોકળા મારફત ભાદર નદીમાં ભળે છે અને વરસાદી પાણીને પણ પ્રદુષિત કરી નાખે છે. જેમાં રબારીકા ગામના ગેરકાયદેસર એકમો દ્વારા પ્રદુષિત પાણી નદીમાં છોડ્યું હશે જેથી કેરાળી ગામ પાસે ભાદર નદીમાં પુર આવ્યું હોય તેવો કેમીકલ સિલિકેટ યુક્ત પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો. અને તેના કારણે આખી નદી ફિણ ફિણથી છવાઈ ગઈ હતી.

કેરાળી પાસે ભાદર નદીમાં પ્રદુષિત પાણીને કારણે ફિણ છવાય જવા અંગે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલિયાએ જણાવેલ કે, અમારે તો સાતમ આઠમના તહેવારોની ચાર દિવસની રજા છે એટલે અમારે સાડીઓના તમામ કારખાનાઓ બંધ છે એટલે અમારું તો એક ટીપું પાણીનું ભાદર નદીમાં જતું નથી પરંતુ મોણપર, દેરડી અને રબારીકા ગામમાં સાડીઓના ગેરકાયદેસર યુનિટો ચાલુ છે તે કેમીકલ યુક્ત પાણી સીધુ ભાદર નદીમાં છોડે છે અને આ પાણી પણ તેઓએ જ છોડ્યું હશે. અમો તો સરકારી તંત્ર પાસે અંસંખ્યવાર આવા યુનિટો સંદ પગલાં ભરવાની માંગ કરી છે અને ફરી પાછું પ્રદુષણ બોર્ડ પાસે આવા યુનિટો સામે પગલાં ભરવાની માંગ કરીએ છીએ.

આ અંગે નદી કાંઠાના ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવેલ કે, આવા કેમિકલ યુક્ત પાણીથી ફરજીયાત અમારે ખેતી કરવી પડે છે, આ પાણી તળમાં લાગી ગયું હોવાથી અમારા બોર, કૂવામાં પણ આવા જ પ્રદુષિત પાણીગ્રસ્ત થઈ ગયા છે. આ પાણી અમો શાકભાજી તેમજ અન્ય પાકોમાં પિયત કરીએ છીએ જેને કારણે જ કેન્સરની બીમારીનું પ્રમાણ વધ્યું છે અમારા નાના એવા ગામમાં પણ કેન્સરના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. અમો તો પ્રદુષણ અંગે અનેકવાર રજુઆત કરીએ છીએ પરંતુ અમારું તો કોઈ કઈ સાંભળતા જ નથી.

આ પણ વાંચોઃ મકરસંક્રાંતિ નિમિતે રાજ્યભરના આંગણવાડી કેન્દ્રોમાં "પોષણ ઉડાન" કાર્યક્રમની ઉજવણી, જુઓ PHOTOS

કેરાળી નદીમાં એકાએક પાણીનો પ્રવાહ વધી જવાનું અને તેને કારણે ફીણથી હિમ નદી બની જવા અંગે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયાએ જણાવેલ કે, કેરાળી ઉપરના ગામોમાં ગેરકાયદેસર યુનિટો ચાલે છે જેનું આ પાણી છે અમો તો કહીએ જ છીએ આવા યુનિટો સામે જીપીસીબી એ તપાસ કરી આવા યુનિટો સામે પોલીસ કેસ કરવા જોઈએ અને ધોલાઈ ઘાટો તોડી પાડવા જોઈએ, જ્યારે જીપીસીબીના રિજનલ કચેરીના પ્રાદેશિક અધિકારીને પૂછતાં તેઓએ જણાવેલ કે, અમારી એક ટીમ અમોએ કેરાળી ગામે મોકલી છે ત્યાં પાણીના સેમ્પલ લીધા છે અને પાણી કોણે છોડ્યું તે અંગે તપાસ ચાલુ કરી છે જેમાં જે કોઈ કસૂરવાર હશે તેને છોડવામાં નહિ આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jetpur news Jetpur Rajkot

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ