ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Chaudhary Samaj annoyed in Vadgam case, demand for apologi By CR Patil

નારાજગી / ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ચૌધરી સમાજની માફી માંગવી જોઈએઃ ભેમાભાઈ ચૌધરી

Published By: Shyam

Last Updated: 09:59 PM, 29 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૌધરી સમાજ વિશે ટિપ્પણી મામલે સમાજના આગેવાનો અને સી.આર.પાટીલ વચ્ચે બેઠક, આ બેઠકમાં સી.આર પાટીલે ચૌધરી સમાજના આગેવાનો સાથે આગેવાનો સાથે અશોભનીય વર્તન કર્યુ હોવાનો આક્ષેપ

ADVERTISEMENT

  • વડગામમાં 5 સપ્ટેમ્બરે આંજણા મહાસભાનું આયોજન
  • ચૌધરી સમાજના આગેવાનો રહેશે હાજર
  • ભાજપની સભામાં જતા આગેવાનોને અટકાવાશે

વડગામ ભાજપ તાલુકા પ્રમુખના નિવેદનનો વિવાદ વધુ વકર્યો છે. ચૌધરી સમાજ વિશે ટિપ્પણી મામલે સમાજના આગેવાનો અને સી.આર.પાટીલ વચ્ચે બેઠક યોજાઈ હતી. પરંતુ આ બેઠકમાં સી.આર પાટીલે ચૌધરી સમાજના આગેવાનો સાથે આગેવાનો સાથે અશોભનીય વર્તન કર્યુ હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ચૌધરી સમાજના આગેવાન ભેમાભાઈ ચૌધરીએ ખુલાસો કર્યો છે.

ભેમાભાઈ ચૌધરી, AAP પ્રદેશ ઉપાધ્યક્ષ

ભેમાભાઈ ચૌધરીએ કહ્યું કે, સી.આર.પાટીલે ચૌધરી સમાજની માફી માગવી જોઈએ. આ મામલે 5 સપ્ટેમ્બરે વડગામ ખાતે આંજણા મહાસભાનું આયોજન કરાયું છે. જેમાં વડગામ ગોળ ઝલાના પ્રમુખ-મંત્રીઓ હાજર રહેશે. ચૌધરી સમાજ વડગામ ભાજપના કાર્યક્રમોનો બહિષ્કાર કરશે. ભાજપની સભામાં જતા સમાજના આગેવાનોને પણ અટકાવશે. રાજકીય કિન્નાખોરીથી TDOની બદલી કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ લાગ્યો છે. 

શું છે કે.કે ચૌધરીની બદલીનો મામલો 

વડગામના TDO કે.કે.ચૌધરીની બદલીમાં ભાજપ નેતાનો હાથ હોવાનો આક્ષેપ થયો હતો. પૂર્વ TDO એ.એસ.પરમાર અને વડગામ ભાજપના પ્રવિણસિંહ રાણા વચ્ચેની વાતચીતનો એક ઓડિયો વાયરલ થયો હતો. જેમાં ભાજપ પ્રમુખ દાવો કરી રહ્યાં હતા કે, તેમને જ TDOની બદલી કરાવી હતી. પ્રવિણસિંહ રાણાએ પૂર્વ TDO સાથે વાતચીતમાં બદલી કરાવી હોવાની કબૂલાત કરી હતી. પૂર્વ TDOને પ્રવિણસિંહે કહ્યું, સોનાનો સિક્કો સોમનાથ મોકલ્યો છે. આ ઓડિયો સામે આવ્યાના 8 દિવસ પહેલા જ વડગામના TDO કે.કે.ચૌધરીની બદલી કરાઇ હતી. TDOએ ભાજપ પ્રમુખના ગામમાં બાંધકામ મુદ્દે કાર્યવાહી કરી હતી. કાર્યવાહી બદલી કરાવી હોવાની જે તે સમયે ચર્ચા ઉઠી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

CR patil Chaudhry Samaj vadgam ચૌધરી સમાજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ વડગામ Vadgaam

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ