બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / 8 મેથી Instagram પર ચેટીંગ કરવું નહીં રહે સેફ, થઇ રહ્યો છે મોટો બદલાવ
Last Updated: 11:39 PM, 21 March 2026
ઇન્સ્ટાગ્રામના યુઝર્સ માટે એક મોટો ફેરફાર આવી રહ્યો છે. જેમાં મેટાએ સ્પષ્ટતા કરી છે કે 8 મે 2026 થી પ્લેટફોર્મ પર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ્સ બંધ કરવામાં આવશે. મતલબ કે તમારી પ્રાઈવેટ વાતચીતો હવે પહેલા જેટલી સુરક્ષિત નહીં રહે. અત્યાર સુધી આ ફીચર યુઝર્સના મેસેજને સંપૂર્ણપણે પ્રાઈવેટ રાખવાની મંજૂરી આપતી હતી પરંતુ કંપનીએ ઓછા ઉપયોગને ટાંકીને તેને દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી પ્રાઈવેસી વિશે એક નવી ચર્ચા શરૂ થઈ છે.
ADVERTISEMENT
એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન એક સુરક્ષા સિસ્ટમ છે જેમાં માત્ર મોકલનાર અને રીસીવર જ મેસેજ વાંચી શકે છે. પ્લેટફોર્મ ચલાવતી કંપની પણ આ મેસેજને ઍક્સેસ કરી શકતી નથી. આથી તેને ઓનલાઈન પ્રાઈવેસી માટે સૌથી મજબૂત સુરક્ષા માનવામાં આવે છે. આ સુવિધા દૂર કર્યા બાદ યુઝર્સની વાતચીતો હવે પહેલા જેટલી સંપૂર્ણપણે ખાનગી રહેશે નહીં.
ADVERTISEMENT

ઇન્સ્ટાગ્રામે ડિસેમ્બર 2023 માં આ એન્ક્રિપ્શન સુવિધા શરૂ કરી હતી. આ તેની એપ્લિકેશનોમાં પ્રાઈવેસીને મજબૂત બનાવવાની મેટાની વ્યૂહરચનાનો એક ભાગ હતો. પરંતુ કંપની હવે કહે છે કે ખૂબ ઓછા યુઝર્સ આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા હતા. આથી તેને પ્લેટફોર્મને અલગ દિશામાં લઈ જવા માટે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
8 મે 2026 બાદ Instagram પર મોકલવામાં આવતા મેસેજ હવે એન્ક્રિપ્ટેડ રહેશે નહીં. મતલબ કે, કંપનીને જો જરૂરી હોય તો આ મેસેજને મધ્યસ્થતા કે બીજા હેતુઓ માટે ઍક્સેસ કરી શકે છે. જે યુઝર્સ પાસે પહેલાથી જ એન્ક્રિપ્ટેડ ચેટ છે તેમને સૂચના પ્રાપ્ત થશે. કંપની યુઝર્સને તેમના મહત્વપૂર્ણ મેસેજ અને મીડિયાને સમયસર ડાઉનલોડ કરવાની સલાહ આપે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.