બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:04 PM, 3 November 2024
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 'ડિજિટલ અરેસ્ટ'ના જોખમથી બચવા માટે અપીલ કર્યા બાદ તપાસ એજન્સીઓએ કાર્યવાહી વધુ ઝડપથી શરૂ કરી છે. આ અંતર્ગત, ઈડી (ED) એ કર્ણાટકના એક કેસમાં આઠ લોકો સામે આરોપપત્ર દાખલ કર્યું છે, જેમાં ઠગાઈની રકમ લગભગ 159 કરોડ રૂપિયા છે.
ADVERTISEMENT
કેસમાં ધરપકડ કરાયેલા આઠેય આરોપીઓ હાલ જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. ઈડીના નિવેદન અનુસાર, તેણે ગયા મહિને બેંગલુરુની PMLA કોર્ટમાં આઠ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ એજન્સીએ કહ્યું, 'તપાસમાં જાણવા મળ્યું કે ભારતમાં એક મોટું સાયબર કૌભાંડ નેટવર્ક છે, જેમાં ખોટા શેરબજારનું રોકાણ અને ડિજિટલ અરેસ્ટ શામેલ છે, જેનો મુખ્ય ઉપયોગ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવે છે.'
ઉચ્ચ નફાના લાલચમાં ફસાવવાનું કૌભાંડ
ADVERTISEMENT
'પિગ બુચરિંગ કૌભાંડ' તરીકે ઓળખાતા શેરબજાર રોકાણ કૌભાંડમાં લોકોને વધુ નફાના લાલચમાં ખોટી વેબસાઇટ્સ અને ભ્રામક વોટ્સએપ ગ્રુપ્સ દ્વારા ફસાવવામાં આવે છે. આ ગ્રુપ્સને જોઈને એવું લાગે છે કે તે જાણીતી નાણાકીય કંપનીઓ સાથે જોડાયેલા છે.
ઈડીએ જણાવ્યું કે આ કૌભાંડના કેટલાક પીડિતોને આરોપીઓએ પોતાને કસ્ટમ અને CBI અધિકારી તરીકે ઓળખાવીને 'ડિજિટલ અરેસ્ટ' કર્યું, અને તેમને નકલી કંપનીઓમાં મોટી રકમ ટ્રાન્સફર કરવા મજબૂર કર્યા. ઈડીના જણાવ્યા પ્રમાણે, આઠેય આરોપીઓએ સો જેટલા સિમ કાર્ડ્સ મેળવ્યા હતા, જે નકલી કંપનીઓના બેંક ખાતાઓ સાથે જોડાયેલા હતા .
ક્રિપ્ટોકરન્સીમાં રકમ બદલી
ઈડીના જણાવ્યા અનુસાર, આરોપીઓએ સાઇબર ગુનાહિત પ્રવૃત્તિઓથી મેળવેલી રકમને કાનૂની બનાવવા માટે તમિલનાડુ, કર્ણાટક અને અન્ય રાજ્યોમાં 24 નકલી કંપનીઓ બનાવી હતી. આ નકલી કંપનીઓ માત્ર નામની જ હતી, જ્યાં કોઈ વાસ્તવિક વ્યવસાય નહોતો થતો. તેમણે કંપની રજિસ્ટ્રારમાં ખોટા બેંક સ્ટેટમેન્ટ દાખલ કર્યા હતા. આ રકમને ક્રિપ્ટોકરન્સીમાં બદલીને વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
આઈ4સી દ્વારા નવી સલાહ જારી
ભારતીય સાયબર ક્રાઇમ સમન્વય કેન્દ્ર (I4C) એ રવિવારે નવી સલાહ જારી કરી છે, જેમાં લોકોને 'ડિજિટલ અરેસ્ટ'થી સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આમાં જણાવ્યું છે કે વીડિયો કૉલ કરનારા લોકો પોલીસ, CBI, કસ્ટમ અધિકારી કે ન્યાયાધીશ ન હોય, પણ સાઇબર ગુનેગારો હોય છે. કેદ્રિય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરનાર આ સંસ્થાએ લોકોને આ પ્રકારના કૌભાંડમાં ન ફસાવવા અને આવા ગુનાઓની ફરિયાદ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઈન 1930 પર અથવા સાયબર ગુનાઓ માટેના અધિકૃત પોર્ટલ પર નોંધાવવા વિનંતી કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT