બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'લાલા'ના દર્શને જનારા ભક્તો ખાસ વાંચે, દ્વારકાધીશના દર્શન સમયમાં કરાયો ફેરફાર

નિર્ણય / 'લાલા'ના દર્શને જનારા ભક્તો ખાસ વાંચે, દ્વારકાધીશના દર્શન સમયમાં કરાયો ફેરફાર

Vishal Khamar

Last Updated: 01:18 PM, 16 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકા ખાતે આવેલ જગત મંદિર ખાતે રોજ ગુજરાતના ખૂણે ખૂણેથી ઠાકોરજીના દર્શન કરવા માટે ભક્તો આવતા હોય છે. ઠાકોરજીના નિત્યક્રમ અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ધનુર્માસ ચાલતો હોઈ ભગવાન દ્વારકાધીના દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધનુર્માસનું વિશેષ મહત્વ હોય છે ધનુર્માસ દરમ્યાન મંદિરે દર્શન કરવા માટે ભક્તોનો ઘસારો પણ વધુ જોવા મળતો હોય છે. ધનુર્માસ દરમ્યાન દ્વારકા, બેટ દ્વારકાધીશ મંદિરમાં સમગ્ર માસ દરમ્યાન ભગવાનના દર્શન સહિતના નિત્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ તરફથી ભક્તોને નોંધ લેવા માટે જાણ કરવામાં આવી છે. હાલ ધનુર્માસને લઈ આખા મહિનામાં માત્ર ચાર અલગ અલગ દિવસ દરમ્યાન ધનુર્માસ મુજબ ઠાકોરજીનો નિત્યક્રમ મુજબ ગુરૂવાર તથા મંગળવારે આરતી કરવામાં આવે છે.

દ્વારકાધીશ મંદિરમાં ધનુર્માસ પર્વને લઈ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં તા. 16 ડિસેમ્બર તેમજ તા. 23, 25 ડિસેમ્બર અને 8 જાન્યુઆરીના રોજ મંગલા આરતી સવારે 5.30 વાગ્યે કરવામાં આવશે. તેમજ સવારે 10.30 થી 5 વાગ્યા દરમ્યાન મંદિર બંધ રહેશે. જ્યારે સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન અને સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. જેની ભક્તોએ ખાસ નોંધ લેવી.

આ પણ વાંચોઃ ભાગીને લગ્ન કરનારા હવે ચેતી જજો! સરકાર લાવવા જઇ રહી છે નવો નિયમ
તા. 16, 23, 25 ડિસેમ્બર તેમજ 8 જાન્યુઆરીના રોજ જગમંદિરમાં ધનુર્માસમાં ઠાકોરજીને સૂર્યોદય પહેલા અભિષેકનું મહત્વ હોવાથી મંગલા આરતી સવારે 5.30 કલાકે યોજાઈ હતી. જે બાદ સૂર્યોદય પહેલા ઠાકોરજીને સ્નાનિદિ અભિષેક થશે. ધનુર્માસના ચાર દિવસ દરમ્યાન જગતમંદિરમાં સવારે 5.30 થી 10.30 સુધીમાં સાત ભોગ ધરાવવામાં આવશે તેમજ નિત્યક્રમ મુજબ બે આરતી થશે. સવારે 9.45 કલાકે ઠાકોરજીને રાજભોગ ધરાવવામાં આવશે અને 10.30 કલાકે મંદિર બંધ થશે. સાંજના નિત્યક્રમ અનુસાર યોજાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dwarka Temple Darshan Timings Dwarkadhish Dwarka Temple
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ