ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાગીને લગ્ન કરનારા હવે ચેતી જજો! સરકાર લાવવા જઇ રહી છે નવો નિયમ

BIG BREAKING / ભાગીને લગ્ન કરનારા હવે ચેતી જજો! સરકાર લાવવા જઇ રહી છે નવો નિયમ

Published By: Vidhata Gothi

Last Updated: 02:15 PM, 16 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાગીને કરતાં લગ્નના વિવાદ પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાગીને થતા લગ્નની નોંધણીના મામલે સરકાર નિયમ બદલશે. કેબિનેટની મંજૂરી બાદ સરકાર સત્તાવાર જાહેરાત કરશે.

ADVERTISEMENT

Gandhinagar News: ભાગીને લગ્ન કરતા પ્રેમીઓ માટે એક એવા સમાચાર સામે આવ્યા છે કે જેને જાણીને ચોંકી જવાશે. ભાગીને થતા લગ્નના રજિસ્ટ્રેશન મામલે મામલે ગુજરાતની સરકાર નિયમ બદલવા જઈ રહી છે. આ અંગે સરકાર કેબિનેટની મંજૂરી બાદ સત્તાવાર જાહેરાત કરશે. આવતી કાલે થનારી કેબિનેટ બેઠકમાં સુધારેલા નિયમો રજૂ થઈ શકે છે.

ભાગીને થતા લગ્ન બાદ રજિસ્ટ્રેશનના વિષયમાં સરકાર નિયમ બદલવાની તૈયારી કરી રહી છે. આવતી કાલે સરકારની કેબિનેટ બેઠકમાં આ અંગેના સુધારેલા નિયમોની રજૂઆત થઈ શકે છે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ ગુજરાત સરકાર આ અંગેની સત્તાવાર જાહેરાત કરશે. હવે ગુજરાતમાં ભાગીને કરેલા લગ્નનું માતાપિતાની મંજૂરી વિના રજિસ્ટ્રેશન થશે નહીં. એટલે કે પ્રેમ લગ્ન કરવા માટે માતાપિતાની મજૂરી ફરજિયાત બની શકે છે.

vtv app promotion

અગાઉ પણ ભાગીને લગ્ન કરવા અંગે કે પ્રેમલગ્ન અંગે રાજ્યમાં ઘણી ચર્ચાઓ થઈ છે. ત્યારે પ્રેમ લગ્ન બાબતે માતા પિતા સહમત થાય તેવી વ્યવસ્થા કરવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર પ્રતિબધ્ધ જણાઈ રહી છે. આવતીકાલે કેબિનેટની બેઠકમાં સુધારેલા નિયમો રજૂ કરવામાં આવી શકે છે. સુધારેલા નિયમો પ્રમાણે, ભાગીને લગ્ન કરનારના રજિસ્ટ્રેશન પહેલા તેમના માતા-પિતાને નોટિસ મોકલવામાં આવશે. સાથે જ માતા-પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે. ઉપરાંત યુવતીના આધારકાર્ડમાં જે સરનામું હશે, એ સરનામા પ્રમાણેની કચેરીમાં જ લગ્નની નોંધણી થશે.

આ પણ વાંચો: 'લાલા'ના દર્શને જનારા ભક્તો ખાસ વાંચે, દ્વારકાધીશના દર્શન સમયમાં કરાયો ફેરફાર

આજે સાંજે આ અંગે કાયદામંત્રી અને કાયદાશાસ્ત્રીઓની અધિકારીઓ સાથે બેઠક થવાની છે. સાંજની બેઠકમાં પ્રેમ લગ્નના રજિસ્ટ્રેશન અંગેનો જે ડ્રાફ્ટ તૈયાર થશે, તે આવતીકાલની કેબિનેટ બેઠકમાં મૂકવામાં આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Registration of Love Marriages Love Marriage Controversy Gujarat Government

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ