બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમારી કાર આપશે જબરદસ્ત માઈલેજ! આટલા સમય બાદ એન્જિન ઓઈલ બદલવું જરૂરી
Last Updated: 05:48 PM, 30 January 2025
ઘણા લોકો ગાડી તો લઈ લે છે પણ જ્યારે વાત ગાડીની દેખરેખ કરવાની આવે, તો લોકો પછી પીછેહઠ કરે છે. લોકોને ધ્યાનમાં જ નથી હોતું કે, ક્યારે ગાડીમાં એન્જિન ઓઇલ બદલવું. જો કે, ગાડીમાં એન્જિન ઓઇલ બદલવાનો પણ એક સમય હોય છે. શું છે એ સામે તેના વિશે ચાલો જાણી લઈએ.
ADVERTISEMENT

સાધારણ મિનરલ ઓઇલને દર 5000-7500 કિમી વચ્ચે બદલવું જોઈએ. હવે જો તમે ગાડીમાં સિંથેટિક બ્લેન્ડ ઓઇલનો ઉપયોગ કરો છો, તો તમારે દર 7500-10,000 કિમી પર ઓઇલ બદલવું જોઈએ. બીજી બાજુ જો તમે ફૂલ સિંથેટિક ઓઇલનો વપરાશ કરો છો, તો તમારે લગભગ દર 10,000-15,000 કિમી પર ગાડીનું ઓઇલ બદલવું જોઈએ.
ADVERTISEMENT
વધુ વાંચો: અનલિમિટેડ ડેટા કોલિંગ, 100 ટકા વેલ્યૂ બેક ઑફર, હવે વારંવાર રિચાર્જથી મેળવો છૂટ્ટી!
જો તમે ગાડીનો ઉપયોગ રોજબરોજ નથી કરી રહ્યા અથવા ગાડી ઓછી ચલાવો છો, તો પણ તમારે દર 6 મહિને થી 1 વર્ષ સુધીની અંદર એન્જિન ઓઇલ બદલવું જોઈએ. જો તમે ખરાબ રસ્તા પર ગાડી ચલાવો છો, તો તેનાથી ગાડીમાં એન્જિન પર ભારે અસર પડે છે. આવી સ્થિતિમાં એન્જિન ઓઇલ જલ્દી જ બદલવું હિતાવહ છે.
ADVERTISEMENT

ગાડીના એન્જિનમાંથી જો અવનવા અવાજ આવી રહ્યા છે, તો સમજી લેવું કે એન્જિન ઓઇલ હવે બદલવું પડશે. ગાડી માઇલેજ ન આપે અને ઓઇલ જો કાડુ પડી જાય, તો સમજી લેવું કે એન્જિન ઓઇલ બદલવું પડશે. ખાસ ધ્યાન રાખો કે, એન્જિન જો વધુ પડતું ગરમ થાય એટલે ઓવરહીટિંગ થાય તો એન્જિન ઓઇલ ચેક કરાવવું.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.