બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / અનલિમિટેડ ડેટા કોલિંગ, 100 ટકા વેલ્યૂ બેક ઑફર, હવે વારંવાર રિચાર્જથી મેળવો છૂટ્ટી!
Last Updated: 05:04 PM, 30 January 2025
રિલાયન્સ Jio દરેક વખતે પોતાના ગ્રાહકો માટે સ્પેશિયલ ઓફરની જાહેરાત કરે છે. હાલમાં જ, રિલાયન્સ Jioએ રિપબ્લિક ડે ઓફર 2025નું એલાન કર્યું હતું. રિલાયન્સ Jio દ્વારા આ પ્લાનમાં કોઈ ફેરફાર કરાયો નથી, જો કે પહેલેથી જ કંપનીએ એન્યુઅલ પ્લાનમાં યુઝર્સને બેનેફિટ આપી દીધું છે.
ADVERTISEMENT

હવે જો તમે એવો પ્રીપેડ પ્લાન શોધી રહ્યા છો, જેમાં તમને વારંવાર રિચાર્જ ન કરાવવું પડે તો 3599 રૂપિયાનું રિચાર્જ તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. બીજું કે, રિપબ્લિક ડે ઓફર થકી કંપની તમને 100% વેલ્યુ બેક ઓફર પણ કરી રહી છે. Jioના આ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા, કોલિંગ અને SMS બેનેફિટ મળી આવશે. આમાં કોઈ નવો પ્લાન ઉમેરવામાં નથી આવ્યો પણ એક ગજબ ઓફર રાખવામાં આવી છે. આ પ્લાનમાં ગ્રાહકોને 'ફેનકોડ'નું ફ્રી એક્સેસ મળે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ખૂબ જ કામનું છે આ કાર્ડ, જે દેખાડતાની સાથે જ ટ્રેનમાં મળશે ડિસ્કાઉન્ટ! અહીંથી કરો ડાઉનલોડ
રિલાયન્સ Jioના પ્રીપેડ પ્લાનમાં Jio TV, Jio Cinema અને Jio Cloud નું ફ્રી એક્સેસ મળે છે. આ ઓફરની ખાસ વાત એ છે કે, રિચાર્જની સાથે-સાથે ગ્રાહકોને 500-500 રૂપિયાની બે Ajio કૂપન મળે છે અને જો તમે 2999 રૂપિયાની શોપિંગ કરો છો, તો કૂપનને રીડીમ પણ કરી શકો છો.
ADVERTISEMENT

આના સિવાય EaseMyTrip ની 1500 રૂપિયાની કૂપન પણ આ રિચાર્જ સાથે મળે છે. જેનાથી તમને ફ્લાઇટ બૂક પર દમદાર ડિસ્કાઉન્ટ મળે છે. ફૂડલવર્સને તો Swiggy ઓર્ડર પર 150 રૂપિયાની છૂટ મળે છે પરંતુ તેમાં ઓર્ડર 499 રૂપિયાનો તો હોવે જોઈએ.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.