બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / chandra grahan on 5 july lunar eclipse is inauspicious for 5 zodiac sign

રાશિફળ / આવતીકાલે આ સમયે યોજાશે ચંદ્રગ્રહણ, 5 રાશિઓના લોકોએ રહેવું પડશે સતર્ક

Bhushita

Last Updated: 09:12 AM, 4 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5 જુલાઈ એટલે કે આવતીકાલે ચંદ્રગ્રહણ યોજાવવા જઈ રહ્યું છે. આ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે અને તે ભારતમાં દેખાશે નહીં. આ સમયે સૂતકના કોઈ નિયમો પાળવામાં આવશે નહીં. ચંદ્રગ્રહણ સવારે 8.37 મિનિટથી શરૂ થશે અને 11.22 મિનિટ સુધી ચાલશે. આ દિવસે ગુરુપૂર્ણિમાની પણ ઉજવણી થઈ રહી છે. આ ગ્રહણની 5 રાશિઓ પર વિપરિત અસર થવાની હોઈ આ જાતકોએ સાવધ રહેવું પડશે.

  • આવતીકાલે યોજાશે ચંદ્રગ્રહણ
  • ભારતમાં નહીં દેખાય આ ચંદ્રગ્રહણ
  • આ 5 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન

મિથુન

આ રાશિ પર ચંદ્રગ્રહણનો સૌથી વધુ પ્રભાવ જોવા મળશે. આ સમયે વાદ વિવાદથી દૂર રહો અને તમામ ઉપાય બાદ જ ઘરની બહાર નીકળો. ગ્રહણની અસર તમારા કામ પર પણ થશે. તમારા ખર્ચા વધી શકે છે અને સાથે જ આંખને લઈને સમસ્યા થઈ શકે છે. તમારે ડોક્ટરનો સંપર્ક કરવાની જરૂર રહેશે. તમે કોઈ વાતને લઈને ચિંતામાં રહી શકો છો. 

સિંહ

આ રાશિના જાતકોને માટે ગ્રહણ ભારે પડી શકે છે. જમીન અને વાહનની ખરીદીના ચક્કરમાં ન પડો. ક્યાં

ય રૂપિયાનું રોકાણ ન કરો નહીં તો તમારા રૂપિયા ફસાઈ શકે છે. કોઈ અધિકારીઓ સાથે કામને લઈને વિના કારણ ચર્ચામાં ન ઉતરો નહીં તો નુકસાન તમારું જ થશે.

કન્યા

ગ્રહણ તમારી રાશિ પર અશુભ પ્રભાવ પાડશે. આ સમયે સંક્રમણથી બચવાની જરૂર છે. પરિવાર અને રૂપિયાને લઈને સાવધાની રાખવાની જરૂર છે. આ સમયે રોકાણ કરવું તમારા માટે સારું નથી. તમારા ખાન પાન પર સંયમ રાખવો અને ભાગદોડથી અંતર રાખવું. આ સિવાય કામ બગડી શકે છે અને અસુરક્ષાની ભાવના બનશે. સુખના કારણે ઘરેલૂ વિવાદ ટાળો.

 

વૃશ્વિક

આ રાશિમાં ચંદ્રગ્રહણની અસર વધારે રહેશે. આ સમયે તમારી જવાબદારીઓ વધશે. જીવન સાથી સાથે ખટરાગ સર્જાઈ શકે છે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને લોનને જેટલી જલ્દી બને તેટલી પૂરી કરો. માન સન્માન ઘટવાથી વિવાદ થઈ શકે છે. અસામાજિક લોકોનો તમારી પર પ્રભાવ જોવા મળશે. તેનાથી પરિવારમાં લડાઈ ઝઘડા થશે અને દૈનિક કામમાં બાધા આવશે. માનસિક ચિંતા રહેશે, નોકરી વ્યવસાયની સાથે કેટલીક વાતો પરેશાન કરી શકે છે. 

ધન

ચંદ્રગ્રહણની સૌથી વધુ અસર મિથુન બાદ ધન રાશિ પર પડશે. તેનાથી માનસિક ચિંતા વધશે અને સાથે રૂપિયાની બાબતમાં ધ્યાન રાખવું જરૂરી છે. રોજના ખર્ચમાં મુશ્કેલી આવી શકે છે. નાના ભાઈ બહેનની સાથે ઝઘડો થઈ શકે છે. આ સમયે નોકરી અને વ્યવસાયમાં વધારે મહેનત કરવી પડશે. તેનાથી તમે અસુરક્ષાની ભાવના ન રહે. ધનના વ્યયથી બચો અને અન્યના ભરોસે તમારું કામ ન છોડો.

સંકળાયેલા મુદ્દાઓ

5 જુલાઈ 2020 Chandragrahan 2020 Lunar Eclipse Rashifal zodiac sign અસર ચંદ્રગ્રહણ રાશિફળ chandragrahan year 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ