ન્યૂઝ અપડેટ્સ
VTV / NRI News / chandigarhs deepak raj gupta becomes first indian to oath as mla in austrilian capitol territory assembly
ADVERTISEMENT
દીપક રાજે કહ્યું છે કે, મેં પહેલાથી જ ભગવદ્ ગીતા પર હાથ રાખીને શપથ લેવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રલિયાના ગૃહમાં બાઈબલ પર હાથ રાખીને શપથ લેવામાં આવે છે. પરંતુ મેં જ્યારે મારી ઈચ્છા વ્યક્ત કરી તો અધિકારીઓએ નિયમો ચેક કર્યા અને ત્યારબાદ નિયમ પ્રમાણે કોઈ પણ ધર્મના ગ્રંથ સાથે શપથ લઈ શકાય તેવી જાણ કરી હતી. દીપક રાજે કહ્યું કે બાદમા મને કોઈ પણ પ્રકારના વિરોધ વિના શપથ લેવાની મંજૂરી આપી હતી. શપથ લીધા બાદ પવિત્ર ભગવદ્ ગીતાને મેં ગૃહને યાદગાર ભેટ તરિકે આપી હતી.
ADVERTISEMENT

દીપક રાજની ઓસ્ટ્રેલિયામાં કહાણી ઘણી સંઘર્ષ ભરેલી રહી છે. એમના ભાઇ કર્નલ અનિલે જણાવ્યું કે, દીપકે ઓસ્ટ્રેલિયામાં કાર ધોવી, રેસ્ટોરેન્ટમાં પણ કામ કર્યુ છે. દીપક રાજ કામની સાથે અભ્યાસ પણ કરતા હતા. દીપક રાજે ઓસ્ટ્રેલિયામાં વર્ષ 1991માં પપ્લિક રિલેશન ઓફિસરની જોબ મળી હતી.
ADVERTISEMENT
ત્યારબાદ તેમને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સમાં એક્ઝિક્યૂટીવ ઓફિસરની સરકારી નોકરી મળી હતી. દીપક રાજ 1989માં ઓસ્ટ્રેલિયામાં આવ્યા હતા. એમની ખાસિયત એ છે કે તે ઓસ્ટ્રેલિયામાં રહીને પણ ભારતીય સંસ્કૃતિને ભૂલ્યા નથી. તેમણે ભારતીય સંસ્કૃતિને પ્રમોટ કરવા માટે ઘણા કાર્યક્રમો પણ કર્યા છે.

ADVERTISEMENT
કેનબરામાં ભારતના વિવિધ તહેવારોની ઉજવણીમાં ઓસ્ટ્રેલિયાના મંત્રીઓને પણ આમંત્રિત કર્યા હતા જેથી ભારતીય સંસ્કૃતિ વિશે વધુમાં વધુ લોકો જાણી શકે. દીપક રાજે મંદિર અને ગુરુદ્વારા બનાવવા માટે યોગદાન આપ્યું હતું. ત્યારબાદ દીપકને મલ્ટી કલ્ચર એડવોકેટ અને એક્સીલેન્સ કોમ્યુનિટી સર્વિસનો એવોર્ડ મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ