બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Chamomile tea relieves stomach problems and strengthens the digestive system

હેલ્થ ટિપ્સ / ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓને દૂર કરવા, કરો આ હર્બલ ટીનું સેવન

Pooja Khunti

Last Updated: 08:12 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ચામાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. જે સ્નાયુઓને આરામ આપે છે. કેમોલી ચા પેટને લગતી સમસ્યાઓને દૂર કરે છે અને પાચન તંત્રને મજબૂત કરે છે.

જે લોકોને જમ્યા પછી પાચનને લઈને સમસ્યા થતી હોય તેણે દવાઓ પીવી પડે છે. પરંતુ તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે હર્બલ ટીનું સેવન પણ કરી શકો છો. આ ચાનાં સેવનથી પેટને લગતી સમસ્યાઓ દૂર થશે. જેમકે ગેસ, કબજિયાત, અપચો વગેરે. આ સાથે શરીરનું વજન પણ ઓછું થઈ જશે. જાણો આ હર્બલ ટી વિશે. 

જીરાની ચા 
જો તમને જમ્યા પછી પાચનને લઈને કોઈ સમસ્યા હોય તો તમારે જીરાની ચાનું સેવન કરવું જોઈએ. આ ચામાં કાર્મિનેટીવ અને એન્ટિસ્પેસ્મોડિક જેવા ગુણો હોય છે. આ ચા બનાવવા માટે સૌથી પહેલા જીરાને શેકી લો. હવે આ જીરાને પીસી એક કપ પાણીમાં ઉમેરો. હવે તેમાં લીંબુનો રસ ઉમેરી તેનું સેવન કરો. 

કેમોલી ચા
આ ચામાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. જે સ્નાયુઓને આરામ આપે છે. કેમોલી ચા પેટને લગતી સમસ્યાઓને દૂર કરે છે અને પાચન તંત્રને મજબૂત કરે છે. આ પેટના જ્ઞાનતંતુઓને શાંત કરવામાં પણ મદદરૂપ થાય છે. આ ચા બનાવવા માટે કેમોલી ટી બેગને એક કપ પાણીમાં ઉમેરી તેનું સેવન કરો. 

વરિયાળીની ચા 
જમ્યા પછી પેટમાં થતી સમસ્યાને દૂર કરવા માટે તમે વરિયાળીની ચાનું સેવન કરી શકો છો. આ ચા ગેસ અને સોજો ઓછું કરવાનું કામ કરે છે. આ ચાને બનાવવા માટે એક કપમાં એક ચમચી વરિયાળી ઉમેરી તેને ઉકાળી લો. હવે તેનું સેવન કરો. 

વાંચવા જેવું: રોજ સવારે ઉઠીને આ પાણી પીવાના છે અનેક ફાયદા, દૂર થશે શ્વાસ સંબંધિત મુશ્કેલીથી લઇને અનેક સમસ્યા

આદુંની ચા 
પાચનને લગતી કોઈ પણ સમસ્યા માટે આદુંની ચા ફાયદાકારક સાબિત થાય છે. આ ચા પાચન શક્તિને મજબૂત કરે છે. આ ચા બનાવવા માટે થોડું આદું લો. આ આદુંને છીણી લો. હવે તેને 10-15 મિનિટ માટે ઉકાળો. હવે તમે આ ચામાં મધ અને લીંબુ ઉમેરી તેનું સેવન કરી શકો છો. 

ફુદીનાની ચા 
ફુદીનાની ચાનું સેવન કરવાથી પેટના સ્નાયુઓ મજબૂત બને છે. પાચનને લગતી કોઈ પણ સમસ્યા માટે આ ચા ફાયદાકારક છે. ફુદીનાની ચા બનાવવા માટે એક કપ પાણીમાં ફુદીનાનાં પાનને ઉકાળી લો. હવે તેમાં લીંબુ મિક્સ કરી તેનું સેવન કરી શકો  છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ