બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / chaitra purnam 2024 hanuman jayanti 2024 shubh muhurat puja vidhi

Chaitra Purnam 2024 / આજે ચૈત્રી પૂનમ: જાણો સ્નાન, દાનના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Published By: Arohi

Last Updated: 08:35 AM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chaitra Purnam 2024 Shubh Muhurat: ચૈત્રી પૂનમના દિવસે સ્નાન અને દાન-પુણ્ય કરવાનું ખાસ મહત્વ હોય છે. ચૈત્રી પુનમ પર કરવામાં આવતા ઉપાય ખાસ ફળદાયી માનવામાં આવે છે. જાણો આજે કઈ વિધિથી પૂજા-પાઠ કરવા જોઈએ.

23 એપ્રિલ એટલે કે આજે ચૈત્રી પુનમ છે. ચૈત્ર માસમાં આવનાર પૂનમને ચૈત્રી પૂનમ કહેવામાં આવે છે. આ પૂનમને ચૈત્રી પૂનમના નામથી પણ ઓળવામાં આવે છે. આ હિંદૂ વર્ષનો પહેલો મહિનો છે. આ દિવસે વિષ્ણુ ભગવાન અને સત્ય નારાયણની પૂજાની સાથે હનુમાન જયંતી પણ ઉજવવામાં આવે છે. આજના દિવસે સ્નાન-દાનનું ખાસ મહત્વ છે. 

ચૈત્રી પૂનમ પર સ્નાન-દાનનું શુભ મુહૂર્ત 
ચૈત્રી પૂનમ પર અભિજીત મુહૂર્ત સવારે 11.53 વાગ્યાથી બપોરે 12.46 વાગ્યાનું છે. આ સમય દરમિયાન કરવામાં આવતી પૂજા શુભ માનવામાં આવે છે. આજના દિવસે સ્નાન-દાનનો શુભ સમય સવારે 4.52 વાગ્યાથી 6.05 મિનિટનો હતો. ત્યાં જ આજે ચંદ્રમાની પૂજાનો સમય સાંજે 6.52 મિનિટ પર છે.

આજના દિવસે અભિજીત મુહૂર્તમાં દાન-પુણ્યનું કામ કરવામાં આવે છે. ચૈત્રી પૂનમની રાત્રે ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે અને તેમને અર્ધ્ય આપવામાં આવે છે. 

ચૈત્રી પૂર્ણિમા પર સ્નાન-દાનનું મહત્વ 
ચૈત્રી પૂર્ણિમાનુ વ્રત કરવાથી શરીર અને મન શાંત રહે છે. આ વ્રતને કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને ખુશી આવે છે. આ દિવસે સ્નાન-દાનથી પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે સ્નાન-દાન કરવાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 

આજના દિવસે દૂધ, દહીં, શંખ વગેરેનું દાન કરવાથી ચંદ્ર દેવ પ્રસન્ન થાય છે. ચૈત્રી પૂર્ણિમા પર સફેદ વસ્ત્રનું દાન કરવાથી કુંડળીના ચંદ્ર દોષ દૂર થશે. આજના દિવસે ચંદ્રમાની પૂજામાં સફેદ ફૂલોનો ઉપયોગ કરો અને તેને દાન કરો. 

ચૈત્રી પૂનમની પૂજા વિધિ
ચૈત્રી પૂનમના દિવસે સૂર્યોદય પહેલા કોઈ પવિત્ર નદી, જળાશય, કુવા કે વાવમાં સ્નાન કરવું જોઈએ. જો તે સંભવ ન હોય તો ઘરમાં ગંગાજળ મિક્સ કરીને તે પાણીથી સ્નાન કરો. સ્નાન કર્યા બાદ સૂર્ય મંત્રનો ઉચ્ચાર કરતા સૂર્ય દેવને અર્ધ્ય આપવું જોઈએ. વ્રતનો સંકલ્પ લઈને ભગવાન સત્ય નારાયણની પૂજા કરો. રાત્રે વિધિ વિધાનથી ચંદ્ર દેવની પૂજા કરવી જોઈએ. તેના બાદ તેમને જળ અર્પિત કરવું જોઈએ. 

વધુ વાંચો: હનુમાન જયંતી પર કરો સિંદૂર સાથે જોડાયેલા આ ઉપાય, શનિ અને દુર્ઘટનાના ભયથી મળશે મુક્તિ

પૂજન બાદ કાચ્ચા અન્નથી ભરેલો ઘડો કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિને દાનમાં આપો. પૂર્ણિમાના દિવસે તુલસીના પાન તોડવાની ભૂલ ન કરો. તુલસીના પાન ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. પરંતુ આ દિવસે તુલસીના પાન તોડવા અશુભ માનવામાં આવે છે. તેનાથી ભગવાન વિષ્ણુની કૃપા નહીં મળે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Chaitra Purnam 2024 Hanuman Jayanti 2024 Shubh muhurat puja vidhi હનુમાન જયંતિ 2024 Chaitra Purnam 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ