બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / central gov declared that learning licence exam can be givem through portal or mobile

હવે ખોટા ધક્કા બંધ / ઘરે બેઠા મળશે લર્નિંગ લાયસન્સ: મોબાઈલમાં જ આપી દેવાની પરીક્ષા, જાણો કઈ રીતે

Vaidehi

Last Updated: 10:39 AM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે હવેથી પરીક્ષાર્થીઓ માટે ઘર બેઠા લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવાની વ્યવસ્થા કરવામાં આવે.

  • કેન્દ્ર સરકારનો મોટો આદેશ
  • રાજ્યોમાં લર્નિંગ લાયસન્સની પરીક્ષા અંગે ફેરફાર
  • ઘર બેઠા મોબાઈલથી આપી શકાશે પરીક્ષા

કેન્દ્ર સરકારે દેશનાં તમામ રાજ્યોને મોટો આદેશ આપ્યો છે. હવે લર્નિંગ લાયસન્સની પરીક્ષા માટે કેન્દ્ર પર જવું આવશ્યક નથી. કેન્દ્ર સરકારે આદેશ આપતાં જણાવ્યું છે કે લર્નિંગ લાયસન્સની પરીક્ષા ઘર બેઠા મોબાઈલથી જ આપી શકાશે. હવે સેન્ટર પર પરીક્ષાર્થીઓએ ધક્કા ખાવાની આવશ્યકતા રહેશે નહીં. આ પદ્ધતિ અંગે કેટલાક ચોક્કસ નિયમો પણ આપવામાં આવ્યાં છે. ગેરરીતિ વગર ઘરે બેઠા લર્નિગ લાયસન્સ મળે તે માટે વ્યવસ્થા કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે.

કેન્દ્ર સરકારે જણાવી નવી પદ્ધતિ
કેન્દ્ર સરકારે લાયસન્સની પરીક્ષા આપનારાઓ માટે નવી પદ્ધતિ અંગે રાજ્ય સરકારને આદેશ આપ્યાં છે. જેમાં કેન્દ્રએ જણાવ્યું કે પરીક્ષાર્થીઓ લર્નિંગ લાયસન્સની પરીક્ષા ઘર બેઠા મોબાઈલથી જ આપી શકાશે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલો અભ્યાસક્રમ રાખવામાં આવશે અને અભ્યાસક્રમ શીખ્યા બાદ 7 દિવસમાં સરકારના પોર્ટલ અથવા મોબાઈલમાં પરીક્ષા આપી શકાશે. આ પરીક્ષા માટે સ્પેશિયલ ફેસ રીકેગનાઇઝ અને આધારકાર્ડ બેઝ સિસ્ટમ ગોઠવવામાં આવશે. એટલું જ નહીં સંપૂર્ણ સિસ્ટમ હાઇ સ્પિડથી અને સંપૂર્ણ ટેક્નોલોજીથી થશે.

કેવી રીતે લર્નિંગ લાયસન્સ માટે અપ્લાય કરવું?
જો તમને 18 વર્ષ પૂરાં થઈ ગયાં છે તો તમે ડ્રાઈવિંગ લાયસન્સ માટે અપ્લાય કરી શકો છો પરંતુ સૌથી પહેલા તમને તેના માટે પરીક્ષા આપવી પડશે જેના બાદ તમને માત્ર લર્નિંગ લાયસેન્સ મળી શકશે. આ લર્નિંગ લાયસેન્સ મેળવવા માટે તમારે RTOની ઓફિશિયલ વેબસાઈટ sarathi.parivahan.gov.in પર ઓનલાઈન અરજી ભરવી પડે છે. જરૂરી દસ્તાવેજો અને ચોક્કસ ફીઝ ભર્યા બાદ તમારું એપ્લિકેશન થઈ જાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Central Government Learning License driving Test કાચું લાયસેન્સ ડ્રાઈવિંગ પરીક્ષા learning license
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ