બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / ગુજરાત / Extra / cctv-footage-of-professor-son-killing-mother-in-rajkot-over-her-long-term-illness

NULL / VIDEO: હેવાન પુત્રએ માતાને અગાશી પર લઇ જઇ નીચે ફેંકી કરી હત્યા

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

રાજકોટઃ 'મા તે મા બીજા વગડાના વા'આ કહેવત આજે રાજકોટમાં ખોટી પડી છે. રાજકોટમાં એક એવા હેવાન પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે. જેણે પોતાની જ જનેતાની ઠંડા કલેજે હત્યા કરી નાખી. ત્યારબાદ આ હત્યાને અકસ્માત ગણાવી. પરંતુ કેવાય છે ને કે એક દિવસ તો પાપનો ઘડો ફૂટે જ છે. તેમ આ હેવાનનો પણ ઘડો ફૂટયો અને તેને જેલમાં જવું પડયું.

હેવાન પુત્રની કરતૂત કેમ આવી સામે?
હજૂ આ દુનિયામાં દિકરાની ઘેલછા રહેલી છે. દિકરો આવશે તો વંશ આગળ વધશે અને ઘડપણમાં સહારો બનશે. પરંતુ આવી આશા રાખીને બેઠેલા માતા-પિતા જરા ચેતી જજો. કારણે કે રાજકોટમાં એવો કિસ્સો સામે આવ્યો જેણે ભલભલાને ડઘાવી દીધા. રાજકોટમાં એવા એક હેવાન દિકરાનું કારસ્તાન સામે આવ્યું છે.

જેણે પોતાની જનની જનેતાને મોતને ઘાટ ઉતારી દીધી છે. એટલું જ નહીં પરંતુ આ હેવાન દિકરાએ માતાની હત્યા બાદનો બચવાનો પ્લાન ઘડી તેમાં સફળતા પણ મેળવી લીધી હતી. પરંતુ આખરે આ હેવાન દિકરાના પાપનો ઘડો તેના ઘરની સામે લાગેલા CCTV કેમેરાએ ફોડી નાખ્યો. દિકરાના સંબંધ પર લાંછન લગાવતા આ નરાધમને આખરે જેલના સડીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.


શું હતી સમગ્ર ઘટના?
સૌ કોઈને હચમચાવી નાખનાર આ ક્રુરતા ભરી ઘટના સામે આવી હતી. આ ઘટના રાજકોટના રામેશ્વર પાર્ક-2માં આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટની છે. જ્યાં વૃદ્ધા જયશ્રીબેન નથવાણીની આજથી 4 મહિના પહેલા અગાસી પરથી નીચે પડતા મોત થયું હતું. જોકે ત્યાર બાદ આ મામલે પોલીસ દ્વારા આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. શંકાના આધારે પોલીસે જયશ્રીબેન ઘરની સામેના CCTVની પણ તપાસ કરી હતી.

જેમાં સમગ્ર મામલાનો ભેદ ઉકેલાયો. વૃદ્ધાની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે CCTV મેળવીને તપાસ કરવામાં આવી. તો પોલીસને જાણવા મળ્યુ કે વૃદ્ધા છેલ્લા ઘણા સમયથી બિમાર હતી જેથી તે ચાલી શકતી ન હતી. પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે સંદિપ માતાની બિમારીથી કંટાળી ગયો હતો અને જેથી તેણે પોતાની માની હત્યા કરી હતી.

જોકે CCTV દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સંદિપ પોતાની વૃદ્ધ માતાને ઉઠાવીને ઘરમાંથી બહાર લાવે છે. ત્યારબાદ અગાસી પર લઈ જઈ રહ્યો છે. જે બાદ અગાસીમાંથી વૃદ્ધાને નીચે ફેંકી પરત પોતાના ઘરમાં ઘુસી જાય છે. જોકે તેની ગણતરીની મીનિટોમાં જ એક વ્યક્તિ નીચેથી દોડી આવે છે અને તેના ઘરનો દરવાજો ખખડાવી સંદિપને આ અંગે જાણ કરે છે. ત્યારબાદ પોતાની જનેતાને મોતનેઘાટ ઉતરનાર આ ઢોંગી કપૂત દોડીને નીચે જતો દેખાઈ છે. જોકે હાલ કુળ દિપકના નામે કલંક સમાન આ કપૂતના જેલના સડીયા પાછળ છે.

મહત્વનું છે કે જે માએ દીકરાને ભણાવી-ગણાવી પ્રોફેસર બનાવ્યો આજે તે જ દિકરાએ માના દુધને લજવ્યું છે. જ્યારે માની સેવા કરવાનો અવસર આવ્યો ત્યારે સેવા ન કરવી પડે માટે પોતાની જ જનેતાનું કાસળ કાઢી નાખ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આ જ છે નવી પેઢીની વિચારધારા ? શું આમ જ જળવાશે ભારતીય સંસ્કૃતિની ગરિમા ? 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ