બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Politics / CBI sent summon to TMC leader Abhishek Banerjee asked to appear tomorrow

બંગાળ / મમતા દીદીના 'ઘર' સુધી પહોંચી CBI, ભત્રિજા અભિષેક બેનરજીને પાઠવ્યું સમન્સ, કયા કેસમાં કાર્યવાહી

Vaidehi

Last Updated: 08:04 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CBI Summons Abhishek Banerjee: કોલકત્તા HCએ કહ્યું હતું કે અભિષેક બેનર્જી અને કુંતલ ઘોષ સાથે ED અને CBI પૂછપરછ કરી શકે છે અને આજે શિક્ષક ભરતી ઘોટાળાનાં કેસમાં અભિષેક બેનર્જીને CBIએ સમન મોકલ્યું છે.

  • TMCનાં રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીને CBIનું આમંત્રણ
  • શિક્ષક ભરતી કૌભાંડનાં મામલે પૂછપરછ કરી શકે છે એજન્સી
  • સમન મળ્યાં બાદ BJP પર ભડક્યાં અભિષેક બેનર્જી

CBIએ શિક્ષક ભરતી ઘોટાળાનાં મામલામાં TMCનાં રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીને સોમવારે સમન મોકલ્યું. આવતીકાલે કોલકત્તાનાં નિઝામ પેલેસમાં તેમને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મમતા બેનર્જીનાં ભત્રીજા અભિષેકની સાથે લાંચનાં બદલામાં સ્કૂલમાં નોકરીનાં મુદે એજન્સી પૂછપરછ કરશે. 

સમન મળ્યાં બાદ ભડક્યાં અભિષેક
CBIની તરફથી સમન મળ્યાં બાદ અભિષેક બેનર્જીએ BJP પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વિટ કર્યું કે 'ભાજપ મને હેરાન કરવા અને ટાર્ગેટ બનાવવાનાં લક્ષ્યથી CBI અને EDને કોર્ટનાં આદેશનો ભંગ કરવાનું સૂચન કર્યું છે. સુપ્રીમ કોર્ટે સવારે કોલકત્તા હાઈકોર્ટનાં એ આદેશ પર રોક લગાવી દીધી હતી જેમાં કેન્દ્રીય એજન્સીઓને મને સમન મોકલવાની પરવાનગી આપવામાં આવી હતી. તેમ છતાં આજે બપોરે 1.45 વાગ્યે મને સમન આપવામાં આવ્યું. આ ગંભીર સ્થિતિ છે.'

આ મામલા પર SC 24 એપ્રિલનાં સુનાવણી કરશે
સુપ્રીમ કોર્ટે આજે કલકત્તા HCનાં 13 એપ્રિલનાં એ આદેશ પર રોક લગાવી જેમાં પશ્ચિમ બંગાળ પોલીસને સ્કૂલ ભરતી કૌભાંડની તપાસ કરી રહેલા CBI અને ED અધિકારીઓની સામે FIR ન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. CJI ચંદ્રચૂડ, જસ્ટિસ પી.એસ.નરસિમ્હા અને જસ્ટિસ જે.બી. પારદીવાલાની પીઠએ આ નિર્ણય સંભળાવ્યો હતો. HCની પીઠે એ આદેશ પર પણ રોક લગાવી હતી કે અભિષેક બેનર્જી અને કુંતલ ઘોષથી ED અને CBI પૂછપરછ કરી શકે છે અને આ પૂછપરછ જલ્દી થવી જોઈએ. જો કે આ મામલાની અરજી પર SC 24 એપ્રિલનાં સુનાવણી કરશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ