બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / CBI and ED were aware about the former home and finance minister P Chidambaram hiding place
.jpg)
ADVERTISEMENT
નોર્થ એવન્યૂ સ્થિત એક ઘરમાં હતાં પી. ચિદંબરમ
સૂત્રોનાં કહેવા અનુસાર પી. ચિદમ્બરમ મંગળવારની રાત્રિએ ક્યાં રોકાયા હતાં, તપાસ એજન્સીઓને એ ખ્યાલ હતો. તપાસ એજન્સીનાં સૂત્રોએ એવો દાવો કર્યો કે એક ખાનગી એજન્સીએ પી. ચિદંબરમનાં ઠેકાણાંની જાણકારી આપી દીધી હતી. સૂત્રોનું કહેવું એમ છે કે તેઓ નોર્થ એવન્યૂ સ્થિત એક ઘરમાં રોકાયા હતાં. તપાસ એજન્સીઓ જો ઇચ્છે તો પી. ચિદંબરમની સરળતાથી ધરપકડ કરી શક્યા હોત. ત્યારે સાંજ સુધી તેમનો ફોન પણ ચાલતો હતો. જો કે આ મામલામાં તમામ આદેશ ઉપરથી આવી રહ્યાં હતાં.
ADVERTISEMENT
ખાલી હાથે ટીમ ફરી પરત
મંગળવારનાં રોજ INX મીડિયા મામલામાં દિલ્હી સુપ્રીમ કોર્ટથી આગામી જામીન અરજી રિજેક્ટ થતા સીબીઆઈ ટીમ પી. ચિદંબરમનાં ઘરે પહોંચી હતી. તે સમયે એવું કહેવામાં આવ્યું કે, પી. ચિદંબરમ ત્યાં હાજર નથી. તપાસ એજન્સીઓનાં અધિકારીઓએ નોટિસ રજૂ કરીને બે કલાકમાં રજૂ થવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યાર બાદ ઇડીની ટીમ પણ ત્યાં પહોંચી ગઇ. જો કે પૂર્વ નાણાંમંત્રી ત્યાં ન હોતાં. જેથી મોડી રાત સુધી બંને ટીમો ખાલી હાથ પરત આવી.
ADVERTISEMENT

રસ્તા વચ્ચોવચ બદલી કારઃ
ADVERTISEMENT
સૂત્રોનું કહેવું એમ છે કે મંગળવારનાં સાંજ સુધી પી. ચિંદબરમ સુપ્રીમ કોર્ટમાં હાજર હતાં. ત્યાંથી નીકળ્યાં બાદ તે જોરબાગ સ્થિત ઘર પર પહોંચ્યાં. તેઓને એવો અંદાજો આવી ગયો હતો કે તપાસ એજન્સીઓ ગમે ત્યારે તેમની ધરપકડ કરી શકે છે. તેઓ સુપ્રીમ કોર્ટથી જે ગાડીમાં ચાલ્યાં હતાં ત્યાં તેમનાં ઘર પર પહોંચી ગઇ. પરંતુ ચિદંબરમ વચ્ચે રસ્તામાં જ કોઇ બીજી ગાડીમાં સવાર થઇ ગયાં. અંદાજે આઠ કલાક સુધી તેમનો ફોન ચાલુ રહ્યો ને બાદમાં તુરંત તેમનો ફોન બંધ થઇ ગયો.
તપાસ એજન્સીઓને રાત્રીનાં 11 વાગે અંદાજો આવ્યો
ADVERTISEMENT
આ મામલામાં દિલ્હી પોલીસની ખાનગી લોકોની પણ મદદ મળી. તપાસ એજન્સીઓએ રાત્રીનાં અંદાજે 11 વાગે એ જાણી લીધું હતું કે પૂર્વ નાણાંમંત્રી ક્યાં રોકાયાં છે. સૂત્રોનું કહેવું એમ છે કે તપાસ એજન્સીઓને જો આદેશ મળ્યો હોત તો તેઓની ધરપકડ કરી શકત.
CBI અને EDને કોઈક ઉપરી આદેશની રાહ હતી
ADVERTISEMENT
તપાસ એજન્સીઓના અંગત સુત્રોના જણાવ્યા અનુસાર CBI અને ED બંને ટીમને કોઈક ઉપરી આદેશની રાહ હતી. જો આ ઉપરી આદેશ રાતે જ આવી ગયો હોત તો રાતે જ પી ચીદમ્બરમને CBIઅને ED કોઈ પણ જગ્યાએથી શોધી કાઢત. પરંતુ એવું કશું બન્યું નહીં અને CBI અને EDને કોઈક ઉપરી આદેશ ન મળતાં પાછા ફર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.