ડાયાબિટીસ / ડાયાબિટીસથી બચવા ઓળખો તેના આ લક્ષણો અને આ બાબતોનું રાખો ધ્યાન

causes symptoms and prevention of diabetes

ડાયાબિટીસ એક એવો રોગ છે જે એકવાર થઈ જાય પછી પીછો છોડતો નથી. પણ આ રોગ વિશે હજુ પણ જાગૃતતાનો અભાવ છે. જેથી તેના વિશે જાગૃતતા લાવવા દર વર્ષે 14 નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીસ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. તાજેતરમાં એક નેશનલ સર્વેમાં સાબિત થયું છે કે ભારતમાં કુલ 11.8 ટકા લોકો ડાયાબિટીસનો શિકાર છે. પુરૂષોમાં 12 ટકા અને સ્ત્રીઓમાં 11.7 ટકા ડાયાબિટીસ જોવા મળ્યો છે. 40 ટકા દર્દીઓ તો એવા છે કે જેમને છેલ્લા ચાર વર્ષમાં ડાયાબિટીસનું નિદાન થયું નથી. દિલ્હીની એઇમ્સ અને અન્ય પ્રાઇવેટ સંસ્થાઓએ 2015થી 2019 દરમિયાન કરેલા અભ્યાસના આંકડાઓનું આ સર્વેક્ષણ છે. કેટલીક એવી વાતો છે જે ડાયાબિટીસ અંગે જાણવા જેવી પણ છે.

બ્રેકિંગ ન્યૂઝ