કેમ થાય છે પાઇલ્સની પ્રોબ્લેમ?
ખાનપાન અને લાઇફસ્ટાઇલના કારણે મોટાભાગના લોકોને પાઇલ્સની પ્રોબ્લેમ થાય છે, પરંતુ તેની પાછળ વારસાગત કારણો પણ હોય શકે છે. બેઠાડું જીવન, તીખું-તળેલું વધુ પ્રમાણમાં ખાવું અને ખાસ કરીને કબજિયાતની તકલીફ રહેતી હોય એવા લોકોને પાઈલ્સ થવાના ચાન્સિસ વધી જાય છે.

આ 4 સ્ટેજમાં વધે છે પાઈલ્સ પ્રોબ્લેમ
- શરૂઆતના સ્ટેજમાં તેના કોઈ લક્ષણ દેખાતા નથી. ઘણીવાર દર્દીને ખબર નથી હોતી કે તેને પાઈલ્સની પ્રોબ્લેમ છે. તેને ખાસ કોઈ દર્દ મેહસૂસ થતો નથી. હળવી ખુજલી થાય છે. જોર લગાવવા પર ક્યારેક થોડું લોહી આવી જાય છે. આમાં પાઈલ્સ એનસની અંદર જ હોય છે.
- બીજા સ્ટેજમાં ટોયલેટ કરતી વખતે મસા બહાર આવવા લાગે છે. પહેલાં સ્ટેજની તુલનામાં તેમાં દુખાવો વધુ થાય છે અને જોર લગાવવા પર લોહી પણ આવે છે.
- આ સ્ટેજ થોડું સીરિયસ છે. આમાં મસા એનસની બહાર તરફ રહે છે અને બહુ વધારે દુખાવો થાય છે અને લોહી નીકળે છે.
- આ વધારે સીરિયસ કંડીશન હોય છે. આમાં મસા એનસની બહાર તરફ લટકી જાય છે. બહુ વધારે દુખે છે અને લોહી નીકળે છે. ઈન્ફેક્શન ફેલવાના ચાન્સિસ વધી જાય છે.
હરસ-મસા શું છે?
મસા સામાન્ય રીતે ત્વચા પર કોઈ પણ જગ્યાએ થઈ શકે છે, પરંતુ જે ગુદાના છિદ્ર પર કે નળીમાં થાય છે તેને પાઈલ્સ કહેવાય છે. મસાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. કોઈ સરસવના દાણા જેટલા નાના હોય છે, તો કોઈ બદામ જેટલા મોટા. કોઈ ગોળ હોય છે, તો કોઈ લાંબા. મસાના ફૂલી જવાથી મળમાર્ગ અવરોધાય છે, જેથી મસાના રોગીઓમાં મળત્યાગ વખતે અધિક સમય લાગે છે તથા દુખાવો થાય છે, છોલાય જાય છે અને લોહી પણ નીકળે છે.

પાઈલ્સ માટેના ઉપાય
- એલોવેરાનો ફ્રેશ જેલ કાઢી તેને પાઈલ્સ પર રોજ લગાવવાથી ફાયદો થાય છે. મસા દુખતા નથી અને બળતરામાં આરામ મળી રહે છે. શરૂઆતના સ્ટેજમાં આ તકલીફ થાય અને આ ઉપાય રોજ કરશો તો આ સમસ્યા વધશે નહીં.
- કબજિયાત પાઈલ્સ થવાનું એક મોટું કારણ હોવાથી તેને કંટ્રોલમાં રાખવા રોજ ત્રિફળા ચૂર્ણનું સેવન કરવું. જેથી પેટ સાફ થઈ જાય.
- રોજ 1 ગ્લાસ નવશેકા પાણીમાં ચપટી હીંગ મિક્સ કરીને પીવાથી પણ ડાઈજેશન સારું રહે છે અને પાઈલ્સમાં રાહત મળે છે.
- ચણા બરાબર દેશી કપૂર કેળા સાથે મિક્સ કરીને ખાઓ. આનાથી પાઈલ્સ બેસી જાય છે અને દુખતા નથી.
- નવશેકા પાણીમાં અડધી ચમચી હરડેનો પાઉડર મિક્સ કરીને લેવો. આનાથી પેટ સાફ રહે છે અને પાઈલ્સની સમસ્યા પણ દૂર થાય છે.
- પાઈલ્સની પ્રોબ્લેમમાં થોડાં દિવસ રોજ રાતે 1 કપ ગરમ દૂધમાં 1 ચમચી દીવેલ મિક્સ કરીને પીવો. આનાથી ઘણો આરામ મળે છે.
- પાઈલ્સ પર લીમડાનું તેલ લગાડવાથી અને ચાર-પાંચ ટીપાં દરરોજ પીવાથી લાભ થાય છે. મસા મટી જાય છે.
- દરરોજ બે-ત્રણ કલાકે એક મોટી ચમચી કાચી વરીયાળી ખૂબ ચાવીને ખાવાથી હરસની તકલીફ મટે છે.
- દાડમનો રસ પીવાથી હરસમાં ફાયદો થાય છે.
- રોજ સવારે 1 ચમચી કાળા તલ ખૂબ ચાવીને ખાઈને ઉપર એક કપ દહીં ખાવાથી હરસ-મસામાં ફાયદો થાય છે.