બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Car tips: If you also drive your car less then these four problems can occur in the car, know everything

Car Tips / કાર લઈ લીધી પણ પાર્કિંગમાં મૂકી જ રાખો છો? તો ગાડીમાં થઈ શકે છે આ 4 નુકસાન, જાણો ડિટેલ્સ

Pravin Joshi

Last Updated: 06:11 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ્રોલ અને ડીઝલના ઉંચા ભાવને કારણે લોકો ઘણીવાર તેમની કાર ઓછી ચલાવવાનું પસંદ કરે છે. પરંતુ આવું કરવાથી કારમાં ઘણી સમસ્યાઓ પણ થાય છે.

  • કાર ઓછી ચલાવવામાં આવે તો પણ ગેરફાયદા થાય
  • ગાડી ઓછી ચલાવવાથી કારમાં ઘણી સમસ્યાઓ પણ થાય 
  • કારને પાર્ક કરીને રાખવામાં આવે તો કારને કાટ લાગી જાય

પેટ્રોલ અને ડીઝલના ઉંચા ભાવને કારણે લોકો ઘણીવાર તેમની કાર ઓછી ચલાવવાનું પસંદ કરે છે. પરંતુ આવું કરવાથી કારમાં ઘણી સમસ્યાઓ પણ થાય છે. આ સમાચારમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે જો કાર ઓછી ચલાવવામાં આવે તો કઇ ચાર સમસ્યાઓ આવી શકે છે.

Car Tips | Page 6 | VTV Gujarati

કાટ લાગવાનું જોખમ

જો કારને એક જગ્યાએ લાંબા સમય સુધી પાર્ક કરીને રાખવામાં આવે તો કારને કાટ લાગવાનું જોખમ વધી જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે જ્યારે કારને એક જગ્યાએ લાંબા સમય સુધી પાર્ક કરવામાં આવે છે, ત્યારે કારની આસપાસ માટી જમા થાય છે. આ માટી કાર પર પણ જમા થવા લાગે છે અને પછી જ્યારે પાણી નાખવામાં આવે છે, ત્યારે ભેજ લાંબા સમય સુધી એક જગ્યાએ રહે છે. એક જગ્યાએ ભેજ અને માટી હોવાને કારણે કાટ લાગવા લાગે છે.

ચાલુ કારે અચાનક બ્રેક ફેલ થઇ જાય તો...! નોટ કરી લો આ 5 બાબતો, દુર્ઘટનાનો  શિકાર થતા અટકી જશો | auto care how to stop car when its brakes fail

બ્રેક નુકસાન

પાર્ક કરેલી કાર પર હેન્ડબ્રેક લગાવવાથી પણ કારને નુકસાન થાય છે. જો કાર લાંબા સમય સુધી પાર્ક કરેલી હોય ત્યારે હેન્ડબ્રેક ચાલુ રાખવામાં આવે તો, બ્રેક શૂ મેટલ સાથે ચોંટી જાય છે. આવું થાય ત્યારે બ્રેક શૂ બગડી જાય છે અને મિકેનિક પાસે ગયા પછી જ કાર રિપેર થાય છે.

Topic | VTV Gujarati

ટાયરને નુકસાન થાય

જો કારનો લાંબા સમય સુધી ઉપયોગ ન થાય તો કારના ટાયર પર પણ વિપરીત અસર થાય છે. કારને લાંબા સમય સુધી એક જગ્યાએ પાર્ક રાખવાથી કારના ટાયરના અમુક ભાગો પર વધુ દબાણ આવે છે. આ સિવાય કારના ટાયરમાં રહેલી હવા પણ ધીરે ધીરે ઓછી થવા લાગે છે. એક જગ્યાએ ઓછી હવા અને દબાણને કારણે ટાયર સુકવા લાગે છે. જ્યારે આવું થાય છે, ત્યારે ટાયર ઝડપથી બગડે છે.

શું બેટરી ડાઉન થતાં આપની કાર નથી થઇ રહી સ્ટાર્ટ! તો don't woory હવે અપનાવો  આ Trick | Mobile power bank start car battery jump starter in a few seconds  available online

વધુ વાંચો : "જાણીને લાગશે આંચકો! જાન્યુઆરીમાં આ કંપનીએ વેચી નાખી સૌથી વધુ કાર, સેલ રિપોર્ટે બજારમાં પડાવી બૂમ"

બેટરી પર ખરાબ અસર પડે છે

જો કાર લાંબા સમય સુધી પાર્ક કરવામાં આવે તો બેટરી ડિસ્ચાર્જ થઈ શકે છે. આવું થાય છે કારણ કે કાર ચાલતી હોય ત્યારે બેટરી ચાર્જ થતી રહે છે. પરંતુ જો કાર બંધ રહે તો બેટરીમાં કરંટ ધીમે ધીમે ઓછો થવા લાગે છે. જો આવું વારંવાર થાય છે, તો બેટરી ઝડપથી બગડી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ