ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / Captain Amarinder Singh likely to form his party in 15 days

રાજકારણ / રાહુલ ગાંધીનો માસ્ટરસ્ટ્રોક કોંગ્રેસને જ ભારે પડશે! કેપ્ટને બનાવી નાંખ્યો છે ગેમપ્લાન, 15 જ દિવસમાં એલાન

Published By: Ronak

Last Updated: 05:51 PM, 1 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ટૂંક સમયમાં પોતાની પાર્ટી બનાવાની તૈયારીમાં છે તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે. 15 દિવસમાં તેઓ આ મુદ્દે મોટું એલાન કરી શકે છે.

ADVERTISEMENT

  • પંજાબના પૂર્વ મુખ્યમંત્રીએ ટૂંક સમયમાં કરશે મોટું એલાન 
  • કેપ્ટન અમરિંદર સિંહ 15 દિવસમાં તેમની પાર્ટી બનાવે તેવી શક્યતા 
  • પંજાબમાં નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય કોંગ્રેસને ભારે પડ્યો 

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદ સિંહ આવતા 15 દિવસમાં તેમની પાર્ટી બનાવાના છે. સૂત્રો દ્વારા તેવી માહિતી આવી છે કે જો ખેડૂતો મુદ્દે કેન્દ્ર સરકાર સાથે વાતચીતમાં કોઈ સમાધાન નિકાળી શક્યા તો તેમની પાર્ટી ચૂંટણી પણ લડશે. જોકે અમરિંદર સિંહ પાસે હજુ ભાજપમાં જવાનો વિકલ્પ પણ બચ્યો છે.

કોંગ્રેસ માટે હવે ચૂંટણી જીવતી મુશ્કેલ 

કોંગ્રેસને એ વાતનો ડર છે કે કેપ્ટન રાષ્ટ્રીય સુરક્ષાને લઈને સિદ્ધુને ખતરો ગણાવીને એ મુદ્દાને ઉછાળશે. સાથેજ તેમની સાથે કોંગ્રેસના ઘણા સાંસદ તેમજ ધારાસભ્યો પણ જોડાઈ શકે છે. જેથી આવા સમયે કોંગ્રેસ માટે પંજાબમાં ચૂંટણી જીતવી ઘણી મુશ્કેલ રહેશે. 

કોંગ્રેસ સિદ્ધુને હટાવી પણ નહી શકે 

હાલ નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. જેથી કોંગ્રેસ નેતાઓ દ્વારા નવા પ્રદેશ અધ્યક્ષ બનાવાની માંગ કરવામાં આવી રહી છે. જાખડથી લઈને મનીષ તિવારી સુધી ઘણા નેતાઓના નામ લિસ્ટમાં શામેલછે. જોકે હાઈકમાન સિદ્ધુને હટાવાના પક્ષમાં નથી કારણકે તેમના આ નિર્ણયથી ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. 

સિદ્ધુ પાસે પણ કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ નથી 

આપને જણાવી દઈએ કે સિદ્ધુ પાસે હવે કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યો. આણ આદમી પાર્ટી પણ હવે તેમને શામેલ કરીને કોઈ જોખમ લેવા નથી માગતી જેથી બીજી કોઈ પાર્ટી સિદ્ધુ જોડાય તેવી કોઈ શક્યતા નથી. તેમણે કોંગ્રેસમાં રહેવું પડશે. પરંતુ કેપ્ટન અમરિંદર સિંહ તેમના પર આકરા પ્રહારો કરતા જઈ રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Captain Amrindar Singh new party panjab politics કેપ્ટન અમરિન્દરસિંહ નવી પાર્ટી પંજાબ રાજકારણ Panjab Politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ