બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / Capt. Amarinder Singh made a big announcement. Capt. Amarinder Singh is keen to work with BJP
ADVERTISEMENT
ત્રણેય કૃષિ કાયદાઓ રદ થયા બાદ હવે પંજાબના રાજકારણમાં જોરદાર ગરમાવો આવ્યો છે. પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદરે સિંહે કહ્યું કૃષિ કાયદા પરત ખેંચતા ખુશી વ્યક્ત કરી. સાથેજ તેમણે જાહેર કરી દીધું કે હવે તેઓ સાથે કામ કરવા માટે ઉત્સુક છે. કેપ્ટનના નિવેદન પણ એ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે 2022માં ભાજપ અને કેપ્ટન એક સાથે પંજાબમાં ચૂંટણી લડવાના છે.
Great news! Thankful to PM @narendramodi ji for acceding to the demands of every punjabi & repealing the 3 black laws on the pious occasion of #GuruNanakJayanti. I am sure the central govt will continue to work in tandem for the development of Kisani! #NoFarmers_NoFood @AmitShah
— Capt.Amarinder Singh (@capt_amarinder) November 19, 2021
ADVERTISEMENT
કેપ્ટન અમરિન્દર સિંહે આભાર માન્યો હતો, કોંગ્રેસે કહ્યું- તૂટી ગયું અભિયાન
ADVERTISEMENT
કાયદો હટાવ્યા બાદ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેણે ટ્વીટ કરીને કહ્યું, 'શાનદાર સમાચાર! ગુરુનાનક જયંતીના શુભ અવસર પર, દરેક પંજાબીની માંગણીઓ સ્વીકારવા અને 3 કાળા કાયદાને રદ કરવા બદલ PM નરેન્દ્ર મોદીજીનો આભાર. મને ખાતરી છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોના વિકાસ માટે કામ કરતી રહેશે!
કોંગ્રેસે ખેડૂતોની જીત ગણાવી
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત બાદ કોંગ્રેસે સમગ્ર ઘટનાને ખેડૂતોની જીત ગણાવી હતી. કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે, તૂટી ગયું અભિયાન, જીતી ગયા મારા દેશના ખેડૂત. તો કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ પણ સરકાર પર નિશાન શાધ્યું હતું અને કહ્યું કે, દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝૂકાવી દીધું. અન્યાય વિરૂદ્ધની આ જીત મુબારક હો! જય હિંદ, જય હિંદ કા કિસાન!
આગામી સંસદ સત્રમાં કાયદા પરત લેવાની કરી જાહેરાત
ADVERTISEMENT
PM મોદીએ કહ્યું કે, આગામી સંસદ સત્રમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર આ માટે એક સમિતિની રચના કરશે. તેમણે કહ્યું કે અમારા પ્રયાસો છતાં અમારી સરકાર ખેડૂતોના વિરોધને સમજી શકી નથી. હું દેશવાસીઓની માફી માંગુ છું કે અમારા પોતાના પ્રયાસોમાં થોડીક ઉણપ રહી હશે. પીએમએ વિરોધ કરી રહેલા ખેડૂતોને કહ્યું કે ગુરપુરબના અવસર પર તમે તમારા ઘર અને ખેતરમાં પાછા ફરો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'ખેડૂતોની સ્થિતિ સુધારવા માટેના મહાન અભિયાનમાં ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. તેનો હેતુ એ હતો કે નાના ખેડૂતોને વધુ શક્તિ મળવી જોઈએ અને તેઓને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળવા જોઈએ. વર્ષોથી દેશના કૃષિ નિષ્ણાતો, સંગઠનો અને વૈજ્ઞાનિકો આ માંગ કરી રહ્યા હતા. ભૂતકાળમાં પણ ઘણી સરકારોએ મંથન કર્યું હતું. આ વખતે પણ સંસદમાં ચર્ચા થઈ. દેશના ખૂણે ખૂણે, વિવિધ ખેડૂત સંગઠનોએ સ્વાગત કર્યું અને ટેકો આપ્યો. આજે તેમના સમર્થન માટે હું તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.