બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 10:53 PM, 13 April 2024
ગુજરાતમાં 7મેના દિવસે લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે. મતદાનને એક મહિના કરતાં પણ ઓછો સમય રહ્યો છે. ભાજપ પહેલેથી 26 એ 26 બેઠકના ઉમેદવારો જાહેર કરી ચૂક્યો છે ત્યારે હવે કોંગ્રેસે પણ આજે નવા ચાર સાથે તમામ બેઠકોના ઉમેદવારો જાહેર કરી ચૂક્યાં છે.
ADVERTISEMENT
ગુજરાતમાં લોકસભાના તમામ ઉમેદવારનું લિસ્ટ#gujarat #LokSabaElection2024 #bjpgujarat #gujaratcongress #LokSabhaElection #bjpcandidateslist #congresscandidatelist #vtvgujarati pic.twitter.com/7g7WqbsBLG
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 13, 2024
ADVERTISEMENT
હાઈ પ્રોફાઈલ બેઠકો પણ કોણ?
આ વખતની લોકસભાની ચૂંટણીમાં પરષોત્તમ રુપાલાને કારણે રાજકોટ હાઈપ્રોફાઈલ બેઠક છે. અહીં ભાજપે પરષોત્તમ રુપાલા તો કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. રુપાલાએ દલિત અને ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીથી મોટો વિવાદ પેદા થયો છે જેને કારણે પણ બેઠકની ખૂબ ચર્ચા થઈ રહી છે.
ગાંધીનગરથી અમિત શાહ
રાજકોટની ઉપરાંત ગાંધીનગર પણ હાઈ પ્રોફાઈલ બેઠક બની રહી છે અહીં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતનો મુકાબલો કોંગ્રેસના સોનલ પટેલની સામે થશે.
Lok Sabha Elections 2024 | Congress releases another list of 16 candidates for the general elections.
— ANI (@ANI) April 13, 2024
Vikramaditya Singh to contest from Mandi (against BJP candidate Kangana Ranaut), Manish Tewari from Chandigarh. pic.twitter.com/jIGHjjD5ql
કોંગ્રેસે 5 વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારો નામ જાહેર કર્યા#gujarat #vidhansabha #byelection2024 #byelectiongujarat #congress #breakingnews #vtvgujarati pic.twitter.com/wpqBsBHv6Y
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 13, 2024
આમ આદમી પાર્ટી ફક્ત બે બેઠકો પર લડશે
ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન હોવાથી આમ આદમી પાર્ટીને બે બેઠકો મળી છે જેમાં ભાવનગર અને ભરુચ સામેલ છે. ભાવનગરથી આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા અને ભરુચથી ચૈતર વસાવા ચૂટણી લડી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.