ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / વર્ક પરમિટ નથી મળી? તો શું કેનેડામાં રહી શકશે ભારતીય વિદ્યાર્થીઓ? જાણો નિયમ

NRI / વર્ક પરમિટ નથી મળી? તો શું કેનેડામાં રહી શકશે ભારતીય વિદ્યાર્થીઓ? જાણો નિયમ

Published By: Jinal Chauhan

Last Updated: 12:09 PM, 21 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ માટે જાય છે કારણ કે તેમને ત્યાં કામ કરવાની છૂટ મળે છે. જેથી તેમને કેનેડામાં કામનો અનુભવ મેળવી શકે છે.અહીં કામ કરતા પહેલા, તમારે જરૂરી વર્ક પરમિટ મેળવવી જરૂરી છે.

ADVERTISEMENT

કેનેડા વિદેશમાં અભ્યાસ માટેનું એક લોકપ્રિય સ્થળ છે જે લાખો ભારતીય વિદ્યાર્થીઓના ભણવા માટેનું સેન્ટર બન્યું છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવા માટે આટલા ઉત્સુક કેમ છે? આનો જવાબ એક એવી પોલીસમાં રહેલો છે જે વિદેશી વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી પૂરી કર્યા પછી કામ કરવાની મંજૂરી આપે છે. ડિગ્રી પુરી કર્યા પછી, કેનેડામાં કોઈપણ વિદ્યાર્થી દેશમાં રહી શકે છે અને કોઈપણ કંપનીમાં કામ કરી શકે છે, જેનાથી તેમને કામનો અનુભવ મળે છે.

PGWP સામાન્ય રીતે 8 મહિના થી 3 વર્ષ સુધી માન્ય

ડિગ્રી પુરી થયા બાદ કેનેડામાં કામ ચાલુ રાખવા માટે વિદ્યાર્થીઓએ પોસ્ટ-ગ્રેજ્યુએટ વર્ક પરમિટ (PGWP) મેળવવું જરૂરી છે. આ પરમિટ ડિગ્રી પૂર્ણ કર્યા પછી 180 દિવસની અંદર મેળવવું પડે છે. PGWP સામાન્ય રીતે 8 મહિના થી 3 વર્ષ સુધી માન્ય હોય છે, અને તેની અવધિ વિદ્યાર્થીઓ કઈ ડિગ્રી પૂર્ણ કરે છે તે પર આધારિત હોય છે. આ પરમિટ દ્વારા મળતો કાર્ય અનુભવ વિદ્યાર્થીઓને પાછળથી કાયમી રહેઠાણ (PR) મેળવવામાં મોટી મદદરૂપ બને છે.

Canada-Visa

શું દેશ છોડવો પડશે?

પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) તેના માટે જરૂરી છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ પુરા થયાના છ મહિનાની અંદર PGWP માટે અરજી કરવી જરૂરી છે. આ સમય પછી અરજી કરવાથી તેમને વર્ક પરમિટ મળશે નહીં. સમસ્યા એ છે કે અરજી કર્યા પછી પણ PGWP મેળવવામાં ઘણા મહિના લાગી શકે છે. આ જ કારણ છે કે ઘણા વિદ્યાર્થીઓને ટેન્શન થાય છે કે શું તેઓ વર્ક પરમિટ ન મળે ત્યાં સુધી કેનેડામાં રહી શકશે અને કામ કરી શકશે, અથવા તેમને દેશ છોડવો પડશે.

જો તમને PGWP ન મળે તો તમે શું કરી શકો?

કેનેડાના ઇમિગ્રેશન નિયમ પ્રમાણે જે વિદેશી વિદ્યાર્થીઓએ તેમનું સ્ટડી પુરુ કર્યું છે અને PGWP માટે અરજી કરી છે તેમને કેનેડામાં કામ કરવાની મંજૂરી મળે છે. PGWP માટે અરજી કર્યા પછી વિદ્યાર્થીને ઇન્ટરિમ વર્થ ઓથોરાઇઝેશન લેટર (IMM 0127 E) મળે છે જે તેમને કેનેડામાં કામ કરવાની મંજૂરી આપે છે. આ રીતે જો કોઈ વિદ્યાર્થીને PGWP ન મળે તો પણ તેઓ દેશમાં રહી શકે છે અને આરામથી કામ કરી શકે છે. દેશ છોડવાની કોઈ જરૂર નથી.

TFWP માટે અરજી કરી શકો છો

જો તમને PGWP ન મળે, તો તમે TFWP માટે અરજી કરી શકો છો. આ પ્રોગ્રામ દ્વારા વર્ક પરમિટ માત્ર ત્યારે જ આપવામાં આવે છે જ્યારે કોઈ કેનેડિયન કંપની કામદારોને નોકરી આપવા તૈયાર હોય. એટલે કે, TFWP માટે જોબ સ્પોન્સરશિપ ફરજિયાત છે. જો વિદ્યાર્થીઓને લાગે છે કે PGWP મેળવવામાં મુશ્કેલી આવી શકે છે, તો તેમને એવી કંપની શોધવી જોઈએ જે TFWP હેઠળ તેમને સ્પોન્સર કરવા તૈયાર હોય

vtv app promotion

આ પણ વાંચોઃ શેર બજારમાં મોટો કડાકો, રોકાણકારોના 3.50 લાખ કરોડ સ્વાહા, જાણો કયા કારણોસર

ઇન્ટરિમ વર્ક ઓથોરાઇઝેશન લેટરની વેલેડિટી

ઇન્ટરિમ વર્ક ઓથોરાઇઝેશન લેટર (IWRAL) સામાન્ય રીતે 180 દિવસ માટે માન્ય હોય છે. પણ PGWP માટે પ્રોસેસ પૂર્ણ થવામાં 227 દિવસ લાગે છે, એટલે ઘણા વિદ્યાર્થીઓનું IWRAL તેમની PGWP મળ્યા વિના પુરુ થઈ શકે છે. સારું એ છે કે IRCC પહેલા જ કહી દીધું છે કે PGWP માટે અરજી કરેલા અને તમામ જરૂરિયાતો પૂરી કરેલા વિદ્યાર્થીઓ કામ કરી શકશે, ભલે તેમના 180 દિવસ પૂરા થઈ ગયા હોય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

workPermit Canada studyAbroad

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ