can police arrest unmarried couples in hotels know your rights
તમારા કામનું /
અપરણિત કપલને હોટલ કે કારમાં પકડી શકે પોલીસ? જાણો તમારા હકો અને શું છે કાયદો
Team VTV01:13 PM, 20 Aug 22
| Updated: 02:03 PM, 20 Aug 22
હોટલનાં રૂમમાં કોઈ અપરિણિત કપલ અંગત પળો માણે છે, તો જાણો પોલીસ ક્યા પ્રકારની કાર્યવાહી કરી શકે.
હોટલનાં રૂમમાં કોઈ અપરિણિત કપલ અંગત પળો માણે છે, તો અમુક શરતો પૂરી થતી હોય તો પોલીસ કાર્યવાહી ન કરી શકે
જાહેરમાં અંગત પળો માણવા પર થઈ શકે છે કાર્યવાહી
એકસ્ટ્રા મેરિટલ અફેરનો કેસ હોય તો પણ પોલીસ ન કરી શકે કાર્યવાહી
શું હોટલનાં રૂમમાં કે કારમાં તમે અંગત પળો માણતા હોવ ત્યારે પોલીસ તમારા પર કોઈ કાર્યવાહી કરી શકે કે નહીં કે પછી તમારો મોબાઈલ કારણ વિના ચેક કરી શકે કે નહીં? જો તમને પણ આવા સવાલો ક્યારેય થયા હોય કે પછી તમારા અધિકારો તમારે જાણવા હોય, તો આજે અહીં તમને જવાબો મળી જશે. જાણો શું કહે છે આ બાબતે જાણીતા વકીલ શૈશવ પંડિત.
કોઈ અપરિણિત કપલ હોટલ રૂમમાં અંગત પળો માણે, તો પોલીસ કાર્યવાહી કરી શકે?
હોટલમાં આવીને તપાસ કરી શકે
રેકોર્ડ તપાસી શકે
રૂમની બહાર બોલાવીને પણ પૂછપરછ કરી શકે
છોકરીની સંમતિથી આવ્યા છે કે નહીં તેટલું જ જાણી શકે
કપલ બંન્ને 18 વર્ષથી ઉપરના હોવા જરૂરી
જો ઉપરની બધી જ શરતોનું પાલન કરવામાં આવે છે, તો પોલીસ આગળ નાગરિક પર કોઈપણ જાતની કાર્યવાહી કરી શકે નહીં.
જો એકસ્ટ્રા મેરિટલ અફેરનો કેસ હોય, તો હોટલ રૂમમાં અંગત પળો માણવા પર પોલીસ કાર્યવાહી કરી શકે?
આ માટે કોઈ અલગ નિયમો નથી કેમકે સેકશન 497, જેનાં અનુસાર અડલ્ટરીને અપરાધ માનવામાં આવતો હતો, તેને સુપ્રીમ કોર્ટે રદ્દ કરી નાંખ્યો છે. એટલા માટે જો કપલ એકબીજાની સંમતિથી અંગત પળો માણે, તો પોલીસ તેના પર કોઈ કાર્યવાહી કરી શકે નહીં.
જાહેરમાં કિસ કે અંગત પળો માણતા કપલને પોલીસ રોકી શકે કે કાર્યવાહી કરી શકે?
IPC સેક્શન 294 (પાર્ટ-A) લાગુ પડે
કાર્યવાહી થઈ શકે
જાહેર સ્થળો પર અન્ય વ્યક્તિ નારાજ થાય તેવું કૃત્ય ગણાય
કેટલાક ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે કિસ કરવાને નથી ગણાવ્યું અપકૃત્ય
કારની અંદર કોઈ કપલ અંગત પળો માણે તો? પણ જો કાર કોઈ ખાનગી જગ્યા કે પાર્કિંગમાં હોય તો ?