બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / cabinet meeting will be held before the announcement of Gujarat elections

બેઠક / ગુજરાત ચૂંટણીની જાહેરાત પહેલા મળશે સરકારની કેબિનેટ બેઠક, ખેડૂતો માટે રાહત પેકેજની થઈ શકે છે જાહેરાત

Kishor

Last Updated: 06:41 PM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારે સરકારની અંતિમ કેબિનેટ બેઠક યોજાશે. જેમાં ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત સહિત સરકાર મહત્વના નિર્ણય લઇ શકે છે.

  • શનિવારે યોજાશે કેબિનેટ બેઠક
  • સરકારની અંતિમ બેઠક યોજાશે 
  • ખેડૂતો માટે પેકેજની થઈ શકે જાહેરાત

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અગાઉ કેબિનેટની અંતિમ બેઠક યોજાશે. CMની અધ્યક્ષતામાં શનિવારે બપોરે 2:30 વાગ્યે કેબિનેટ બેઠક મળશે. આ અંતિમ કેબિનેટમાં સરકાર દ્વારા મહત્વના નિર્ણય લેવાઈ શકે છે. ખાસ કરીને આ બેઠકમાં ખેડૂતો માટે સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.  સાથે સાથે ચૂંટણીની આગામી રણનીતિ પર પણ ચર્ચા થઇ શકે છે.

ખેડૂતો માટે સરકાર પેકેજની કરી શકે છે જાહેરાત 
અંતિમ બેઠકમાં સરકાર પ્રજાલક્ષી નિર્ણયો લઇ શકે છે. ચોમાસાની સીઝન દરમિયાન ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે ત્યારે આવા અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાય ચુકવણીની સરકાર દ્વારા જાહેરાત કરી શકે છે. મુખ્યમંત્રી પાસે પાક નુક્સાનીના વળતર અંગેનો પ્રસ્તાવ પહોંચયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને ગમે તે ઘડીએ નુકસાનીની સહાય અંગે ખેડૂતોને રાહત મળી શકે છે. ચર્ચાતી વિગત મુજબ પાક નુકસાનને લઈને 1100 કરોડ રુપિયાથી વધુનું રાહત પેકેજ પ્રપોઝ કરાયું છે. જેમાંથી સરકાર 500 કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર કરે તેવી શક્યતાઓ રહેલી છે.

ચૂંટણી લક્ષી રાજકીય બાબતે પર થશે ચર્ચા 
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આગામી સમયમાં જાહેરાત બાદ આચારસંહિતા લાગુ પડી જશે. ત્યારે આચારસંહિતા લાગુ પડ્યા બાદ કોઇ નવી યોજના કે જાહેરાત પર પ્રતિબંધ હોય છે. આથી ચૂંટણીલક્ષી યોજનાઑ વહેલી તકે થઇ શકે છે.  મહત્વનું છે કે, વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે PMના પ્રવાસની તૈયારીઓની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.ઉપરાંત ચૂંટણી લક્ષી રાજકીય બાબતે ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ